બાળકીને ઘરમાં એકલી મૂકવી પડી ભારે, જે બન્યું એ જોઈને દરેક માતાએ શીખ લેવી જોઈએ – જુઓ Video
હાલમાં એક એવી ઘટના સામે આવી છે કે, જેને જોઈને દરેક માતાએ શીખ લેવી જોઈએ. વાત એમ છે કે, માતાએ પોતાની નાની દીકરીને ઘરમાં એકલી મૂકી અને મોટી દીકરીને સ્કૂલે મુકવા જતી રહી. હવે મમ્મીના ગયા પછી ઘરમાં શું થયું તે જોઈને તમે પણ ચોંકી જશો.
ઘરમાં નાના બાળકોને એકલા છોડી દેવું એ કેટલું જોખમભર્યું બની શકે છે એનું જાગતું ઉદાહરણ હાલ સામે આવ્યું છે. એક માતા માત્ર થોડાંક ક્ષણો માટે તેની નાની દીકરીને ઘરમાં એકલી મૂકીને બહાર ગઈ હતી. જો કે, એ થોડાંક ક્ષણોમાં જે બન્યું તે જોઈને દરેક માતાએ સમજી જવું કે નાના બાળકોને ઘરમાં એકલા મૂકી દેવામાં આવે તો તેનું શું પરિણામ આવશે.
આજે સવારે કાત્રજ, પુણેથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક માતા પોતાની મોટી દીકરીને સ્કૂલે મુકવા માટે થોડા સમય માટે ઘરમાંથી બહાર ગઈ હતી. આ દરમિયાન તેની ચાર વર્ષની નાની દીકરીને તેણે ઘરમાં એકલી મૂકી હતી.
હવે વાત એમ છે કે, ચાર વર્ષની આ નાની દીકરી રમતા રમતા બારી તરફ ગઈ અને ત્યાંથી લપસી જતા તે ધાર પર લટકતી રહી. જો કે, સદભાગ્યે ફાયર ફાઇટર યોગેશ ચૌહાણે બાળકીને બારી પર લટકતા જોઈ હતી.
Today morning, Katraj, Pune:
A mother had briefly stepped out to drop her elder daughter at school, leaving her 4-year-old daughter alone at home. The curious child crawled under an open window, slipped, and was left hanging onto the edge.
Off-duty firefighter Yogesh Chavan… pic.twitter.com/6jwae0Gy0V
— THE SKIN DOCTOR (@theskindoctor13) July 8, 2025
આ દ્રશ્ય જોયા બાદ યોગેશ ચૌહાણ તરત જ બાળકીના ઘર તરફ દોડી આવ્યો. ફાયર ફાઇટરે મદદ કરવા માટે દરવાજો તોડવાનો પ્રયત્ન કર્યો પણ એટલામાં જ બાળકીની માતા પાછી આવી ગઈ અને દરવાજો ખોલી દીધો.
જણાવી દઈએ કે, સમયસરની કાર્યવાહીથી છોકરીને સલામત બચાવી લેવામાં આવી હતી. આ ઘટના પરથી માતા-પિતાએ એક વાત ખાસ ધ્યાન રાખવી કે, નાના બાળકને ઘરમાં ક્યારેય એકલું ના મૂકવું. જો કોઈ કારણસર બાળકને એકલાં રાખવું પડે, તો ઘરના દરેક ખૂણે બારી-બારણાંની સલામતીનું પૂરતું ધ્યાન રાખવું જોઈએ.
