Maharashtra: મુંબઈના લોકલ લોકોમાં ફેલાઈ રહ્યો છે ઓમિક્રોન વેરિયન્ટ, 37 ટકા સંક્રમિતોની નથી કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી
BMC દ્વારા 375 સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાંથી 141 એટલે કે 37 ટકા ઓમિક્રોન કેસ મળી આવ્યા. આ તમામ 141 કેસોમાં કોઈપણ દર્દીની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી.
મહારાષ્ટ્રમાં (Maharashtra) કોરોના વાયરસના (Corona Virus) કેસ ઝડપથી વધી રહ્યા છે. ઓમિક્રોનના (Omicron) કેસ પણ સતત વધી રહ્યા છે. આ દરમિયાન એક ચિંતાજનક આંકડો સામે આવ્યો છે. શુક્રવારે, BMC દ્વારા કહેવામાં આવ્યું છે કે 21 ડિસેમ્બરથી 22 ડિસેમ્બરની વચ્ચે મુંબઈમાં આવેલા ઓમીક્રોન વેરિયન્ટના કેસોમાં એક તૃતીયાંશ એવા લોકો છે જેમની કોઈ પણ ટ્રાવેલ હિસ્ટ્રી (travel history) નથી. 375 સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાંથી 141 એટલે કે 37 ટકા ઓમિક્રોન કેસ મળી આવ્યા. આ તમામ 141 કેસોમાં કોઈપણ દર્દીની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી.
આ આંકડાઓ ડરામણાં છે. આ દર્શાવે છે કે વિદેશથી આવેલ ઓમિક્રોન વેરિયન્ટ મુંબઈમાં સ્થાનિક લોકોમાં ઝડપથી પોતાનો પગ પેસારો કરી રહ્યું છે. ઓમિક્રોનના 141 દર્દીઓમાંથી 89 પુરુષો છે જ્યારે 52 સ્ત્રીઓ છે. 141 માંથી 93 ને સંપૂર્ણ રસી આપવામાં આવી છે, જ્યારે 3 લોકોને કોરોનાવાયરસ રસીનો એક ડોઝ લાગેલો છે. ઓમિક્રોનના દર્દીઓમાંથી, સાતમાં મધ્યમ લક્ષણો છે, 39માં હળવા લક્ષણો છે અને 95માં કોઈ લક્ષણો નથી. BMCના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “માત્ર સાત દર્દીઓ છે, જેમનામાં હળવા લક્ષણો છે, તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, તેઓ પણ કોઈ પ્રકારના ઓક્સિજન સપોર્ટ પર નથી.”
માત્ર 12 દર્દીઓની છે ટ્રાવેલ હીસ્ટ્રી
બીએમસીએ જણાવ્યું હતું કે શહેરમાં ઓમિક્રોન સંક્રમણ ધરાવતા કુલ 153 લોકોમાંથી માત્ર 12નો જ આંતરરાષ્ટ્રીય પ્રવાસનો ઇતિહાસ છે. ઓમીક્રોન વાળા 141 મુંબઈના રહેવાસીઓમાંથી સૌથી વધુ 21 K-વેસ્ટ વોર્ડના છે, જેમાં અંધેરી વેસ્ટ, જુહુ અને વર્સોવાનો સમાવેશ થાય છે. આ પછી D વોર્ડ આવે છે જેમાં મલબાર હિલ, મહાલક્ષ્મી અને તારદેવ વિસ્તારનો સમાવેશ થાય છે.
મુંબઈમાં લાદવામાં આવ્યા છે પ્રતિબંધો
કોવિડ 19 ના કેસોને રોકવા માટે, મુંબઈ અને અન્ય શહેરોએ જાહેર સ્થળોએ નવા વર્ષની પાર્ટીઓ અને સામૂહિક મેળાવડાને રોકવા માટે નવા નિયંત્રણો લગાવ્યા છે. રેસ્ટોરન્ટ્સને ગ્રાહકોને મર્યાદિત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે અને તમામ મોટા શહેરોમાં રાત્રિ કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. મુંબઈ પોલીસે 15 જાન્યુઆરી સુધી કલમ 144 લાગુ કરી છે. આ સાથે સાંજના 5 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી તમામ જાહેર સ્થળોએ જવા પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
આ પણ વાંચો : Corona Virus in Mumbai : મુંબઇમાં 15 જાન્યુઆરી સુધી લગાવાયા કડક પ્રતિબંધો, સાર્વજનિક જગ્યાએ જવા પર રોક