Maharashtra : આ વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા માટે ફી નહીં ચૂકવવી પડે, વિદ્યાર્થીઓ માટે શરૂ થઈ આ યોજના

|

Dec 03, 2021 | 5:32 PM

મહારાષ્ટ્રના શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડે ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી છે. તેણે પોતાના ટ્વિટર હેન્ડલ પર લખ્યું કે 'કોવિડ-19 રોગચાળાને કારણે જે બાળકોએ પોતાના માતા-પિતાને ગુમાવ્યા છે તેમના માટે આ અમારી તરફથી એક નાનું આશ્વાસન છે.

Maharashtra : આ વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા માટે ફી નહીં ચૂકવવી પડે, વિદ્યાર્થીઓ માટે શરૂ થઈ આ યોજના
Students - File Photo

Follow us on

મહારાષ્ટ્રના શિક્ષણ પ્રધાન વર્ષા ગાયકવાડે મહારાષ્ટ્ર બોર્ડની પરીક્ષાને (Maharashtra Board Exam 2022) લઈને એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. તેનાથી કેટલાક વિદ્યાર્થીઓને રાહત મળશે. મહારાષ્ટ્ર સરકાર એવા બાળકો પાસેથી બોર્ડની પરીક્ષા ફી વસૂલશે નહીં જેમણે કોરોના રોગચાળાને કારણે તેમના માતા-પિતા ગુમાવ્યા છે. રાજ્ય સરકાર (Maharashtra Govt) મહારાષ્ટ્ર બોર્ડના ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે આ યોજના શરૂ કરી છે.

મહારાષ્ટ્રના શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડે ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી છે. તેણે પોતાના ટ્વિટર હેન્ડલ પર લખ્યું કે ‘કોવિડ-19 રોગચાળાને કારણે જે બાળકોએ પોતાના માતા-પિતાને ગુમાવ્યા છે તેમના માટે આ અમારી તરફથી એક નાનું આશ્વાસન છે. તેઓએ મહારાષ્ટ્ર બોર્ડની પરીક્ષા 2021-22ની ફી ચૂકવવાની રહેશે નહીં. અમે જાણીએ છીએ કે તેઓએ પહેલેથી જ ઘણું સહન કર્યું છે. પરંતુ તેનું શિક્ષણ ચાલુ રહેવું જોઈએ.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

મહારાષ્ટ્ર એચ.એસ.સી. (Maharashtra HSC Exam 2022) અને એસ.એસ.સી. પરીક્ષાનું (Maharashtra SSC Exam 2022) સમયપત્રક મહારાષ્ટ્ર બોર્ડ દ્વારા જાન્યુઆરી 2022માં સત્તાવાર વેબસાઇટ mahahsscboard.in પર બહાર પાડવામાં આવશે. MSBSHSE 10મી અને 12મી બોર્ડ પરીક્ષાઓ સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેતા રહો.

મહારાષ્ટ્રમાં શાળાઓ ક્યારે ખુલશે
ડિસેમ્બરથી મહારાષ્ટ્રમાં જુનિયર વર્ગો માટે શાળાઓ ખુલવાની તૈયારીમાં હતી. રાજ્ય સરકારે આ માટે માર્ગદર્શિકા અને SOP પણ જાહેર કર્યા હતા. પરંતુ કોરોના વાયરસ ઓમિક્રોનના (Omicron) નવા સ્ટ્રેનના જોખમને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લાગુ કરવામાં આવ્યો ન હતો. મુંબઈ, પુણે જેવા શહેરોમાં શાળાઓ ખોલવાની તારીખ મોકૂફ રાખવામાં આવી હતી. આ અંગે આગળનો નિર્ણય 15 ડિસેમ્બર 2021ના રોજ લેવામાં આવશે.

10 નવેમ્બરથી 2 ડિસેમ્બરની વચ્ચે દક્ષિણ આફ્રિકાથી (South Africa) મુંબઈ આવેલા વધુ નવ મુસાફરો કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. જો કે, Omicron વેરિઅન્ટની હજુ સુધી પુષ્ટિ થઈ નથી. દક્ષિણ આફ્રિકાથી આવેલા તમામ 9 મુસાફરોમાં કોરોનાનું ઓમિક્રોન વેરિયન્ટની પુષ્ટિ કરવા માટે સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા છે. હાલ નવા વેરિયન્ટના જોખમને ધ્યાનમાં રાખીને, મુંબઈમાં અગાઉની જેમ ગાઈડલાઈન (Corona Guidelines) કડક કરવામાં આવી છે.

 

આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં ઓમિક્રોનની એન્ટ્રી ? દક્ષિણ આફ્રિકાથી મુંબઈ આવેલા નવ લોકો કોરોના સંક્રમિત

આ પણ વાંચો : પરમબીર સિંહ સસ્પેન્ડ : મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનરને ઝટકો, મહારાષ્ટ્ર સરકારે શિસ્તભંગની કાર્યવાહી શરૂ કરી

Next Article