IPO PERFORMANCE 2021 : નવી કંપનીઓ માટે રોકાણકારો બુસ્ટર ડોઝ સાબિત થયા, 63 કંપની વચ્ચે જ 1.18 લાખ કરોડ ભેગા થયા, વાંચો વર્ષની નવાજુની

આ વર્ષે અત્યાર સુધીમાં રૂ. 18,300 કરોડનો સૌથી મોટો IPO Paytmની પેરેન્ટ કંપની One97 કોમ્યુનિકેશનનો હતો. આ પછી ઓનલાઈન ફૂડ ડિલિવરી કંપની Zomatoનો IPO 9,300 કરોડ રૂપિયા હતો. આ વર્ષે અત્યાર સુધીમાં સરેરાશ IPO ઇશ્યૂ રૂ 1,884 કરોડ રહ્યો છે.

IPO PERFORMANCE 2021 : નવી કંપનીઓ માટે રોકાણકારો બુસ્ટર ડોઝ સાબિત થયા, 63 કંપની વચ્ચે જ 1.18 લાખ કરોડ ભેગા થયા, વાંચો વર્ષની નવાજુની
IPO PERFORMANCE 2021
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 31, 2021 | 9:40 AM

વર્ષ 2021 IPO માટે જાણીતું રહ્યું છે. આ વર્ષ IPO વર્ષ તરીકે એટલા માટે નથી ઓળખાઈ રહ્યું કે આ વર્ષે મોટી સંખ્યામાં નવી કંપનીઓ બજારમાં આવી છે. પણ આ સાથે તેને રોકાણકારો તરફથી પણ સારો પ્રતિસાદ પણ મળ્યો છે. એક રિપોર્ટ અનુસાર 63 કંપનીઓએ આ વર્ષે 1.18 લાખ કરોડ રૂપિયા એકત્ર કર્યા છે જે પ્રાઇમરી માર્કેટ માટે કોઈપણ વર્ષનો સૌથી વધુ આંકડો છે.

ગત વર્ષની સરખામણીમાં કંપનીઓએ 4 ગણી રકમ એકત્ર કરી આ વર્ષે પ્રાઇમરી માર્કેટમાં 63 કંપનીઓએ તેમના પ્રારંભિક જાહેર ઓફર (IPO) દ્વારા વિક્રમજનક રૂ. 1,18,704 કરોડ એકત્ર કર્યા છે. પ્રાઇમ ડેટાબેઝના  અહેવાલ અનુસાર આ પાછલા વર્ષની સરખામણીમાં ઊભા કરાયેલા IPO દ્વારા એકત્રિત રકમ કરતાં 4.5 ગણો વધુ છે. વર્ષ 2020માં 15 કંપનીઓએ IPO દ્વારા રૂ 26,613 કરોડ એકત્ર કર્યા હતા. વર્ષ 2017માં IPO દ્વારા એકત્ર કરાયેલ રૂ. 68,827 કરોડની સામે આ વર્ષે અત્યાર સુધીમાં લગભગ બમણી રકમ એકત્ર કરવામાં આવી છે. આ વર્ષે અત્યાર સુધીમાં રૂ. 18,300 કરોડનો સૌથી મોટો IPO Paytmની પેરેન્ટ કંપની One97 કોમ્યુનિકેશનનો હતો. આ પછી ઓનલાઈન ફૂડ ડિલિવરી કંપની Zomatoનો IPO 9,300 કરોડ રૂપિયા હતો. આ વર્ષે અત્યાર સુધીમાં સરેરાશ IPO ઇશ્યૂ રૂ 1,884 કરોડ રહ્યો છે.

કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
Highest Subscribed IPO in India 2021
Sr. No. Company Name Issue Size (Rs Cr)  Subscription (x)
1 Latent View Analytics Limited 600 326.49
2 Paras Defence And Space Technologies Limited 170.78 304.26
3 Tega Industries Limited 619.23 219.04
4 MTAR Technologies Limited 596.41 200.79
5 Tatva Chintan Pharma Chem Ltd 500 180.36

 36 કંપનીઓએ દસ ગણું સબસ્ક્રિપ્શન મળ્યું રિપોર્ટ અનુસાર 36 કંપનીઓએ દસ ગણું સબસ્ક્રિપ્શન મેળવ્યું હતું, છ કંપનીઓના IPOને 100 ગણું સબસ્ક્રિપ્શન મળ્યું હતું. આઠ IPOને ત્રણ ગણાથી વધુ સબસ્ક્રિપ્શન મળ્યા હતા જ્યારે બાકીની 15 કંપનીઓના IPOને એકથી ત્રણ ગણા સબસ્ક્રિપ્શન મળ્યા હતા. આ વર્ષની સૌથી મહત્વની બાબત રિટેલ રોકાણકારોનો IPOને મળેલો પ્રતિસાદ રહ્યો છે. વર્ષ દરમિયાન 30 થી વધુ IPOમાં રિટેલનો હિસ્સો 10 ગણો કે તેથી વધુ સબસ્ક્રાઇબ થયો છે. બીજી તરફ સ્ટાર હેલ્થ જેવા ઈસ્યુમાં જ્યાં ઈશ્યુને સંપૂર્ણ સબસ્ક્રિપ્શન મળ્યું ન હતું ત્યાં જોકે રિટેલ પાર્ટ પણ ફુલ થયો હતો.

નવી કંપનીઓએ રોકાણકારોને સારી કમાણી આપી  આ વર્ષે માર્કેટમાં ખૂબ જ ઉંચા લિસ્ટિંગ લાભો જોવા મળ્યા છે. લેટેન્ટ વ્યુ અને તત્વ ચિંતને પહેલા દિવસે બમણા કરતા પણ વધુ વૃદ્ધિ નોંધાવી હતી. એક વર્ષમાં 14 નવી લિસ્ટેડ કંપનીઓમાં રોકાણકારોની રકમમાં બેથી ચાર ગણો વધારો થયો છે.

BEST PERFORMER IPO – 2021
No: Company Issue Price Listing Day Close Price Profit (%)
(Rs.) (Rs.)
1 Paras Defence And Space Technologies Limited 175 498.75 309.51
2 Nureca Limited 400 666.65 274.08
3 MTAR Technologies Limited 575 1082.25 272.28
4 Sigachi Industries Limited 163 603.75 232.64
5 Laxmi Organic Industries Limited 130 164.6 230.31

આ રોકાણકારોએ ખોટનો સામનો  તેજીવાળા IPO માર્કેટમાં આ વર્ષે મિશ્ર દેખાવ પણ રહ્યો છે. 31 કંપનીઓના ઈશ્યુમાં 14 શેરે ખોટ આપી છે જ્યારે 17 કંપનીઓએ લાભ આપ્યો છે.  સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંકે સૌથી વધુ નુકસાન કર્યું છે.   સ્ટાર હેલ્થ, વન 97 કોમ્યુનિકેશન્સ, કાર ટ્રેડમાં પણ રોકાણકારો નુકસાન સહન કરી રહ્યા છે.

WORST PERFORMERS IPO – 2021
No: Company Issue Price Listing Day Close Price Loss (%)
(Rs.) (Rs.)
1 Suryoday Small Finance Bank Ltd 305 276.2 -47.61
2 Windlas Biotech Limited 460 406.7 -34.89
3 CarTrade Tech Limited 1618 1500.1 -38.74
4 Krsnaa Diagnostics Limited 954 990.75 -27.35
5 One 97 Communications Limited 2150 1564.15 -18.46

ગેનીબેન ઠાકોરે સ્વરુપજીને જીત બદલ આપ્યા અભિનંદન
ગેનીબેન ઠાકોરે સ્વરુપજીને જીત બદલ આપ્યા અભિનંદન
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">