Mumbai: ‘બુલ્લી બાઈ’ કેસના મુખ્ય આરોપી અને ‘સુલી ડીલ્સ’ એપના ક્રિએટરની મુશ્કેલી વધી, 27 જાન્યુઆરી સુધી રહેશે પોલીસ કસ્ટડીમાં

મુંબઈ પોલીસના સાયબર સેલે આજે 'બુલ્લી બાઈ' એપના મુખ્ય આરોપી નીરજ બિશ્નોઈ અને 'સુલી ડીલ્સ' એપના નિર્માતા ઓમકારેશ્વર ઠાકુરને આજે બાંદ્રા કોર્ટમાં રજૂ કર્યા હતા.

Mumbai: 'બુલ્લી બાઈ' કેસના મુખ્ય આરોપી અને 'સુલી ડીલ્સ' એપના ક્રિએટરની મુશ્કેલી વધી, 27 જાન્યુઆરી સુધી રહેશે પોલીસ કસ્ટડીમાં
Both the accused were produced in the court by the Cyber Cell of Mumbai Police (indicative picture)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 20, 2022 | 8:52 PM

મુસ્લિમ મહિલાઓના ફોટાની હરાજી કરતી ‘બુલ્લી બાઈ’ એપના કેસમાં (Bulli Bai App Case) કોર્ટે આ કેસના મુખ્ય આરોપી નીરજ બિશ્નોઈ અને ‘સુલ્લી ડીલ્સ’ (Sulli Deals App) એપ બનાવનાર ઓમકારેશ્વર ઠાકુરને 27 જાન્યુઆરી સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. મુંબઈ પોલીસ સાયબર સેલે આજે તેમને બાંદ્રા કોર્ટમાં રજૂ કર્યા હતા. બુલ્લી બાઈ કેસના અન્ય બે આરોપી શ્વેતા સિંહ અને મયંક રાવત હાલમાં 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં છે. તાજેતરમાં જ મુંબઈ પોલીસના સાયબર સેલે ‘બુલ્લી બાઈ’ એપ કેસમાં અન્ય ત્રણ આરોપીઓની જામીન અરજીનો કોર્ટમાં વિરોધ કર્યો હતો. બુલ્લી બાય એપ કેસમાં આરોપી વિશાલ કુમાર ઝા, શ્વેતા સિંહ અને મયંક રાવતે જામીન અરજીનો વિરોધ કર્યો હતો.

સાયબર સેલે દાવો કર્યો હતો કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીઓ સુલ્લી ડીલ એપ સંબંધિત કેસમાં પણ સામેલ હતા. હાલ આરોપી શ્વેતા સિંહ અને મયંક 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. તે જ સમયે, આ કેસના મુખ્ય આરોપી નીરજ બિશ્નોઈને પણ 27 જાન્યુઆરી સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે.

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

મુખ્ય આરોપી નીરજ બિશ્નોઈની આસામમાંથી ધરપકડ કરવામાં આવી હતી

બુલ્લી બાઈ એપ કેસમાં અત્યાર સુધીમાં ચાર ધરપકડ કરવામાં આવી છે. તેમના નામ નીરજ બિશ્નોઈ, મયંક રાવત, વિશાલ ઝા અને 12મા ધોરણની વિદ્યાર્થીની શ્વેતા સિંહ છે. મયંક રાવત અને શ્વેતા સિંહની ઉત્તરાખંડમાંથી, 21 વર્ષીય એન્જિનિયર વિશાલ કુમાર ઝાની બેંગ્લોરથી અને નીરજ બિશ્નોઈની આસામમાંથી ધરપકડ કરવામાં આવી હતી. આ કેસના મુખ્ય આરોપી નીરજ બિશ્નોઈની દિલ્હી પોલીસે આસામમાંથી ધરપકડ કરી હતી. નીરજે જ પહેલું ટ્વિટર હેન્ડલ બનાવ્યું હતું.

શું છે મામલો ?

તમને જણાવી દઈએ કે, વર્ષના પહેલા દિવસે એટલે કે 1 જાન્યુઆરીએ એક મહિલા પત્રકારે બુલ્લી બાઈ એપ પર ‘ડીલ ઓફ ધ ડે’ તરીકે વેચાઈ રહેલી પોતાની તસવીર શેર કરી હતી. પત્રકારે ટ્વિટર પર કહ્યું કે આ ખૂબ જ દુઃખદ છે કે એક મુસ્લિમ મહિલા તરીકે તમારે તમારા નવા વર્ષની શરૂઆત આ ડર અને નફરત સાથે કરવી પડશે.

પક્ષના તમામ નેતાઓએ લઘુમતી સમુદાયની મહિલાઓની સાયબર સતામણીની નિંદા કરી છે અને ગુનેગારો સામે કડક પગલાં લેવાની માગ કરી છે. ઘણા લોકોએ આ માટે દક્ષિણપંથી તત્વોને જવાબદાર ઠેરવ્યા છે. એપ પર હરાજી માટે સેંકડો મુસ્લિમ મહિલાઓને લિસ્ટ કરવામાં આવી હતી, જેમના ફોટોગ્રાફ્સ પરવાનગી વિના લેવામાં આવ્યા હતા અને તેની સાથે છેડછાડ કરવામાં આવી હતી.

આ પણ વાંચો : Maharashtra: કાલીચરણ મહારાજની મુશ્કેલીઓ વધી, આ મામલે હવે થાણે પોલીસે કરી ધરપકડ

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">