NCBએ આર્યન ખાનના બેંક ખાતાઓની તપાસ શરૂ કરી, શું અનન્યા પાંડેના લેપટોપ-મોબાઈલની ફોરેન્સિક તપાસ થશે?

બેંક ખાતાઓની તપાસ કરીને NCBએ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આર્યન ખાને ડ્રગ્સ ખરીદવા માટે તેના બેંક ખાતામાંથી પૈસા ખર્ચ્યા છે કે કેમ? ઉપરાંત અભિનેત્રી અનન્યા પાંડેના ઈલેક્ટ્રોનિક ગેજેટ્સને પણ ફોરેન્સિક લેબમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે.

NCBએ આર્યન ખાનના બેંક ખાતાઓની તપાસ શરૂ કરી, શું અનન્યા પાંડેના લેપટોપ-મોબાઈલની ફોરેન્સિક તપાસ થશે?
Ananya Panday & Aryan Khan (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 23, 2021 | 4:45 PM

Aryan Drugs Case: શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન સાથે સંકળાયેલા મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં (Mumbai Cruise Drugs case) રોજ કંઈક નવા ખુલાસા સામે આવી રહ્યા છે. મળતા અહેવાલો અનુસાર એનસીબીએ હવે આર્યન ખાનના બેંક ખાતાઓની તપાસ શરૂ કરી છે. આ બેંક ખાતાઓની તપાસ કરીને NCBએ શોધવાનો પ્રયાસ કરી રહ્યું છે કે આર્યન ખાને તેના કોઈપણ બેંક ખાતામાંથી ડ્રગ્સ ખરીદવા માટે નાણાં ખર્ચ્યા હતા કે કેમ?

શાહરૂખ ખાનની મેનેજર પૂજા ડડલાણી NCB ઓફિસ પહોંચી

તમને જણાવી દઈએ કે શનિવારે શાહરૂખ ખાનની મેનેજર પૂજા ડડલાણી NCB ઓફિસ પહોંચી હતી. સાથે તેના હાથમાં એક પરબિડીયું હતું. કહેવામાં આવી રહ્યું છે કે આ પરબિડીયામાં કેટલાક દસ્તાવેજો હતા જેને રજુ કરવા NCBએ આદેશ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે આર્યન ખાનની (Aryan Khan) જામીન અરજી પર મંગળવારે સુનાવણી થવાની છે. જ્યારે બીજી બાજુ NCB જામીન રોકવાની તૈયારી કરી રહ્યું છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

અનન્યા પાંડેના ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ તપાસ માટે ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવ્યા

આર્યન ડ્રગ્સ કેસમાં અનન્યા પાંડેનું નામ સામે આવતા NCBએ દરોડા પાડીને મોબાઈલ અને લેપટોપ જપ્ત કર્યા હતા. તેમજ સતત બે દિવસ સુધી અભિનેત્રીની પુછપરછ હાથ ધરી હતી, ઉપરાંત અનન્યાને સોમવારે પણ NCB ઓફિસ આવવા માટે આદેશ કરવામાં આવ્યા છે. ત્યારે હાલ અભિનેત્રીની મુશ્કેલી વધતી જોવા મળી રહી છે. હાલ અનન્યા પાંડેના (Ananya Panday) ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ NCBના અધિકારીઓ દ્વારા તપાસ માટે ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવ્યા છે.

આર્યન ખાનને ડ્રગ્સનું સેવન કરતા જોયો છે: અનન્યા પાંડે

સુત્રો તરફથી મળતી માહિતી અનુસાર અનન્યાએ એનસીબી અધિકારીઓ સમક્ષ કબૂલાત કરી છે કે તેણે આર્યન ખાનને ડ્રગ્સનું સેવન કરતા જોયો છે. આ સાથે તેણે જણાવ્યુ હતુ કે આર્યનને એક મિત્રએ ડ્રગ્સ મેળવવા માટે મદદ કરી હતી અને આ મિત્રએ તેના સ્ટાફ દ્વારા આર્યનને ડ્રગ્સ મોકલ્યું હતું. પરંતુ તેઓ જાણતા નથી કે તે કયા ડ્રગ્સ પેડલર (Drugs peddler) પાસેથી આ ડ્રગ્સ આવ્યુ હતુ.

મારી વોટ્સએપ ચેટનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો છે: આર્યન ખાન

બીજી તરફ આર્યનની જામીન અરજીમાં આર્યન ખાન વતી દાવો કરવામાં આવ્યો છે કે તેની વોટ્સએપ ચેટનો (WhatsApp chat) ખોટો અર્થ કાઢવામાં આવી રહ્યો છે. તેની વોટ્સએપ ચેટનો અર્થ એ નથી જે સમજવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો : કાકાએ તો ભારે કરી ! આર્યન ખાનની વધતી મુશ્કેલી વચ્ચે કાકાએ કહ્યુ ” હું આર્યનને જેલમાંથી છોડાવીશ” જુઓ Video

આ પણ વાંચો : BIG B નો ગજબનો ફેન ! આ વ્યક્તિએ પોતાની ગાડી બચ્ચનના ડાયલોગથી પેઈન્ટ કરી, આ ક્રેઝી ફેનને જોઈને અમિતાભ પણ દંગ રહી ગયા

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">