Mumbai Local : મોટી દુર્ઘટના ટળી ! ટ્રેન CSMT સ્ટેશન પર પાટા પરથી ઉતરી, હાર્બર લાઇન સેવા પ્રભાવિત

સીએસએમટીથી પનવેલ જતી મુંબઈ લોકલ ટ્રેન (Mumbai Local Train) પનવેલની દિશામાં જવાને બદલે પાછળની તરફ આવવા લાગી. જેના કારણે ટ્રેનનો એક ડબ્બો પાટા પરથી ઉતરી ગયો.

Mumbai Local : મોટી દુર્ઘટના ટળી ! ટ્રેન CSMT સ્ટેશન પર પાટા પરથી ઉતરી, હાર્બર લાઇન સેવા પ્રભાવિત
Mumbai Local Train Derailed At Csmt Station Image Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 26, 2022 | 1:55 PM

મુંબઈ લોકલ ટ્રેનને (Mumbai Local Train) લગતી મોટી દુર્ઘટના ટળી. આજે (મંગળવાર, 26 જુલાઈ) છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ પર એક ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. જેના કારણે નવી મુંબઈ તરફની હાર્બર લાઇનની સેવાઓને માઠી અસર થઈ હતી. હાલ હાર્બર લાઇનની સેવા યોગ્ય ટાઈમ ટેબલ મુજબ શરૂ કરવાના પ્રયાસો ચાલુ છે. સીએસએમટીથી પનવેલ જતી લોકલ પનવેલની દિશામાં જવાને બદલે પાછળની તરફ આવવા લાગી. જેના કારણે ટ્રેનનો એક ડબ્બો પાટા પરથી ઉતરી ગયો.

સીએસએમટી રેલવે સ્ટેશનના હાર્બર લાઇનના પ્લેટફોર્મ નંબર એક પર સવારે 9.40 વાગ્યે આ અકસ્માત થયો હતો. જેના કારણે હાર્બર લાઇન પર વાશી અને પનવેલ તરફ જતી ટ્રેન સેવા ખોરવાઈ ગઈ છે. હાલમાં પ્લેટફોર્મ નંબર બે આ દિશામાં બહાર પાડવામાં આવી રહ્યું છે. પરંતુ આ ટ્રેક પર પહેલેથી જ અન્ય દિશામાં જતી સેવાઓનું દબાણ છે. જેના કારણે મુંબઈ લોકલની હાર્બર લાઇન સેવાને માઠી અસર થઈ છે. જેના કારણે આ માર્ગ પર જતા મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

રેલવે પ્રશાસન દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ હાર્બર લાઇનની સેવા ફરીથી યોગ્ય રીતે શરૂ થવામાં બે થી ત્રણ કલાકનો સમય લાગશે. મધ્ય રેલવેના જનસંપર્ક અધિકારી શિવાજી સુતારે જણાવ્યું કે આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ નથી.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

નવી મુંબઈ જતી ટ્રેનોને અસર થઈ

આજે સવારે જ્યારે સીએસએમટીથી પનવેલ જતી લોકલ ટ્રેનને લીલી ઝંડી મળતાં તે આગળ જવાને બદલે ખાલી જગ્યા તરફ પાછળ જવા લાગી હતી. એટલે કે 12 કોચની આ લોકલ ટ્રેન સિગ્નલ મળતાં જ પનવેલની દિશામાં જવાને બદલે સીએસએમટી સ્ટેશન પર જ પાછળની તરફ જવા લાગી. જેના કારણે ટ્રેનનો એક ડબ્બો પાટા પરથી ઉતરી ગયો અને પ્લેટફોર્મ પરથી ખેંચાવા લાગ્યો. પરંતુ ત્યારબાદ રેલવે પ્રશાસનના ટેકનિકલ વિભાગના એન્જિનિયરો અને કર્મચારીઓએ પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી અને મોટી દુર્ઘટના ટળી હતી.

જેના કારણે હાર્બર લાઇનની સેવાને માઠી અસર થઇ છે. મધ્ય રેલવે દ્વારા સંચાલિત હાર્બર લાઇન સેવાઓ દક્ષિણ મુંબઈમાં CSMT ને નવી મુંબઈમાં વાશી, નેરુલ, બેલાપુર જેવા વિસ્તારો સાથે જોડે છે અને રાયગઢ જિલ્લામાં પનવેલ સુધી જાય છે.

Latest News Updates

રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
g clip-path="url(#clip0_868_265)">