Mumbai: ગણેશોત્સવ બદસૂરત થઈ રહ્યો છે, આ રોકવુ જોઈએ, ડીજેના ઘોંઘાટિયા અવાજ પર ભડક્યા રાજ ઠાકરે અને લખ્યો પત્ર
Mumbai: મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) પ્રમુખ રાજ ઠાકરેએ ગણેશ ઉત્સવ દરમિયાન ડીજેના અવાજ અને જુલુસ વગેરેમાં થતા ઘોંઘાટને લઈને ચિંતા વ્યક્ત કરી. સાથે જ રાજ ઠાકરેએ તમામ પાર્ટીઓના નેતાઓને આના પર ચર્ચા કરવા માટે પત્ર લખ્યો છે.

Mumbai: મનસે પ્રમુખ રાજ ઠાકરે (Raj Thackeray) એ જણાવ્યુ કે તમામ રાજકીય નેતાઓ, સરકાર, સામાજિક બુદ્ધિજીવીઓ અને ગણેશમંડળોએ પહેલ કરવી જોઈએ અને ગણેશોત્સવને બદસૂરત થતો અટકાવવો જોઈએ. તેના માટે તેમણે રાજ્યસરકાર, તમામ ગણેશોત્સવ મંડળો અને સમાજના બુદ્ધિજીવીઓને પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે જણાવ્યુ છે કે ડીજેના ઘોંઘાટિયા અવાજથી લોકોને હવે હેરાનગતિ થઈ રહી છે તેના પર ગંભીરતાથી વિચારવુ જોઈએ
રાજ ઠાકરેએ પત્રમાં જણાવ્યુ કે મહારાષ્ટ્રમાં ગણેશોત્સવ કોઈપણ વિઘ્ન વિના સંપન્ન થયો છે. તેને સફળ બનાવવામાં લાગેલા વહીવટી તંત્રને હાર્દિક શુભેચ્છા. હંમેશાની જેમ પોતાના ઘરના ઉત્સવ, તહેવારો અને ખુશીઓને બાજુ પર રાખી તેમના દ્વારા કરવામાં આવેલુ કાર્ય ચોક્કસ પણે સરાહનીય છે. પરંતુ આજે હું જે વાત કરી રહ્યો છું એ છે મહારાષ્ટ્રમાં મહાઉત્સવના બદલાઈ રહેલા સ્વરૂપ વિશે.
ચાહે તે ગણપતિ ઉત્સવ હોય, દહીં હાંડી હોય કે નવરાત્રી હોય. કે પછી રામનવમી હોય કે હિંદુ દેવીદેવતાઓ સાથે જોડાયેલો કોઈપણ તહેવાર હોય. તેને આ દેશમાં ઉત્સાહપૂર્વક ઉજવવો જોઈએ. જો તેના પર સરકારો પ્રતિબંધ લગાવે તો મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ તેના પર સરકારો સાથે લડાઈ કરી છે અને જરૂર પડ્યે કરતી રહેશે.
ડીજેના ઘોંઘાટિયા અવાજ પર રાજ ઠાકરે સખ્ત
રાજ ઠાકરેએ પત્રમાં વધુમાં જણાવ્યુ કે ગણેશોત્સવના 10 દિવસ દરમિયાન અને મુખ્યત્વે સરઘસ દરમિયાન ડીજે, ડોલ્બીના તેજ સાઉન્ડ લેવલને કારણે હાર્ટ એટેક અને મૃત્યુ કે બહેરાશ આવી શકે છે. લેસર લાઈટના કારણે આંખોની રોશનીને નુકસાન થઈ શકે છે. એવામાં લોકો સરઘસ સ્વરૂપે આવે છે, નાચે છે, ઉત્સાહ વ્યક્ત કરે છે અને જતા રહે છે. પરંતુ એ વિસ્તારમાં રહેતા પોલીસકર્મી કે અન્ય વહીવટી એજન્સીઓ સ્થાનિક નિવાસીઓની સ્થિતિ ખરેખર ગંભીર હોય છે. તેમા આશ્ચર્ય ન થવુ જોઈએ જો સતત 24 કલાક બાદ અનેક લોકોના સાંભળવાની ક્ષમતા જતી રહે છે. શું આ આપણી ખુશીઓ અને જશ્નના ભોગે ચુકવેલી કિંમત નથી?
યુવકનું મોત ચિંતાનો વિષય
પત્રમાં જણાવે છે કે આ તમામ વચ્ચે સમાચાર આવ્યા કે એક પરિવારમાં એક યુવકનું મોત થયુ છે. યુવકે બહાર વાગી રહેલા ડીજેનો અવાજ ઓછો કરવાનું કહેતા તેના ઘરના લોકો નારાજ થઈ ગયા અને તેમણે તેની પીટાઈ કરી દીધી. આ માત્ર એક ઘટના નથી. કંઈક તો એવુ છે જે હવે વિચારવા માટે મજબુર કરે છે કે ક્યાંક ને ક્યાંક કંઈક ખોટુ થઈ રહ્યુ છે.
‘ગણેશોત્સવ બદસૂરત થઈ રહ્યો છે, તેને રોકવો જોઈએ’
પત્રમાં રાજ ઠાકરેએ વધુમાં જણાવ્યુ કે આપણી ખુશીઓથી પ્રકૃતિ કે કોઈને નુકસાન ન થવુ જોઈએ.વાત જ્યારે સાર્વજનિક ઉજવણીની હોય. તેના માટે દરેક રાજનેતાઓ, સરકાર, સમાજના બુદ્ધિજીવીઓએ અને ચોક્કસપણે ગણેશોત્સવ મંડળોએ પહેલ કરવી જોઈએ અને તેને રોકવુ જોઈએ.
રાજનીતિથી ઉપર ઉઠી વિચારવુ જોઈએ
રાજ ઠાકરેએ જણાવ્યુ કે ઉત્સવ અને ઉલ્લાસ હોવો જોઈએ. પરંતુ આપણે પારંપારિક ઢોલ નગારા સાથે સંયમિત રીતે સરઘસ કાઢશુ તો તેની પવિત્રતા બની રહેશે. આનંદ બેવડો રહેશે અને તેને જોવા માટે દુનિયાભરના લોકો આવશે. હું આ અંગે બહુ જલ્દી પાલિકા પ્રમુખો સાથે પણ વાત કરીશ. પરંતુ સરકાર અને રાજનીતિક દળોએ વોટની રાજનીતિથી ઉપર ઉઠી વિચારવુ જોઈએ અને કામ કરવુ જોઈએ
આ પણ વાંચો: Anand: અમદાવાદ- મુંબઈ નેશનલ હાઈવે પર સર્જાયો મોટો ભૂવો, આણંદ નજીક સર્જાયુ અકસ્માતનુ જોખમ, જુઓ Video
….તો મારી પાર્ટી સૌથી આગળ હશે…
પત્રમાં વધુમાં રાજ ઠાકરેએ લખ્યુ કે શહેરમાં લાગેલા હોર્ડિંગ્સ શહેરને બદસૂરત બનાવે છે. હું કોર્ટના આ વિચાર સાથે સંપૂર્ણ સહમત છુ. અને જેમ મે પહેલા કહ્યુ જો તમામ રાજનીતિક દળો જમાખોરી સંસ્કૃતિ બંધ કરવા તૈયારી બતાવશે તો મારી પાર્ટી એવુ કરનારી સૌથી પહેલી પાર્ટી હશે. એ જ રીતે જો તમામ રાજનીતિક દળો આ ઉત્સવના કેટલાક આક્રમક તત્વોને હટાવવા માટે તૈયાર છે તો મારી પાર્ટી સૌથી આગળ હશે. મારુ કહેવુ છે કે આપણે એ લોકો છીએ જે હિંદુ તહેવારો માટે લડીએ છીએ અને તેની ઉજવણી સમયે જો કંઈપણ ખોટુ જણાય તો અમે પહેલ કરશુ. હવે તેના પર તમામ રાજનીતિક દળોએ વિચાર કરવો જોઈએ અને નિશ્ચિત રીતે એ લોકોએ પણ કરવો જોઈએ જે સમાજનું નેતૃત્વ કરવાની કે જાગૃત કરવાની ક્ષમતા રાખે છે.