Mumbai: કાંદિવલી પશ્ચિમમાં સેપ્ટિક ટેન્કમાં પડ્યા 3 સફાઈ કામદારો, શ્વાસ રૂંધાવાથી થયા મોત

|

Mar 11, 2022 | 11:47 AM

ત્રણ સફાઈ કામદારો જેઓ એકતા નગર, કાંદિવલી પશ્ચિમ, મુંબઈમાં જાહેર શૌચાલય સાફ કરવા ગયા હતા તેઓ સેપ્ટિક ટાંકીમાં પડી જવાથી ગૂંગળામણને કારણે મૃત્યુ પામ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે.

Mumbai: કાંદિવલી પશ્ચિમમાં સેપ્ટિક ટેન્કમાં પડ્યા 3 સફાઈ કામદારો, શ્વાસ રૂંધાવાથી થયા મોત
3 sanitation workers died of suffocation after falling into a septic tank in Kandivali West

Follow us on

ત્રણ સફાઈ કામદારો (Sanitation Workers) જેઓ એકતા નગર, કાંદિવલી પશ્ચિમ, મુંબઈમાં (Mumbai) જાહેર શૌચાલય સાફ કરવા ગયા હતા તેઓ સેપ્ટિક ટાંકીમાં પડી જવાથી ગૂંગળામણને કારણે મૃત્યુ પામ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. BMCએ જણાવ્યું કે, મુંબઈ ફાયર વિભાગે તેમને બહાર કાઢ્યા અને શતાબ્દી હોસ્પિટલમાં મોકલ્યો હતા. પરંતુ પહોંચતા જ તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. ભૂતપૂર્વ સ્થાનિક કોર્પોરેટર કમલેશ યાદવે જણાવ્યું કે, આ શૌચાલય ઝૂંપડપટ્ટીથી ઘેરાયેલું છે અને લોકો ફરિયાદ કરતા હતા કે સેપ્ટિક ટાંકીમાંથી દુર્ગંધ આવે છે. જાગરણના અહેવાલ મુજબ, સમુદાય-આધારિત સંસ્થામાંથી કોઈ વ્યક્તિ દ્વારા આ મુદ્દાની તપાસ કરવા માટે એક એજન્સીને બોલાવવામાં આવી હતી.

એજન્સીએ આ કામ માટે ત્રણ મજૂરોને મોકલ્યા હતા. તપાસ માટે એજન્સીને બોલાવી. એજન્સીએ ત્રણ કામદારોને મોકલ્યા, જેમણે ઢાંકણું ખોલ્યું અને એક કામદાર ચેક કરવા માટે નીચે નમ્યો અને લપસીને નીચે પડ્યો. તે જ સમયે અન્ય મજૂર તેની મદદ કરતા નીચે પડી ગયો હતો.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

અગાઉ પણ આવા અનેક અકસ્માતો થયા છે

2 માર્ચના રોજ મહારાષ્ટ્રના પુણેમાં કાલભોર ગામમાં સેપ્ટિક ટાંકી સાફ કરતી વખતે ચાર લોકો ગૂંગળામણથી મૃત્યુ પામ્યા હતા. આ ઘટના સવારે બની હતી. ફાયર ફાઈટરોએ સ્થળ પર પહોંચીને મદદ કરી હતી. 25 ફેબ્રુઆરીના રોજ, થાણે ભિવંડીમાં, એક જાહેર શૌચાલયની સેપ્ટિક ટાંકીમાં વિસ્ફોટ થયો હતો. આ અકસ્માતમાં 60 વર્ષીય વ્યક્તિનું મોત થયું હતું અને બે લોકો ઘાયલ થયા હતા. ફાયર ફાઈટરોએ કાટમાળમાં ફસાયેલા ઈજાગ્રસ્તોને બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલમાં મોકલ્યા હતા. અગ્નિશામકોએ માહિતી આપી હતી કે સેપ્ટિક ટેન્ક હાઈ પ્રેશર અને ગેસના કારણે ફાટી ગઈ હતી.

આ પણ વાંચો: Medical Education : મેડિકલ કોલેજમાં અડધી ફી સાથે કયો મેડિકલનો અભ્યાસ પૂરો કરી શકાય છે, જાણો શું કહે છે આરોગ્ય નિષ્ણાતો

આ પણ વાંચો: Rahul Gandhi Education: રાહુલ ગાંધી કેટલા ભણેલા છે? જાણો તેમની દેહરાદૂનથી હાર્વર્ડ યુનિવર્સિટી સુધીની સંપૂર્ણ વાત

Next Article