AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank Strike Effect : બે દિવસની બેંક હડતાળમાં 38 લાખ ચેક અટવાયા,37 હજાર કરોડ રૂપિયાના પેમેન્ટમાં થયો વિલંબ

એક તરફ બેંકો બંધ હોવાના કારણે ડિપોઝીટ ઉપાડ, ચેક ક્લિયરિંગ અને લોન મંજૂર જેવી સેવાઓ સ્થગિત થવાને કારણે ગ્રાહકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તો બીજી તરફ વેપારીઓને પણ ભારે હાલાકી ભોગવવી પડી છે.

Bank Strike Effect  : બે દિવસની બેંક હડતાળમાં 38 લાખ ચેક અટવાયા,37 હજાર કરોડ રૂપિયાના પેમેન્ટમાં થયો વિલંબ
Bank Strike
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 18, 2021 | 4:21 PM
Share

Bank strike Loss: સરકારી બેંક કર્મચારીઓની બે દિવસીય હડતાળ(Bank strike) શુક્રવારે સમાપ્ત થઈ ગઈ છે પરંતુ આ બે દિવસની બેંક હડતાળમાં બેંકને લગતા કામકાજ સંપૂર્ણ ઠપ થઈ ગયા હતા. તમને જણાવી દઈએ કે બે દિવસની હડતાળ દરમિયાન માત્ર ચેક ક્લિયરન્સ ન મળવાને કારણે લગભગ 37 હજાર કરોડ રૂપિયાનું કામ અટકી ગયું છે.

સરકાર દ્વારા બેંકોના ખાનગીકરણ કરવાના નિર્ણયના વિરોધમાં જાહેર ક્ષેત્રની બેંકોના કર્મચારીઓ 16 અને 17 ડિસેમ્બરે બે દિવસની હડતાળ પર હતા. જેના કારણે બે દિવસમાં અંદાજે 38 લાખ ચેક અટવાઈ પડ્યા હતા અને તેનું પેમેન્ટ થઈ શક્યું નથી.

બે દિવસમાં 38 લાખ ચેક અટવાયા એક તરફ બેંકો બંધ હોવાના કારણે ડિપોઝીટ ઉપાડ, ચેક ક્લિયરિંગ અને લોન મંજૂર જેવી સેવાઓ સ્થગિત થવાને કારણે ગ્રાહકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તો બીજી તરફ વેપારીઓને પણ ભારે હાલાકી ભોગવવી પડી છે. એક અહેવાલ મુજબ આ હડતાળને કારણે લગભગ 38 લાખ ચેક અટવાઈ પડ્યા હતા અને બે દિવસમાં ક્લિયર થઈ શક્યા નહીં. ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઈઝ એસોસિએશન (AIBEA)ના જનરલ સેક્રેટરી સીએચ વેંકટચલમના જણાવ્યા અનુસાર, બે દિવસમાં 38 લાખ ચેક અટકવાના કારણે લગભગ 37 હજાર કરોડ રૂપિયાના ચેકની ચૂકવણી થઈ નથી.

ત્રણ શહેરોમાં ચેક ક્લિયરન્સ સેન્ટર છે હાલમાં દેશના ત્રણ શહેરો દિલ્હી, મુંબઈ અને ચેન્નાઈમાં ચેક ક્લિયરન્સ સેન્ટર છે. વંકટાચલમે દાવો કર્યો હતો કે ચેન્નાઈમાં લગભગ 10,600 કરોડ રૂપિયાના લગભગ 10 લાખ ચેક ક્લિયર થયા નથી. એ જ રીતે મુંબઈમાં 18 લાખ ચેક ક્લિયર થયા ન હતા, જે લગભગ 15,400 કરોડ રૂપિયાના હતા. તે જ સમયે, દિલ્હીમાં બે દિવસની હડતાળના કારણે 11 હજાર કરોડ રૂપિયાના લગભગ 11 લાખ ચેક ક્લિયર થઈ શક્યા નથી.

પ્રથમ દિવસથી જ દેખાઈ અસર વેંકટચલમના જણાવ્યા અનુસાર ગુરુવારે બેંક હડતાલના પ્રથમ દિવસે રૂ. 18,600 કરોડના 20.4 લાખ ચેકના વ્યવહારો થઈ શક્યા નથી. નોંધપાત્ર રીતે ભારતીય સ્ટેટ બેંક સહિત અન્ય જાહેર ક્ષેત્રની બેંકોએ પહેલાથી જ ગ્રાહકોને જાણ કરી હતી કે હડતાલને કારણે તેમની શાખાઓમાં સેવાઓ પ્રભાવિત થઈ શકે છે. જો કે HDFC બેંક, ICICI બેંક અને કોટક મહિન્દ્રા બેંક જેવી ખાનગી ક્ષેત્રની બેંકોમાં કામ સામાન્ય રીતે ચાલુ રહ્યું પરંતુ બેંક ચેક ક્લિયરિંગને અસર થઈ હતી.

બે દિવસની હડતાળ શા માટે હતી કર્મચારીઓ ચાલુ નાણાકીય વર્ષમાં વધુ બે જાહેર ક્ષેત્રની બેંકોનું ખાનગીકરણ કરવાના સરકારના નિર્ણય સામે હડતાળ પર હતા. સરકારે નાણાકીય વર્ષ 2021-22ના બજેટમાં જાહેર ક્ષેત્રની બે બેંકોના ખાનગીકરણની જાહેરાત કરી હતી.

આ પણ વાંચો :  Share Market : ઓમિક્રોનના ભયથી બજાર એક સપ્તાહમાં 3 ટકા તૂટ્યું, રોકાણકારોએ 5 દિવસમાં 8 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા

આ પણ વાંચો :  RBI ક્રિપ્ટોકરન્સી પર સંપૂર્ણ પ્રતિબંધની તરફેણમાં, RBIએ તેના સેન્ટ્રલ બોર્ડને આપી સૂચના

અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">