કોરોનાના તાંડવ વચ્ચે મુંબઈ સતર્ક: એરપોર્ટ પર તમામ આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે લાગુ કર્યા કડક નિયમો, જાણો સમગ્ર વિગત

BMCના એક અધિકારીએ જણાવ્યું હતું કે, ગયા અઠવાડિયે જાહેર કરાયેલી નવી માર્ગદર્શિકા સોમવારથી અમલમાં આવી છે. આ આદેશમાં જણાવાયું છે કે, "તમામ આંતરરાષ્ટ્રીય મુસાફરોએ એરપોર્ટ પર જ રેપિડ RT-PCR ટેસ્ટ કરાવવો પડશે."

કોરોનાના તાંડવ વચ્ચે મુંબઈ સતર્ક: એરપોર્ટ પર તમામ આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે લાગુ કર્યા કડક નિયમો, જાણો સમગ્ર વિગત
Mumbai International Airport (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 05, 2022 | 11:30 AM

Mumbai Corona Alert : કોરોનાની બીજી લહેર બાદ ફરી એકવાર મુંબઈમાં કોરોના કેસમાં (Corona Case in Mumbai) ઉછાળો આવ્યો છે.ત્યારે વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને BMC દ્વારા કડક નિયમો કરવામાં આવ્યા છે.બોમ્બે મ્યુનિસિપલ કોર્પરેશન (Bombay Municipal Corporation) દ્વારા લાગુ કરાયેલા નવા નિયમો અનુસાર હવેથી એરપોર્ટ પર તમામ આંતરાષ્ટ્રીય મુસાફરોનુ RT-PCR ટેસ્ટ કરવામાં આવશે ઉપરાંત જો કોઈ વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવે છે તો તેને નિયત કરાયેલી હોસ્પિટલમાં જ ક્વોરોન્ટાઈન કરવામાં આવશે.

BMCના એક અધિકારીએ જણાવ્યું હતું કે, ગયા અઠવાડિયે જાહેર કરાયેલી નવી માર્ગદર્શિકા(Corona Guidelines)  સોમવારથી અમલમાં આવી છે. આ આદેશમાં જણાવાયું છે કે, “તમામ આંતરરાષ્ટ્રીય મુસાફરોએ એરપોર્ટ પર જ રેપિડ RT-PCR ટેસ્ટ કરાવવો પડશે.” ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોથી મુંબઈમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યુ છે જેને પગલે તંત્ર હાર સતર્ક જોવા મળી રહ્યુ છે.

રિપોર્ટ નેગેટિવ આવે છતા મુસાફરોને 7 દિવસ સુધી રહેવુ પડશે હોમ ક્વોરેન્ટાઇનમાં

તમને જણાવી દઈએ કે,અગાઉ RT-PCR ટેસ્ટ ફક્ત ‘જોખમવાળા દેશો’માંથી આવતા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ (International Passenger) માટે જ ફરજિયાત હતો. પરંતુ વધતા સંક્રમણને પગલે તમામ આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે આ નિયમો લાદવામાં આવ્યા છે.BMC અધિકારીએ જણાવ્યું હતુ કે, રેપિડ RT-PCR ટેસ્ટ કરવનાર મુસાફરનો રિપોર્ટ જો નેગેટિવ આવશે તો પણ તેણે 7 દિવસ સુધી ફરજિયાત હોમ ક્વોરોન્ટાઈનમાં રહેવુ પડશે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

પોઝિટિવ આવતા મુસાફરો માટે આ હોસ્પિટલોમાં વ્યવસ્થા કરવામાં આવશે

જ્યારે એરપોર્ટ પર RT-PCR રિપોર્ટ પોઝિટિવ આવેલા તમામ મુસાફરોને સેવન હિલ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે, જ્યારે એસિમ્પટમેટિક મુસાફરોને બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (BKC) અથવા કાંજુરમાર્ગ માં દાખલ કરવામાં આવશે. માર્ગદર્શિકા અનુસાર જો કોઈ કોરોના લક્ષણવાળા પેસેન્જર ખાનગી હોસ્પિટલ પસંદ કરે છે, તો તેને બોમ્બે હોસ્પિટલ અથવા બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં જ સારવાર લેવાની રહેશે.આમ, વધતા કોરોના અને નવા વેરિઅન્ટ ઓમિક્રોનને પગલે તંત્ર સતર્ક જોવા મળી રહ્યુ છે.

આ પણ વાંચો : Mumbai: કોર્ડેલિયા ક્રૂઝ ગોવાથી મુંબઈ પરત આવી, 66 સંક્રમિત લોકોને રિચાર્ડસન અને ક્રુડાસ કોવિડ કેર સેન્ટરમાં કરવામાં આવ્યા શિફ્ટ

g clip-path="url(#clip0_868_265)">