AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mumbai: મુંબઈને અડીને આવેલા માસચા પાડા ગામના લોકો ઝંખી રહ્યા છે વિકાસ, રોડ, રસ્તા, પાણી, શૌચાયલ જેવી પાયાની સુવિધાનો અભાવ

Mumbai : મુંબઈના એક ગામ મચાસા પાડામાં છેલ્લા 10 વર્ષથી વીજળી, પાણી, સડક જેવી પાયાની સુવિધાઓ નથી. લોકો સોલર લેંમ્પનો ઉપયોગ કરી રહ્યા છે અને બાળકો સોલર લાઈટના સહારે જ ભણી રહ્યા છે. પાણીની પણ અહીં કોઈ સુવિધા નથી. લોકો સ્વખર્ચે પાણીના ટેન્કર મગાવે છે. જ્યારે શૌચાલયની પણ અહીં કોઈ સુવિધા નથી

Mumbai: મુંબઈને અડીને આવેલા માસચા પાડા ગામના લોકો ઝંખી રહ્યા છે વિકાસ, રોડ, રસ્તા, પાણી, શૌચાયલ જેવી પાયાની સુવિધાનો અભાવ
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 08, 2023 | 4:44 PM
Share

Mumbai : મીરા, ભાઈંદર, પાલઘર, ભીવંડી, કલ્યાણ- ડોંબિવલીના અંતરિયાળ ગામોથી અવારનવાર ખબરો સામે આવતી રહે છે કે અહીં પાયાની સુવિધાઓની અભાવ છે. પરંતુ મીરા-ભાઈન્દર, મુંબઈને અડીને આવેલા એરિયા છે. ત્યાં પણ એક વિસ્તાર એવો છે જ્યા છેલ્લા 10 વર્ષથી વીજળી, પાણી અને સડક જેવી મૂળભૂત સુવિધાનો અભાવ છે. આ વિસ્તાર છે કાશિગાંવનો માસચા પાડા. અહીં 1900 જેટલા પરિવાર રહે છે. આજે પણ આ પરિવારોનું જીવન સંઘર્ષથી ભરેલુ છે. જો કે સૌથી મોટા આશ્ચર્યની વાત એ છે આ વિસ્તાર જે વિભાગમાં આવે છે તે મીરા-ભાઈંદરના વિભાગમાંથી જ્યોત્સના હસનાલેના રૂપમાં શહેરને મેયર પણ મળ્યો છે. પરંતુ, આ વિભાગમાંથી ચૂંટાઈને અઢી વર્ષ મેયર બનવા છતાં તેઓ આ સંકુલના લોકોના જીવનમાં પ્રકાશ લાવી શક્યા નથી.

10 વર્ષથી નથી વીજળી

કૈલાશ યાદવ તેની પત્ની સરીતા યાદવ અને 2 બાળકો સાથએ અહીં 10 વર્ષથી રહે છે. સરીતા યાદવ જણાવે છે કે છેલ્લા 10 વર્ષથી તેઓ વીજળીની રાહ જોઈ રહ્યા છે. તેમના બાળકો વીજળી વગર ભણે છે, વીજ પૂરવઠો ન હોવાથી ગરમીની સિઝનમાં પણ તેમનુ જીવવુ મુશ્કેલ થઈ જાય છે.

સોલાર લેમ્પના સહારે અભ્યાસ

સરિતાના બંને બાળકો સૌર ઉર્જાથી ચાલતી નાનકડી લાઈટના પ્રકાશના સહારે અભ્યાસ કરે છે. તેમની મોટી પુત્રી બારમામાં અને પુત્ર દસમાં ધોરણમાં અભ્યાસ કરે છે. પ્રતિકૂળ સંજોગો વચ્ચે પણ દીકરીએ ધોરણ 10માં 85 ટકાથી વધુ માર્કસ મેળવ્યા છે. આ સંકુલના મોટાભાગના બાળકોની આ હાલત છે. સ્થાનિક સામાજિક કાર્યકર રામભુવન શર્માના પ્રયાસોને કારણે હવે અહીં વીજળી આપવાનું કામ શરૂ થઈ રહ્યું છે અને કેટલાક ઘરોમાં જોડાણ પહોંચ્યા છે.

પાણીનું કનેક્શન નથી, ટેન્કરનો સહારો

દિનેશ મૌર્ય પણ અહીં 10 વર્ષથી રહે છે. તે જણાવે છે કે દરેક વ્યક્તિ પૈસા જમા કરી પાણીનું ટેન્કર મગાવે છે અને તેને બધા વચ્ચે વહેંચી લે છે. આ ટેન્કરનું પાણી 7 દિવસ સુધી સાચવીને કરકસરથી વાપરવુ પડે છે, કારણ કે 7 દિવસમાં માત્ર એક જ વાર ટેન્કર મંગાવવામાં આવે છે.

શૌચાલયના નામે તૂટેલા દરવાજા

5થી6 હજારની વસ્તીમાં MBMCનું કોઈ શૌચાલય નથી. લોકોએ સ્વખર્ચે પૈસા જમા કરીને કેટલાક શૌચાલય બનાવડાવ્યા છે. પરંતુ શૌચાલયના નામે તૂટેલા દરવાજા સાથે માત્ર બાંધકામો જ ઉભા છે.

આ પણ વાંચો: Mumbai: ગણેશોત્સવ બદસૂરત થઈ રહ્યો છે, આ રોકવુ જોઈએ, ડીજેના ઘોંઘાટિયા અવાજ પર ભડક્યા રાજ ઠાકરે અને લખ્યો પત્ર

અહીં પહોંચતા સુધીમાં યોજનાઓ દમ તોડી દે છે

માસચા પાડા મુંબઈથી માત્ર થોડા કિલોમીટરના અંતરે આવેલું છે, પરંતુ અહીં પહોંચતા સુધીમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ ઠપ થઈ જાય છે. અહીંના રહેવાસીઓને ન તો ઉજ્જવલા યોજના હેઠળ ગેસ સિલિન્ડર મળે છે કે ના તો ન તો સ્વચ્છતા અભિયાન હેઠળ શૌચાલય છે. અહીં સમ ખાવા પૂરતો ય રોડ નથી જે છે તે માત્ર કાચા રસ્તા છે તેને રોડ કહી શકાય તેવી સ્થિતિ જ નથી. ત્યારે માસચા પાડાના સ્થાનિકો ઝંખી રહ્યા છે વિકાસ.

મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

છ મહિના બાદ રાજ્ય સરકારે ભાજપના મહિલા ધારાસભ્યની રજૂઆતને ધ્યાને લીધી!
છ મહિના બાદ રાજ્ય સરકારે ભાજપના મહિલા ધારાસભ્યની રજૂઆતને ધ્યાને લીધી!
ઉત્તરાર્ધ મહોત્સવમાં ઋષિકેશ પટેલે માણી ચટાકેદાર પાણીપુરી, જુઓ Video
ઉત્તરાર્ધ મહોત્સવમાં ઋષિકેશ પટેલે માણી ચટાકેદાર પાણીપુરી, જુઓ Video
મોઢેરા સૂર્યમંદિરે ‘ઉત્તરાર્ધ મહોત્સવ-2026’નો ભવ્ય આરંભ
મોઢેરા સૂર્યમંદિરે ‘ઉત્તરાર્ધ મહોત્સવ-2026’નો ભવ્ય આરંભ
CCTV વૈષ્ણોદેવી બ્રિજ ઉપર કાર એસટી વચ્ચે અકસ્માત, 1નુ મોત, યુવતી ગંભીર
CCTV વૈષ્ણોદેવી બ્રિજ ઉપર કાર એસટી વચ્ચે અકસ્માત, 1નુ મોત, યુવતી ગંભીર
ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા, પાણી કરતા પણ ઓછા ભાવ, ખેડૂતોને પડતા પર પાટુ
ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા, પાણી કરતા પણ ઓછા ભાવ, ખેડૂતોને પડતા પર પાટુ
ભાદર-2 ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડાતા કયા કયા વિસ્તારોને લાભ મળશે
ભાદર-2 ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડાતા કયા કયા વિસ્તારોને લાભ મળશે
BMC મેયરપદને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ, અઢી-અઢી વર્ષની હશે ફોર્મ્યુલા ?
BMC મેયરપદને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ, અઢી-અઢી વર્ષની હશે ફોર્મ્યુલા ?
ગ્રીનલેન્ડ પર તકરાર વધી, ટ્રમ્પ એ 8 યૂરોપીયન દેશ પર લાદ્યો 10% ટેરિફ
ગ્રીનલેન્ડ પર તકરાર વધી, ટ્રમ્પ એ 8 યૂરોપીયન દેશ પર લાદ્યો 10% ટેરિફ
બિઝનેસમાં નવી ડીલ થઈ શકે છે, તમે ધાર્મિક પ્રવૃત્તિમાં મગ્ન રહેશો
બિઝનેસમાં નવી ડીલ થઈ શકે છે, તમે ધાર્મિક પ્રવૃત્તિમાં મગ્ન રહેશો
ઉત્તરાયણે મુસ્લિમોએ પતંગ ન ઉડાડવાનો મસ્જિદથી એલાનનો Video વાયરલ
ઉત્તરાયણે મુસ્લિમોએ પતંગ ન ઉડાડવાનો મસ્જિદથી એલાનનો Video વાયરલ
g clip-path="url(#clip0_868_265)">