Mumbai : મહારાષ્ટ્ર વિધાનસભા સચિવાલયમાં બોંબની સૂચનાથી હડકંપ, તપાસ માટે પહોચી ટીમ, સુરક્ષા વધારાઈ

મહારાષ્ટ્ર વિધાનસભા સચિવાલય (Maharashtra Legislative Secretariat) માં બોંબ હોવાની માહિતી ફોનકોલ દ્વારા આપવામાં આવી હતી.

| Updated on: May 30, 2021 | 6:26 PM

Mumbai : મુંબઈ સ્થિત મહારાષ્ટ્ર વિધાનસભા સચિવાલય (Maharashtra Legislative Secretariat) માં બોંબ હોવાની સૂચના મળતા હડકંપ મચી ગયો છે. બોંબની સૂચના મળતા જ બોંબ ડીસ્પોઝલની ટીમ વિધાનસભા સચિવાલય પહોચી ગઈ હતી. બોંબ હોવાની સૂચના મળવાને પગલે વિધાનસભા સચિવાલય સહીત સરકારના વિવિધ વિભાગોની સુરક્ષા વધારવામાં આવી છે.

કંટ્રોલ રૂમમાં આવ્યો હતો ફોન
મહારાષ્ટ્ર વિધાનસભા સચિવાલય (Maharashtra Legislative Secretariat) માં બોંબ હોવાની માહિતી ફોનકોલ દ્વારા આપવામાં આવી હતી. આ ફોન વિધાનસભા સચિવાલય કંટ્રોલ રૂમમાં આવ્યો હતો. આ ફોનકોલમાં મહારાષ્ટ્ર વિધાનસભા સચિવાલયને બોંબથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. આ ફોન આવ્યા બાદ મુંબઈ પોલીશ અને પ્રશાસન સતર્ક થઇ ગયા હતા.

વિધાનસભા સચિવાલયની સુરક્ષા વધારાઈ
બોંબ હોવાની સૂચના મળવાને પગલે વિધાનસભા સચિવાલયની સુરક્ષા વધારવામાં આવી છે. મુંબઇ પોલીસના જણાવ્યા મુજબ પ્રારંભિક તપાસમાં આ માહિતી ખોટી હોવાનું જણાય છે. મુંબઈ પોલીસે (Mumbai Police) એ વધુ તપાસ હાથ ધરી છે. હજી સુધી કોઈ બોંબ કે અન્ય કોઇ વિસ્ફોટક સામગ્રી મળી નથી.

ઉલ્લેખનીય છે કે આ વર્ષની શરૂઆતમાં Mumbai માં ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નિવાસસ્થાન નજીક કારમાં વિસ્ફોટ મળ્યાની ઘટના સામે આવી છે. આ કેસમાં અત્યાર સુધીમાં અનેક ધરપકડ કરવામાં આવી છે. આ મામલો લાંબા સમયથી ચર્ચામાં રહ્યો હતો.

વિધાનસભા સચિવાલયમાં બે વાર આગની ઘટના
મહારાષ્ટ્ર વિધાનસભા સચિવાલય (Maharashtra Legislative Secretariat) માં બે વાર આગની ઘટના ઘટી ગઈ છે. 31 માર્ચ 2020 ના રોજ મંત્રાલયના ચોથા માળે આગ લાગી હતી. રાત્રે 8.30 વાગ્યાની આસપાસ લાગેલી આગને એક કલાકમાં કાબૂમાં લેવામાં આવી. આગને કારણે ચોથા માળે આવેલા શહેરી વિકાસ વિભાગના ઓરડામાં રાખેલ સામાન બળીને ખાખ થઈ ગયો હતો. આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નહોતી. આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું જણાવ્યું હતું. આ પહેલા પણ 12 માર્ચ 2018 ના રોજ સચિવાલયમાં આગને કારણે ઘણી ઓફિસો ખાખ થઈ ગઈ હતી.

આ પણ વાંચો : SBI એ બદલ્યો Cash Withdrawal નો નિયમ, હવે કોઈ પણ બ્રાંચથી ઉપાડી શકાશે આટલા રૂપિયા

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">