Maharashtra Mini Lockdown: શું હવે મહારાષ્ટ્રમાં પણ બંધ થશે દારૂની દુકાનો ? જાણો આરોગ્ય મંત્રીએ દારૂ પીનારાઓને કેવી લગાવી ફટકાર
મહારાષ્ટ્રમાં ઘણા વધુ નવા નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા છે. પરંતુ નવા મેન્યુઅલમાં મંદિરો અને ધાર્મિક સ્થળોનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. દારૂની દુકાનો (Wine Shop) નો પણ ઉલ્લેખ નથી.
Maharashtra Mini Lockdown: મહારાષ્ટ્ર (Maharashtra) માં વધી રહેલા કોરોના સંક્રમણ (Corona) ને જોતા રાજ્ય સરકારે શનિવારે નવા નિયમો જારી કર્યા છે. આ અંતર્ગત રવિવાર (9 જાન્યુઆરી) રાતથી રાજ્યમાં નવા કોરોના નિયમો અને નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા છે. આ અંતર્ગત 15 ફેબ્રુઆરી સુધી શાળા-કોલેજો બંધ કરી દેવામાં આવી છે. ઘણા વધુ નવા નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા છે. પરંતુ નવા મેન્યુઅલમાં મંદિરો અને ધાર્મિક સ્થળોનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. દારૂની દુકાનો (Wine Shop) નો પણ ઉલ્લેખ નથી.
આ અંગે રયત ક્રાંતિ સંગઠન સાથે જોડાયેલા ધારાસભ્ય સદાભાઉ ખોટે (Sadabhau Khot) રવિવારે ટોણો મારતા કહ્યું છે કે રાજ્યમાં ગ્લાસ ચાલુ છે અને ક્લાસ બંધ છે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ સરકાર દ્વારા દારૂ પરનો ટેક્સ ઓછો કરવામાં આવ્યો છે. વધી રહેલી ટીકાને જોતા રવિવારે રાજ્યના આરોગ્ય મંત્રી રાજેશ ટોપે (State Health Minister Rajesh Tope)નું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે જો ભીડ આમ જ વધતી રહેશે તો રાજ્યમાં મંદિરો પણ બંધ થઈ જશે અને દારૂની દુકાનો પણ બંધ થઈ જશે.
જો વધ્યું સંક્રમણ તો ‘ક્લાસ’ બંધ અને ભીડ વધી તો ‘ગ્લાસ’ બંધ જાલનામાં પત્રકારો સાથે વાત કરતા આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ જણાવ્યું હતું કે, “જ્યાં સુધી રાજ્યમાં ઓક્સિજનની માંગ 700 મેટ્રિક ટન સુધી ન પહોંચે અને હોસ્પિટલોમાં 40 ટકા પથારીઓ ન ભરાઈ જાય, ત્યાં સુધી એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરવામાં આવશે કે વધુ નવા પ્રતિબંધો લગાવવામાં ન આવે.” પરંતુ જો લોકોએ કોરોનાના નિયમો અને પ્રતિબંધોનું યોગ્ય રીતે પાલન ન કર્યું અને ભીડ આમ જ વધતી રહી તો દારૂની દુકાનો પણ બંધ કરવી પડશે.
જો કોરોના બંધ નહીં થાય તો મંદિરો પણ બંધ થઈ જશે રાજેશ ટોપેએ કહ્યું કે, જો ભીડ વધતી રહેશે તો દારૂની દુકાનો પણ બંધ કરવી પડશે. તે જ સમયે, જો ધાર્મિક સ્થળો પર ભીડ વધતી જોવા મળશે, તો તેના પર તબક્કાવાર નિર્ણય લેવામાં આવશે. તેથી, પ્રતિબંધોને વધુ કડક કરવાની જરૂર નથી. પરંતુ જો પરિસ્થિતિ વધુ બદલાશે તો નિર્ણયો પણ બદલાશે, કારણ કે જો ભીડ વધતી રહેશે તો કોરોનાને કાબૂમાં રાખવો મુશ્કેલ બનશે.