Mumbai: રિફાઈનરીમાંથી શંકાસ્પદ કેમિકલ પાઉડર પડતો જોઈને મચી દહેશત, ફાયર વિભાગ-પોલીસ અને BMCએ સંભાળ્યો મોરચો

પોલીસ સ્ટેશનના વરિષ્ઠ નિરીક્ષક શ્રીહરિ ઘાવટેએ કહ્યું કે તે કોઈ ઝેરી પદાર્થ ન હતો. ઘટનાને પગલે પ્લાન્ટના અધિકારીઓને કામચલાઉ ધોરણે કામ બંધ કરવા અને સમસ્યાને ઠીક કરવા માટે કહેવામાં આવ્યું હતું. પોલીસ અધિકારીએ કહ્યું કે અમે ફેક્ટરી ઈન્સ્પેક્ટર અને કેમિકલ પોલ્યુશન કંટ્રોલરના રિપોર્ટની રાહ જોઈશું.

Mumbai: રિફાઈનરીમાંથી શંકાસ્પદ કેમિકલ પાઉડર પડતો જોઈને મચી દહેશત, ફાયર વિભાગ-પોલીસ અને BMCએ સંભાળ્યો મોરચો
Chemical Refinery (Indicative Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 19, 2021 | 5:36 PM

મુંબઈ (Mumbai)ના માહુલ ગામમાં રહેતા લોકોના ખોરાક અને વાહનો પર રિફાઈનરી (Refinery)  માંથી શંકાસ્પદ કેમિકલ પાવડર (Chemical Powder) પડ્યો હતો. જેના કારણે વિસ્તારના લોકોમાં ગભરાટ ફેલાયો હતો. ફાયર ઓફિસરે જણાવ્યું કે આ ઘટના શનિવારે રાત્રે લગભગ 11 વાગ્યાની આસપાસ બની હતી. આ ઘટના ત્યારે બની જ્યારે ઉપનગરીય ચેમ્બુરના માહુલ ગામમાં ગવાન પાડાના રહેવાસીઓ તેમના ઘરની બહાર તહેવારની ઉજવણી કરી રહ્યા હતા. અધિકારીએ કહ્યું કે ગામલોકોએ જોયું કે નજીકમાં આવેલી હિન્દુસ્તાન પેટ્રોલિયમ રિફાઈનરીના કેટલાક પાવડર તેમના ખોરાક અને વાહનો પર પડી રહ્યા છે.

ગામના રહેવાસીઓએ તાત્કાલિક સ્થાનિક પોલીસ અને ફાયર વિભાગને જાણ કરી હતી. અધિકારીએ જણાવ્યું કે ફાયર બ્રિગેડ, પોલીસ અને BMC ઘટનાસ્થળે પહોંચી ગયા અને તરત જ રિફાઈનરીના અધિકારીઓનો સંપર્ક કર્યો. પ્લાન્ટના અધિકારીઓને ત્યાં કામ રોકવા માટે કહેવામાં આવ્યું હતું.

IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા

રિપોર્ટના આધારે કાર્યવાહી કરવામાં આવશે

રવિવારે સવારે 1.30 વાગ્યા સુધી ફાયર બ્રિગેડ પોલીસ અને BMCના જવાનો આ વિસ્તારમાં હાજર હતા અને તેઓને કંઈપણ શંકાસ્પદ મળ્યું ન હતું. તેમણે કહ્યું કે શંકાસ્પદ રાસાયણિક પદાર્થ થોડા સમય પછી પોતાની મેળે પડતો બંધ થઈ ગયો. આરસીએફ પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર શ્રીહરિ ઘાવટેએ જણાવ્યું કે તે કોઈ ઝેરી પદાર્થ નથી.

ઘટનાને પગલે પ્લાન્ટના અધિકારીઓને કામચલાઉ ધોરણે કામ બંધ કરવા અને સમસ્યાને ઠીક કરવા માટે કહેવામાં આવ્યું હતું. પોલીસ અધિકારીએ કહ્યું કે અમે ફેક્ટરી ઈન્સ્પેક્ટર અને કેમિકલ પ્રદૂષણ નિયંત્રકના રિપોર્ટની રાહ જોઈશું અને જો જરૂર પડશે તો તેના આધારે કાર્યવાહી કરવામાં આવશે.

મહારાષ્ટ્રમાં હાલ ઓમીક્રોન વેરીઅન્ટને લઈને ચિંતા

નવી મુંબઈની એક શાળાના 16 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત મળી આવ્યા છે. તમામ વિદ્યાર્થીઓ ધોરણ 8 થી 11માં અભ્યાસ કરે છે. આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સંક્રમિત થયા બાદ વહીવટીતંત્રમાં ખળભળાટ મચી ગયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીના પિતા થોડા દિવસ પહેલા કતારથી ભારત પરત ફર્યા હતા.

સાવચેતીના ભાગરૂપે વિદેશથી પરત ફરેલા આ વ્યક્તિ સહિત તેના સમગ્ર પરિવારનો કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યો છે. આ ટેસ્ટમાં વ્યક્તિનો કોવિડ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો, પરંતુ તપાસમાં પુત્ર પોઝિટિવ આવ્યો છે. જે શાળામાં બાળક ભણતો હતો તે શાળાના લગભગ 650 વિદ્યાર્થીઓનો કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં 16 વિદ્યાર્થીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

આ પણ વાંચો :  ‘મુશ્કેલીમાં મલિક’ : સમીર વાનખેડેની બહેને નવાબ મલિક વિરુદ્ધ નોંધાવી ફોજદારી ફરિયાદ, માનહાનિ સહિતના લગાવ્યા ગંભીર આરોપ

અમદાવાદમાં નકલી IAS અધિકારીની ઓળખ આપી લાખોની ઠગાઈ
અમદાવાદમાં નકલી IAS અધિકારીની ઓળખ આપી લાખોની ઠગાઈ
પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડી! બોગસ તબીબ સામે શરૂ કરી
પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડી! બોગસ તબીબ સામે શરૂ કરી
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓના નામે ડિજિટલ એરેસ્ટ કરનાર 4 આરોપીની ધરપકડ
પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓના નામે ડિજિટલ એરેસ્ટ કરનાર 4 આરોપીની ધરપકડ
રાજકોટની 20 સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની ભારે અછત
રાજકોટની 20 સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની ભારે અછત
અમદાવાદના SG હાઈવે અને કલોલમાં હિટ એન્ડ રનની ઘટના, એકનું મોત
અમદાવાદના SG હાઈવે અને કલોલમાં હિટ એન્ડ રનની ઘટના, એકનું મોત
g clip-path="url(#clip0_868_265)">