Mumbai પોલીસને યાદ આવ્યુ ‘બચપન કા પ્યાર’, સોશિયલ મીડિયા પર કરેલી પોસ્ટ થઇ વાયરલ

|

Jul 28, 2021 | 9:42 PM

આજકાલ ચર્ચામાં રહેલું ગીત 'બચપન કા પ્યાર' (Bachpan ka Pyar) તો તમે સાંભળ્યુ જ હશે. આ ગીત ગાઈને નાની ઉંમરમાં જ પોપ્યુલર બનેલા સહદેવના પણ ખૂબ વખાણ થઈ રહ્યા છે.

Mumbai પોલીસને યાદ આવ્યુ બચપન કા પ્યાર, સોશિયલ મીડિયા પર કરેલી પોસ્ટ થઇ વાયરલ
Mumbai Police remembered 'Bachpan Ka Pyaar'

Follow us on

મુંબઈ પોલીસ (Mumbai Police) પોતાની ક્રિએટીવ સોશિયલ મીડિયા પોસ્ટ માટે ચર્ચામાં રહે છે. મુંબઈ પોલીસની સોશિયલ મીડિયા પોસ્ટ ખૂબ ફની હોય છે. તેઓ પોતાની ક્રિએટીવ પોસ્ટના માધ્યમથી લોકોને મહત્વપૂર્ણ સંદેશો પણ આપે છે. તેમની પોસ્ટ હંમેશા જ લોકોને પ્રભાવિત કરે છે. મુંબઈ પોલીસની સોશિયલ મીડિયા પોસ્ટ ખૂબ વાયરલ પણ થાય છે. હાલમાં મુંબઈ પોલીસે ફરી એકવાર લોકોને વોર્ન કરતા પોતાના નાનપણના પ્રેમને સીક્રેટ રાખવા માટે જણાવ્યું છે.

 

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

આજકાલ ચર્ચામાં રહેલું ગીત ‘બચપન કા પ્યાર’ (Bachpan ka Pyar) તો તમે સાંભળ્યુ જ હશે. આ ગીત ગાઈને નાની ઉંમરમાં જ પોપ્યુલર બનેલા સહદેવના પણ ખૂબ વખાણ થઈ રહ્યા છે. આ ગીત સાથે જોડાયેલી મુંબઈ પોલીસની એક પોસ્ટ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ વખણાઈ રહી છે. મુંબઈ પોલીસના ઓફિશિયલ ટ્વીટર હેન્ટલ પરથી આ ટ્વીટ કરવામાં આવ્યુ છે. આ ટ્વીટની મદદથી તેમણે લોકોને તેમનો પાસવર્ડ સેફ રાખવા અને ઓનલાઈન સિક્યોરીટી રાખવા માટેનો મેસેજ આપ્યો.

 

 

મુંબઈ પોલીસે પણ લોકો સાથે ‘બચપન કા પ્યાર’ મીમ્સમાં પોતાનું વર્ઝન શેયર કર્યુ છે. આ પોસ્ટના મારફતે તેમણે લોકોને ઓનલાઈન સુરક્ષા અને એક મજબૂત પાસવર્ડના મહત્વ વિશે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તેમણે લખ્યુ કે શું તમારો નાનપણનો પ્રેમ સિક્રેટ હતો? તો તમારો પાસવર્ડ હજી પણ સુરક્ષિત થઈ શકે છે. બસ તેમાં ફક્ત થોડા સ્પેશિયલ કેરેક્ટરને જોડી લો.

 

સોશિયલ મીડિયા પર મુંબઈ પોલીસની આ પોસ્ટને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. લોકો તેને ફક્ત શેયર જ નથી કરી રહ્યા, પરંતુ તેના પર વિવિધ પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે.

 

આ પણ વાંચો – ગુજરાતમાં નૌસેના મથકથી ત્રણ કિલોમીટર સુધીમાં ઉડનારા ડ્રોનને ગોળી મારીને તોડી પડાશે, ભારતીય નૌસેનાએ આપી ચેતવણી

 

આ પણ વાંચો – VSSC Recruitment 2021: વિક્રમ સારાભાઇ સ્પેસ સેન્ટરમાં ઓટોમોબાઈલ એન્જિનિયર સહિત ઘણી પોસ્ટ માટે જાહેર થઈ ભરતી, જાણો કેવી રીતે થશે અરજી

Next Article