AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Parambir Singh : પરમબીર સિંહની વધી મુશ્કેલી, વસૂલી કેસમાં ચોથી FIR દાખલ, સચિન વાજે પણ આરોપીઓમાં સામેલ

શુક્રવારે ગોરેગાંવ પોલીસ સ્ટેશનમાં પરમબીર સિંહ વિરુધ્ધ ચોથી FIR દાખલ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે,વિમલ અગ્રવાલ નામના વેપારીએ વસૂલાતનો આરોપ લગાવ્યો છે.જેમાં પરમબીર સિંહ ઉપરાંત સચિન વાઝેનું (Sachin Vaze)નામ પણ આ કેસમાં સામેલ છે.

Parambir Singh : પરમબીર સિંહની વધી મુશ્કેલી, વસૂલી કેસમાં ચોથી FIR દાખલ, સચિન વાજે પણ આરોપીઓમાં સામેલ
Parambir Singh (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 21, 2021 | 3:07 PM
Share

Parambir Singh :  મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ (Former Mumbai CP Parambir Singh)ની મુશ્કેલીઓ વધી છે. વસુલીના કેસમાં પરમબીર સિંહ વિરુધ્ધ ચોથી FIR દાખલ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, સમન્સ મોકલવા છતા પરમબીર સિંહ હાજર ન થતા બોમ્બે હાઈકોર્ટના પૂર્વ જસ્ટિસ કૈલાસ ઉત્તમચંદ ચંડીવાલ દ્વારા 25,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો,જ્યારે હવે પરમબીર સિંહ વિરુદ્ધ વધુ એક સપ્તાહની ખંડણી માટે કેસ નોંધવામાં આવ્યો છે. આ કેસ મુંબઈના ગોરેગાંવ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે.

શુક્રવારે ગોરેગાંવ પોલીસ સ્ટેશનમાં પરમબીર સિંહ સામે ચોથી FIR દાખલ કરવામાં આવી છે. જેમાં વિમલ અગ્રવાલ નામના વેપારીએ 9 લાખ રૂપિયાની વસૂલાતનો આરોપ લગાવ્યો છે. પરમબીર સિંહ (Parambir Singh) ઉપરાંત બરતરફ પોલીસ અધિકારી સચિન વાઝેનું નામ પણ આ કેસમાં સામેલ છે. ઉલ્લેખનીય છે કે,પરમબીર સિંહ અને સચિન વાજે ઉપરાંત સુમિત સિંહ, અલ્પેશ પટેલ સામે પણ કેસ નોંધવામાં આવ્યો છે. ફરિયાદી વિમલ અગ્રવાલના જણાવ્યા અનુસાર, જાન્યુઆરી 2020 થી ઓગસ્ટ 2020 વચ્ચે તેમની પાસેથી 11 લાખ રૂપિયા ઉઘરાવવામાં આવ્યા હતા.

પરમબીર સિંહ પર વસૂલાતના ઘણા આરોપો છે

ફરિયાદીના જણાવ્યા મુજબ, પરમબીર સિંહ દરોડાનો ડર બતાવીને તેને દર મહિને રિકવરી ચૂકવવાનું કહેવામાં આવ્યું હતું. અગાઉ, પોલીસ ઇન્સ્પેક્ટર અનૂપ ડાંગે સહિત બિલ્ડર શ્યામ અગ્રવાલ પણ પરમબીર સિંહ પર વસૂલાતનો આરોપ લગાવી ચૂક્યા છે.

પરમબીર સિંહ વિરુધ્ધ ચાર ફરિયાદ દાખલ

મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ પર 100 કરોડ રૂપિયાની વસૂલાતનો આરોપ લગાવીને પરમબીર સિંહ પ્રસિદ્ધિમાં આવ્યા હતા. બાદમાં તેઓ વસુલાતનાં આરોપમાં ફસાઈ ગયા હતા. જ્યારે રાજ્ય સરકારે પરમબીર (Parambir Singh)સામે પગલાં લેવાનું શરૂ કર્યું ત્યારે તેઓ મુંબઈ છોડીને ચંદીગઢમાં (Chandigadh) તેમના નિવાસસ્થાને ગયા હતા.અને બાદમાં તબિયતનું કારણ આપીને રજા પર રહ્યા હતા અને છેલ્લા ચાર મહિનાથી રજા પર છે.

પાંચમી વખત સમન્સ મોકલવા છતા પરમબીર સિંહ હાજર ન થયા

EDએ અનિલ દેશમુખ સામે કાર્યવાહી કરી રહી છે,જેમાં તેમણે નાગપુર અને મુંબઈમાં દેશમુખના ઘરો અને અન્ય સ્થળો પર દરોડા પાડ્યા હતા. ઉપરાંત તેના પીએની પણ ધરપકડ કરવામાં આવી હતી. મની લોન્ડરિંગ કેસમાં દેશમુખ, તેમના પુત્ર અને તેમની પત્નીને ઇડી દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યા હતા. પરંતુ દેશમુખ (Deshmukh) પાંચમી વખત સમન્સ પાઠવવા છતાં પૂછપરછ માટે હાજર થયા ન હતા. જ્યારે ED અને CBI જેવી કેન્દ્રીય તપાસ એજન્સીઓએ દેશમુખ સામે કડક વલણ શરૂ કર્યુ ત્યારે રાજ્ય સરકારે પણ દેશમુખ પર આરોપ લગાવનાર પરમબીર સિંહ સામે પગલાં લેવાની તૈયારી દર્શાવી હતી.

આ પણ વાંચો: લોકશાહી અને બિનસાંપ્રદાયિકતામાં વિશ્વાસ કરનારાઓએ સાથે આવવું જોઈએ – સોનિયા ગાંધી સાથેની બેઠકમાં શરદ પવારે આપ્યું નિવેદન

આ પણ વાંચો:  Maharashtra: નારાયણ રાણેએ CM ઉદ્ધવ ઠાકરે પર તાક્યુ નિશાન- શિવસેનાના સાંસદો પણ પીએમ મોદીના આશીર્વાદથી ચૂંટાય છે’

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">