Mumbai: નાગપુરથી હૈદરાબાદ જઈ રહેલી એર એમ્બ્યુલન્સનું ઈમરજન્સી લેન્ડિંગ, પાઈલોટે કરાવ્યું બેલી લેન્ડિંગ, જુઓ વિડિયો

Pinak Shukla

|

Updated on: May 07, 2021 | 7:45 AM

Mumbai: મુંબઇ એરપોર્ટ પર ગત મોડી રાતે એક મોટી દુર્ઘટના ટળીનાગપુરથી હૈદરાબાદ જઇ રહેલી એર એમ્બ્યુલન્સ માં તકનીકી ખામી સર્જાતા મુંબઈ એરપોર્ટ પર જ ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું.

Mumbai: મુંબઇ એરપોર્ટ પર ગત મોડી રાતે એક મોટી દુર્ઘટના ટળીનાગપુરથી હૈદરાબાદ જઇ રહેલી એર એમ્બ્યુલન્સ માં તકનીકી ખામી સર્જાતા મુંબઈ એરપોર્ટ પર જ ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું. જેટ સર્વ એવિએશન સંચાલિત સી -90 વીટી-જેઆઈએલ વિમાનનું ગુરુવારે રાત્રે નાગપુરથી ટેકઓફ દરમિયાન એક પૈડું અલગ થઈને ગ્રાઉન્ડ પર જ પડી ગયું હતું.

પાયલોટે સમજદારીથી મુંબઇ એરપોર્ટ પર સફળતાપૂર્વક કટોકટી ઉતરાણ કર્યું હતું, જેમાં પાઇલટ્સે લેન્ડિંગ ગિયરનો ઉપયોગ કર્યા વિના ‘બેલી લેન્ડિંગ’ કરવાનો પ્રયાસ કર્યો હતો. વિમાનમાં એક દર્દી, ક્રૂના બે સભ્યો અને ડોક્ટર અને એક પેરામેડિક સમાવિષ્ટ મેડિકલ ટીમ હતી. બધાને સુરક્ષિત વિમાનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. હાલમાં દર્દીને મુંબઇની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

 

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati