Mumbaiમાં પાણીની તંગી, BMCની કાર્યવાહી સામે 1700 ટેન્કર માલિકોએ કરી હડતાળ

|

Dec 31, 2021 | 11:06 PM

ટેન્કર એસોસિએશન (Mumbai Tanker Association) એ માંગ કરી છે કે તેઓને રેગ્યુલરાઈઝ કરવામાં આવે, આ માટે ટેન્કર માલિકો કાયદેસર ફી ચૂકવવા તૈયાર છે.

Mumbaiમાં પાણીની તંગી, BMCની કાર્યવાહી સામે 1700 ટેન્કર માલિકોએ કરી હડતાળ
Before the new year, a big risk has arisen in Mumbai

Follow us on

MUMBAI : નવા વર્ષ પહેલા મુંબઈમાં મોટું જોખમ ઊભું થયું છે. મુંબઈમાં ટેન્કર માલિકો હડતાળ (Mumbai Tanker Strike) પર ઉતર્યા છે. જેના કારણે હોસ્પિટલ, નિર્માણાધીન બિલ્ડીંગ, કોસ્ટલ રોડ અને તમામ બાંધકામ સાઈટને હાલ પાણીના ટેન્કર સપ્લાય (Water Tanker Strike) કરવામાં આવી રહ્યા નથી. આ કારણથી ભારે મુશ્કેલી પડી રહી છે.  મુંબઈમાં લગભગ 1700 ટેન્કર પાણીની સપ્લાય કરે છે. BMCની સતત કાર્યવાહીથી ટેન્કર એસોસિએશનમાં નારાજગી છે. જેના કારણે ટેન્કર એસોસિએશને હડતાળની જાહેરાત કરી છે.

પાણીના ટેન્કરની હડતાળને (Water Tanker Strike) કારણે મુંબઈમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરમાં અલગ-અલગ જગ્યાએ આ ટેન્કરોથી પાણી પહોંચાડવામાં આવે છે. પરંતુ હડતાળના કારણે હાલ એક પણ ટેન્કર પુરવઠો પુરો પાડી રહ્યું નથી. હાલ પાણી પુરવઠા સેવા સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે. ટેન્કર એસોસિએશન (Mumbai Tanker Association) એ માંગ કરી છે કે તેઓને રેગ્યુલરાઈઝ કરવામાં આવે, આ માટે ટેન્કર માલિકો કાયદેસર ફી ચૂકવવા તૈયાર છે.

ટેન્કર એસોસિએશન પોતાની માંગ પર અડગ 

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?

મુંબઈમાં પાણીના ટેન્કરોની હડતાલને કારણે હોસ્પિટલો, નિર્માણાધીન ઈમારતો, કોસ્ટલ રોડ અને તમામ બાંધકામ સ્થળો પર ભારે મુશ્કેલી પડી રહી છે. આ તમામ સ્થળોએ પાણી પુરવઠો રોકી  દેવામાં આવ્યો છે. ટેન્કર એસોસિએશનની માંગ છે કે તેઓને રેગ્યુલરાઈઝ કરવામાં આવે. એસોસિએશને માંગ કરી છે કે જ્યાં સુધી તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ હડતાળ પાછી ખેંચશે નહીં.  મુંબઈમાં મોટી સંખ્યામાં ટેન્કરોથી પાણી સપ્લાય કરવામાં આવે છે. હવે ટેન્કરોની હડતાળના કારણે પાણીની તંગી નોંધપાત્ર રીતે વધી છે.

થાણેમાં માત્ર 7 સરકારી ટેન્કર સેવા આપી રહ્યા છે

ઓક્ટોબર મહિનામાં થાણેમાં પણ પાણીની અછત સર્જાઈ હતી. ઘણા વિસ્તારોમાં પાણીની અછતને કારણે થાણેના લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. 25 લાખની વસ્તી ધરાવતા થાણેમાં માત્ર 7 સરકારી ટેન્કરો જ સેવા પૂરી પાડી રહ્યા છે. આવી સ્થિતિમાં અનેક સોસાયટીઓમાં ખાનગી ટેન્કરો દ્વારા પાણી પહોંચાડવામાં આવે છે. ટેન્કર માફિયાઓ આનો ભરપૂર ફાયદો ઉઠાવે છે. હવે મુંબઈમાં ટેન્કરો હડતાળ પર ઉતરી ગયા છે. એસોસિએશને પોતાની માંગણીઓ પર અડગ રહેતાં પાણીનો પુરવઠો રોકી દીધો છે.

આ પણ વાંચો :  Maharashtra: મુંબઈના લોકલ લોકોમાં ફેલાઈ રહ્યો છે ઓમિક્રોન વેરિયન્ટ, 37 ટકા સંક્રમિતોની નથી કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી

Next Article