Mumbai: CM મમતા બેનર્જીએ સિદ્ધિવિનાયક મંદિરમાં કરી પુજા-અર્ચના, શહીદ તુકારામ મેમોરીયલ પર આપી શ્રદ્ધાંજલિ
મમતા બેનર્જી આજે તેમની મુલાકાત દરમિયાન શિવસેના પ્રમુખ અને રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને મળવાના હતા, પરંતુ સ્વાસ્થ્યપ્રદ કારણોસર આ બેઠક મોકૂફ રાખવામાં આવી છે.
પશ્ચિમ બંગાળ (West Bengal)ના મુખ્યમંત્રી મમતા બેનર્જી (Mamata Banerjee) બે દિવસીય પ્રવાસ માટે મંગળવારે સાંજે મુંબઈ પહોંચી ગયા છે. પ્રવાસની શરૂઆતમાં મમતા બેનર્જી મુંબઈ એરપોર્ટથી સીધા સિદ્ધિવિનાયક મંદિર (Siddhivinayak Temple) પહોંચ્યા હતા. સિદ્ધિવિનાયક મંદિરના દર્શન કર્યા બાદ મમતા બેનર્જીએ પ્રાર્થના કરી હતી. ત્યારબાદ શહીદ તુકારામ સ્મારકની મુલાકાત લઈને આતંકવાદી હુમલામાં શહીદ થયેલા પોલીસ જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી.
આ સાથે જ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મંગળવારે મહારાષ્ટ્રના પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરે અને શિવસેનાના સાંસદ સંજય રાઉત સાથે મુલાકાત કરી હતી. તેમની દિલ્હી મુલાકાત દરમિયાન મમતા બેનર્જીએ કહ્યું હતું કે તે 30 નવેમ્બરે મુંબઈની મુલાકાત લેશે અને તેઓ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વડા શરદ પવારને મળશે.
મમતા બેનર્જીએ પત્રકારોને કહ્યું હતું કે ‘હું 30 નવેમ્બરથી 1 ડિસેમ્બર વચ્ચે પોતાની મુંબઈની મુલાકાત દરમિયાન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારજીને મળીશ.’ પરંતુ સ્વાસ્થ્યના કારણોસર મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથેની બેઠક મોકૂફ રાખવામાં આવી છે. જણાવી દઈએ કે થોડા સમય પહેલા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની કરોડરજ્જુની સર્જરી કરવામાં આવી હતી.
પોલીસ મેમોરીયલ પર આપી શ્રદ્ધાંજલિ
West Bengal CM and TMC chief Mamata Banerjee pays tribute to Tukaram Omble Statue in Mumbai.
He was a Mumbai police officer who lost his life in the line of duty during the 2008 Mumbai attacks. pic.twitter.com/liU0ZKmWxg
— ANI (@ANI) November 30, 2021
સીએમ મમતા બેનર્જીએ સિદ્ધિવિનાયક મંદિરથી શહીદ તુકારામ સ્મારકની મુલાકાત લઈને આતંકવાદી હુમલામાં શહીદ થયેલા પોલીસ જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. તે મુંબઈ પોલીસ અધિકારી હતા, જેમણે 2008ના મુંબઈ હુમલા વખતે ફરજ દરમિયાન પોતાનો જીવ ગુમાવ્યો હતો.
સીએમ મમતા બેનર્જીએ કહ્યું કે જેઓ દેશ માટે બલિદાન આપે છે. તેમને આખો દેશ યાદ કરે છે. સીએમ મમતા બેનર્જીએ સીએમ ઉદ્ધવ ઠાકરેના ઝડપથી સ્વસ્થ થવાની કામના પણ કરી હતી. તેમણે કહ્યું કે તેમનું સ્વસ્થ થવું વધારે મહત્વપૂર્ણ છે. તેઓ ઉદ્ધવ ઠાકરેના ઘરે પણ જવા માંગતા હતા, પરંતુ ડોક્ટરે ના પાડી હતી. દરેક વ્યક્તિએ ડૉક્ટરની સલાહને અનુસરવી જોઈએ.
આવતીકાલે શરદ પવારને મળશે
Mumbai: West Bengal CM and TMC chief Mamata Banerjee visited Siddhivinayak Temple this evening. pic.twitter.com/Je6b5oEZsE
— ANI (@ANI) November 30, 2021
આવતીકાલે મમતા બેનર્જી એનસીપી પ્રમુખ શરદ પવાર સાથે પણ મુલાકાત કરી શકે છે. આ દરમિયાન બંને નેતાઓ ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરી શકે છે. આ સિવાય મમતા બેનર્જી 1 ડિસેમ્બરે મુંબઈમાં યોજાનારી યંગ પ્રેસિડેન્ટ્સ ઓર્ગેનાઈઝેશન (YPO) સમિટમાં પણ હાજરી આપશે. આ દરમિયાન તે ઉદ્યોગપતિઓ સાથે બેઠક કરશે અને પશ્ચિમ બંગાળમાં રોકાણ અંગે ચર્ચા કરશે. મમતા બેનર્જીએ કહ્યું કે મુંબઈ દેશની આર્થિક રાજધાની છે.
મમતા બેનર્જી બંગાળમાં રોકાણને આમંત્રણ આપશે
મમતા બેનર્જી બુધવારે મુંબઈમાં ઉદ્યોગપતિઓના એક કાર્યક્રમમાં હાજરી આપશે. બંગાળમાં એપ્રિલ મહિનામાં બંગાળ ગ્લોબલ બિઝનેસ સમિટ યોજાઈ રહી છે. BGBS માટે ઉદ્યોગપતિઓને પણ આમંત્રિત કરશે. મુંબઈ જતા પહેલા મમતા બેનર્જીએ કહ્યું હતું કે મુંબઈના ઘણા ઉદ્યોગપતિઓ બંગાળમાં રોકાણ કરી ચૂક્યા છે અને વધુ રોકાણ કરવા ઈચ્છે છે. આ પહેલા પણ તેઓ મુંબઈ જઈને ઉદ્યોગપતિઓને બંગાળમાં રોકાણ કરવા આમંત્રણ આપી ચૂક્યા છે. આ પ્રસંગે મમતા બેનર્જી અન્ય પ્રતિષ્ઠિત લોકોને મળી શકે છે. જેમાં સિવિક સોસાયટીના લોકોનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો : Vibrant Gujarat Summit 2022 : ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ ગુરૂવારે મુંબઇમાં વાયબ્રન્ટ સમિટ સંદર્ભમાં રોડ-શો યોજશે