Maharashtra: વોન્ટેડ ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહના મળ્યા સંકેત, શું ચંદીગઢમાં છે પરમબીર સિંહ?

|

Oct 23, 2021 | 5:44 PM

રાજ્ય સરકારે રચેલા ચાંદીવાલ કમિશનમાં સુનાવણી દરમિયાન તેમના વકીલે સોગંદનામું દાખલ કર્યું છે. જેમાં પરમબીર સિંહ ચંદીગઢમાં હોવાના કેટલાક સંકેત મળ્યા છે.

Maharashtra: વોન્ટેડ ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહના મળ્યા સંકેત, શું ચંદીગઢમાં છે પરમબીર સિંહ?
Parambir Singh (File Photo)

Follow us on

Maharashtra:  મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખ (Anil Deshmukh) પર 100 કરોડની ખંડણીનો આરોપ મુકનાર મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ (Parambir Singh) છેલ્લા ઘણા દિવસોથી ગુમ છે. તપાસ એજન્સીઓની સુનાવણી અને પૂછપરછ માટે કોર્ટમાં હાજર ન થવાના કારણે તેના ફરાર થવાની આશંકા સેવાઈ રહી છે. આ સંદર્ભમાં રાજ્ય સરકાર દ્વારા રચવામાં આવેલા ચાંદીવાલ કમિશનમાં સુનાવણી દરમિયાન તેમના વકીલે એફિડેવિટ રજુ કર્યુ છે. ત્યારે આ એફિડેવિટના આધારે કેટલાક સંકેતો મળી આવ્યા છે.

 

મની લોન્ડરિંગ કેસની તપાસ માટે ચાંદીવાલ કમિશનની રચના

પરમબીર સિંહ દ્વારા કરવામાં આવેલા કૌભાંડના (Money Laundering case) આરોપ બાદ તેમની સામે અનેક આરોપો લગાવવામાં આવ્યા હતા. આ સંદર્ભમાં નિવૃત્ત જજ જસ્ટિસ કૈલાશ ઉત્તમચંદ ચાંદીવાલ કમિશન સમક્ષ સુનાવણી ચાલી રહી છે. પરમબીરને કમિશન સમક્ષ હાજર થવા માટે વારંવાર બોલાવવામાં આવ્યો હતો, પરંતુ તે હાજર થયો ન હતો. તમને જણાવી દઈએ કે આ અગાઉ તે બિમારીને ટાંકીને વારંવાર પુછપરછ દરમિયાન ગેરહાજર રહેતો હતો.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

પરમબીર સિંહના મળ્યા સંકેત

ઉલ્લેખનીય છે કે CBI દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસમાં પણ તેઓ હાજર થયા નહોતા. ત્યારે પરમબીર સિંહના ગુમ થવા અંગેની ચર્ચાઓએ વેગ પકડ્યો છે. ત્યારે તેમના વકીલ ચંદ્રચૂડ સિંહે (Lawyer Chandrachud Singh) તાજેતરમાં સોગંદનામું રજૂ કર્યું છે. જેના પરથી સંકેત મળ્યા છે કે મુંબઈના ભૂતપુર્વ પોલીસ કમિશ્નર પરમબીર સિંહ ચંદીગઢમાં છે.

 

શું પરમબીર સિંહ ચંદીગઢમાં છે?

આ એફિડેવિટના કાગળોમાં સરનામું ચંદીગઢનું લખવામાં આવ્યુ છે. તેથી તેના ચંડીગઢમાં હોવાની શંકા વધુ મજબૂત બની છે. પરમબીર સિંહે મહેશ પંચાલના નામે પાવર ઑફર ઑફ એટર્ની (Power of Attorney) કરી છે. તેમણે કહ્યું છે કે તેમના બદલે માત્ર મહેશ પંચાલ જ સુનાવણી માટે હાજર રહેશે. પરમબીર સિંહે પોતાના પ્રતિજ્ઞા પત્રમાં લખ્યું છે કે તેમની પાસે પંચ સમક્ષ કહેવા માટે કંઈ નથી.

 

 

આ પણ વાંચો : NCBએ આર્યન ખાનના બેંક ખાતાઓની તપાસ શરૂ કરી, શું અનન્યા પાંડેના લેપટોપ-મોબાઈલની ફોરેન્સિક તપાસ થશે?

 

આ પણ વાંચો : Drug Case : પોતાના આઉટફિટને લઇને ટ્રોલ થઇ અનન્યા પાંડે, સોશિયલ મીડિયા પર શેયર થયા ફની મીમ્સ

Next Article