Maharashtra : મુંબઈ-પુણે પર તાલિબાન શાસનની અસર, જાણો બદામ, કાજુ અને પિસ્તાના ભાવમાં કેટલો થયો વધારો

|

Aug 18, 2021 | 2:41 PM

તાલિબાન (Taliban) શાસનની દેશમાં પણ અસર વર્તાય રહી છે, ત્યારે પુણેના જથ્થાબંધ બજારમાં અંજીરનો ભાવ રૂ. 600 થી વધીને રૂ. 800 થયો છે. જ્યારે કિસમિસ પ્રતિ કિલો 280 રૂપિયાથી વધીને 600 રૂપિયા સુધી પહોંચ્યો છે.

Maharashtra : મુંબઈ-પુણે પર તાલિબાન શાસનની અસર, જાણો બદામ, કાજુ અને પિસ્તાના ભાવમાં કેટલો થયો વધારો
Dry Fruits Rates Increase in Mumbai- Pune

Follow us on

Maharashtra : અફઘાનિસ્તાનમાં તણાવની અસર સમગ્ર દેશમાં દેખાઈ રહી છે. તાલિબાન શાસન આવવાથી જમ્મુ -કાશ્મીરમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. દેશભરમાં તેની અસર જોવા મળી રહી છે, ત્યારે મહારાષ્ટ્રના (Maharashtra) મુંબઈ અને પુણે જેવા શહેરોમાં પણ તાલિબાન શાસનની અસર વર્તાય રહી છે.

ડ્રાયફ્રૂટના ભાવમાં ધરખમ વધારો

મુંબઈ અને પુણે જેવા શહેરોમાં ડ્રાયફ્રૂટના (Dry fruit)ભાવમાં ધરખમ વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે, મુંબઈમાં ઘણા લોકો જથ્થાબંધ બજારમાંથી અખરોટ, બદામ અને અન્ય ડ્રાયફ્રૂટસ્ ખરીદવાનો આગ્રહ રાખે છે. પરંતુ અહીં જથ્થાબંધ બજારમાં પણ તેમના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. આપને જણાવવું રહ્યું કે, ભારતમાં મોટાભાગના જથ્થાબંધ બજારમાં સૂકા મેવા અફઘાનિસ્તાનમાંથી (Afghanistan) આવે છે.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે

તાલિબાનના શાસનની અસર

અફઘાનિસ્તાનમાં તાલિબાનના શાસન પહેલા મુંબઈમાં (Mumbai) બદામના પ્રતિ કિલોના ભાવ 680 રૂપિયા હતા, જે વધીને 1050 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. આ સિવાય બજારમાં કાજુ પિસ્તાના ભાવમાં પણ વધારો થયો છે. ઉપરાંત આગામી દિવસોમાં ડ્રાયફ્રુટના ભાવમાં વધુ વધારો થાય તો નવાઈ નહિ.

છૂટક બજારની વાત કરવામાં આવે તો પ્રતિ કિલો કાજુના ભાવ 1200 થી 1500 રૂપિયા થઈ ગઈ છે. જ્યારે પિસ્તાની કિંમત 1400 રૂપિયાને પાર પહોંચી છે. ઉપરાંત પેંડ ખજુરનો ભાવ 300 રૂપિયાથી વધીને 500 રૂપિયા થયો છે.

જાણો પુણેના જથ્થાબંધ બજારમાં ડ્રાયફ્રૂટના શું ભાવ છે?

પુણેના જથ્થાબંધ બજારમાં, કાળા મોન્નકા જે પહેલા 250 રૂપિયા પ્રતિ કિલો હતા, જે વધીને 350 રૂપિયા થઈ ગયા છે. ઉપરાંત જથ્થાબંધ બજારમાં અંજીરની (Fig)કિંમત 600 રૂપિયાથી વધીને 800 રૂપિયા થઈ ગઈ છે. ખજુરના ભાવમાં અસામાન્ય ઉછાળો આવ્યો છે. ખજુર જે પહેલા 100 રૂપિયા પ્રતિ કિલો હતો, જે વધીને 500 થી 1000 રૂપિયા થયા છે. તાલિબાન શાસન પહેલા, જથ્થાબંધ બજારમાં કિસમિસ 280 રૂપિયા પ્રતિ કિલો મળતી હતી, તે વધીને 600 રૂપિયા પ્રતિ કિલો થઈ છે.

બનાવટી રીતે વધારવામાં આવી રહ્યા છે ભાવ

અફઘાનિસ્તાનમાં તાલિબાનીઓના (Taliban)શાસનના નામે ઘણા સ્થળોએ બનાવટી રીતે ડ્રાયફ્રૂટના ભાવમાં ધરખમ વધારો ઝીંકવામાં આવ્યો છે. સ્ટોકમાં તે ડ્રાયફ્રૂટનો પૂરતો જથ્થો (Stock)હોવા છતાં, ઘણી જગ્યાએ ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.

આગામી કેટલાક દિવસોમાં સામાન્ય રીતે 10 થી 15 ટકાનો વધારો થાય તેવી સંભાવના હતી, પરંતુ જે રીતે ભાવમાં અચાનક ઉછાળો આવ્યો છે, તે બજારના નિષ્ણાતોની નજરમાં કૃત્રિમ ઉછાળો છે. એટલે કે અફઘાનિસ્તાન કટોકટીના નામે ઘણી જગ્યાએ ભાવ વધારીને લાભ લેવામાં આવી રહ્યો છે.

 

આ પણ વાંચો: Maharashtra : પાંચ સમન્સ મળવા છતા પુછપરછ માટે ED ઓફિસ હાજર નથી થતા અનિલ દેશમુખ !

આ પણ વાંચો: Maharashtra: પૂર્વ ધારાસભ્ય સામે બેંક કૌભાંડ કેસમાં મોટી કાર્યવાહી, EDએ 234 કરોડની સંપત્તિ કરી જપ્ત

Next Article