Mumbai Child Vaccination: આવતીકાલથી 15થી 18 વર્ષની વયના લોકો માટે એન્ટી કોરોના વેક્સીનેશન શરૂ, મહાનગરપાલિકાએ આ 9 કેન્દ્રોમાં કરી છે તૈયારીઓ
આ દરમિયાન, રવિવારે મુંબઈમાં 8 હજાર 63 કોરોના કેસ નોંધાયા છે. શનિવારે 6 હજાર 347 કેસ નોંધાયા હતા.રાહતની વાત એ છે કે રવિવારે મુંબઈમાં કોરોનાથી એક પણ મોત નોંધાયું નથી.
પીએમ નરેન્દ્ર મોદીની (PM Narendra Modi) જાહેરાત અનુસાર સોમવાર (3 જાન્યુઆરી)થી 15થી 18 વર્ષની વયના બાળકોનું રસીકરણ (vaccination) શરૂ થઈ રહ્યું છે. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)એ કોરોના સામેના રસીકરણ અભિયાનની (vaccination drive) તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. મુંબઈમાં 9 રસીકરણ કેન્દ્રો પર બાળકોને રસી આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
શરૂઆતમાં રસીકરણ માટે મુંબઈ મ્યુનિસિપલ શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને પ્રાથમિકતા આપવામાં આવશે. શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓ માટે રસીકરણ માટેનું આયોજન કરવામાં આવ્યું છે. આ વિદ્યાર્થીઓને અલગ-અલગ તબક્કામાં બસમાં બેસાડીને રસીકરણ કેન્દ્રો પર લાવવામાં આવશે. રસીકરણ પછી તેઓને શાળા સુધી બસ દ્વારા જ ઉતારવામાં આવશે.
રસીકરણ માટે વિદ્યાર્થીઓની ઓનલાઈન નોંધણીની સુવિધા
અન્ય ખાનગી શાળાઓના વિદ્યાર્થીઓ માટે પણ એન્ટી-કોરોના વાઈરસ રસીકરણની સુવિધા આપવામાં આવી છે. આ માટે તેમને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાની સલાહ આપવામાં આવી છે. આ સિવાય તેઓ તેમના ઘર નજીક આવેલા રસીકરણ કેન્દ્રમાં જઈને રસી લઈ શકે છે. આ સૂચના મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) દ્વારા આપવામાં આવી છે.
રસીકરણ કેન્દ્રો પર ભીડ ન વધારવા અપીલ
મુંબઈ મહાનગરપાલિકા વતી 15થી 18 વર્ષના યુવાનો માટે 9 રસીકરણ કેન્દ્રો પર વ્યવસ્થા કરવામાં આવી છે. રસીકરણ કેન્દ્રો પર ભીડ ન વધે તેની ખાસ તકેદારી રાખવામાં આવી છે. રસીનો ડોઝ આપ્યા બાદ સંબંધિત વિદ્યાર્થીઓને અડધો કલાક નિષ્ણાતોની દેખરેખ હેઠળ રાખવામાં આવશે.
જો વિદ્યાર્થીઓમાં કોઈ પ્રતિક્રિયા જોવા મળે તો તેની સારવાર માટે અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે. મુંબઈના આરોગ્ય વિભાગે આ માહિતી આપી છે. આ ઉપરાંત મુંબઈના 15થી 18 વર્ષના યુવાનોને મોટી સંખ્યામાં આગળ આવી રસીકરણ કરાવવા હાકલ કરવામાં આવી છે.
મુંબઈમાં રવિવારે 8,063 નવા કોરોના કેસ નોંધાયા હતા
આ દરમિયાન રવિવારે મુંબઈમાં 8,063 કોરોના કેસ નોંધાયા છે. શનિવારે 6,347 કેસ નોંધાયા હતા. રાહતની વાત એ છે કે રવિવારે મુંબઈમાં કોરોનાને કારણે એક પણ મોત થયું નથી. પરંતુ જે રીતે મુંબઈમાં ફરી એકવાર કોરોનાનું સંક્રમણ વધવા લાગ્યું છે તેનાથી આશંકા વધી ગઈ છે કે મુંબઈમાં કોરોનાની ત્રીજી લહેર દસ્તક આપી રહી છે.
આ પણ વાંચો : મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય, હવે તમામ સરકારી વાહનો હશે ઈલેક્ટ્રિક, પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરેએ કરી જાહેરાત