AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra : ભૂતપૂર્વ ન્યાયાધીશ શરદ બોબડેની મોહન ભાગવત સાથે મુલાકાત, બેઠકનું કારણ અકબંધ

નાગપુરમાં ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ શરદ બોબડે (Former CJI) અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત વચ્ચે બેઠક મળી હતી, જો કે RSSનાં અધિકારીઓએ આ અંગે કોઈપણ માહિતી આપવાનો ઈનકાર કર્યો હતો.

Maharashtra : ભૂતપૂર્વ ન્યાયાધીશ શરદ બોબડેની મોહન ભાગવત સાથે મુલાકાત, બેઠકનું કારણ અકબંધ
Sharad Bobde and Mohan Bhagwat (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 01, 2021 | 3:27 PM
Share

Maharashtra :  મળતી માહિતી અનુસાર મંગળવારે સાંજે 4 થી 5 વાગ્યે આરએસએસ હેડક્વાર્ટરમાં (RSS Headquarter) ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ શરદ બોબડે અને મોહન ભાગવત વચ્ચે બેઠક યોજાઈ હતી.જો કે કઈ બાબતને લઈને બેઠક બોલાવવામાં આવી હતી તે જાણી શકાયુ નથી.

RSS ના સ્થાપક કેશવ બલિરામના જન્મસ્થળની કરી મુલાકાત

તમને જણાવી દઈએ કે,બોબડે RSS સંઘના વડાને મળ્યા હોય તેવી આ પ્રથમ ઘટના છે. આ સિવાય, શરદ બોબડેએ મહેલ વિસ્તારમાં RSS ના સ્થાપક કેશવ બલિરામ હેડગેવારના (Keshav Baliram Hedgewar, 1889-1940) જન્મસ્થળની પણ મુલાકાત લીધી હતી. કેબી હેડગેવારનું આ ઘર 100 વર્ષથી વધુ જૂનું છે. સંઘના એક અધિકારીના જણાવ્યા અનુસાર,” શરદ બોબડે ચકાસવા માટે આવ્યા હતા કે આ ઘરની સંભાળ કેવી રીતે રાખવામાં આવી રહી છે. ”

શરદ બોબડેએ અયોધ્યા સંબંધિત ચુકાદો આપ્યો છે

પૂર્વ મુખ્ય ન્યાયાધીશ શરદ બોબડે નાગપુરના (Nagpur) રહેવાસી છે. તેમણે ઘણા વર્ષોથી અહીં પ્રેક્ટિસ કરી છે. બોબડે એપ્રિલ 2021 માં મુખ્ય ન્યાયાધીશ પદેથી નિવૃત્ત થયા. અને હાલ તે દિલ્હી અને નાગપુરમાં સમય વિતાવી રહ્યા છે. તેઓ ભારતના 47 મા મુખ્ય ન્યાયાધીશ રહ્યા હતા. કાર્યકાળ દરમિયાન તેમણે અયોધ્યા ચુકાદા સહિત ઘણા મહત્વપૂર્ણ કેસોમાં ચુકાદા આપ્યા છે.

ઉલ્લેખનીય છે કે,રાજ્યસભાના સાંસદ રંજન ગોગોઈ જે શરદ બોબડે પહેલા મુખ્ય ન્યાયાધીશ હતા, તેમને પણ તાજેતરમાં જ ભાજપ તરફથી રાજ્યસભાના સાંસદ (Rajaysabha MP) બનાવવામાં આવ્યા છે.તેથી RSSના વડા અને શરદ બોબડે વચ્ચેની બેઠક હાલ ચર્ચાનો વિષય બની છે. જો કે આ બેઠક અંગે RSSનાં પદાધિકારીઓએ કંઈ પણ કહેવાનો ઈનકાર કર્યો હતો.

જાણો ભુતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ શરદ બોબડે વિશે

આપને જણાવી દઈએ કે,શરદ બોબડેનો (Sharad Bobade) જન્મ 24 એપ્રિલ 1956 ના નાગપુરમાં જ થયો હતો. તેમણે નાગપુર યુનિવર્સિટીમાંથી જ LLBની ડિગ્રી પૂર્ણ કરી હતી. 1978 માં તેઓ બાર કાઉન્સિલ ઓફ મહારાષ્ટ્રના સભ્ય બન્યા હતા, જસ્ટિસ બોબડેએ બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચમાં ઘણાં વર્ષો સુધી પ્રેક્ટિસ પણ કરી હતી.

આ પણ વાંચો: Armaan Kohli Drugs Case : અરમાન કોહલીની વધી શકે છે મુશ્કેલી, ધરપકડ કરાયેલા ચાર વ્યક્તિમાંથી 2 વિદેશી

આ પણ વાંચો : Maharashtra : મુંબઈમાં દહી હાંડી ઉજવવા બદલ 9 FIR દાખલ, MNSના નેતાઓએ CM ઉદ્ધવ ઠાકરેના ઘરની બહાર દહી હાંડી તોડીને નોંધાવ્યો વિરોધ

ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
g clip-path="url(#clip0_868_265)">