કોઈપણ સંજોગોમાં ધર્મ ન છોડો, જાતિ ભગવાને નહીં પરંતુ પંડિતોએ બનાવી: મોહન ભાગવત

TV9 GUJARATI

|

Updated on: Feb 05, 2023 | 9:55 PM

મોહન ભાગવતે (Mohan Bhagwat) કહ્યું કે સમાજમાં વિભાજનનો ફાયદો અન્ય લોકોએ લીધો છે. બહારના લોકોએ ફાયદો ઉઠાવીને આક્રમણ કર્યું છે. આજે દુનિયામાં ભારતને સન્માનની નજરે જોવામાં આવી રહ્યું છે.

કોઈપણ સંજોગોમાં ધર્મ ન છોડો, જાતિ ભગવાને નહીં પરંતુ પંડિતોએ બનાવી: મોહન ભાગવત
Mohan Bhagwat

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RRS)ના સરસંઘચાલક મોહન ભાગવતે જાતિને લઈને મુંબઈમાં મોટું નિવેદન આપ્યું છે. સંઘ પ્રમુખે કહ્યું, અમારા સમાજના વિભાજનનો ફાયદો અન્ય લોકોએ લીધો છે. શું હિન્દુ સમાજ દેશમાં નષ્ટ થવાનો ભય જોવા મળી રહ્યો છે? ભગવાન હંમેશા કહે છે કે મારા માટે બધા એક છે. તેમની વચ્ચે કોઈ જાતિ, વર્ણ નથી, પરંતુ પંડિતોએ બનાવેલી શ્રેણી ખોટી હતી. દેશમાં વિવેક અને ચેતના બધા એક છે. એમાં કોઈ અંતર નથી. ફક્ત મત અલગ અલગ છે.

જાતિ ભગવાને નહીં પણ પંડિતોએ બનાવી છે. ભગવાન બધા માટે એક છે. પંડિતોએ જે શ્રેણી બનાવેલી તે ખોટી હતી. આ સાથે જ મોહન ભાગવતે કહ્યું કે, બહારના લોકોએ ફાયદો ઉઠાવીને દેશ પર આક્રમણ કર્યું છે. આજે દુનિયામાં ભારતને સન્માનની નજરે જોવામાં આવી રહ્યું છે. કોઈપણ સંજોગોમાં ધર્મ ન છોડો. અમે ધર્મ બદલવાનો પ્રયાસ કર્યો નથી. ધર્મ બદલાય તો છોડી દો. આ વાત બાબા સાહેબ ભીમરાવ આંબેડકરે કહી છે. તેમને પરિસ્થિતિને કેવી રીતે બદલવી તે જણાવ્યું છે.

ધર્મ અનુસાર જ કરો કર્મ

મુંબઈના કાર્યક્રમમાં બોલતા તેમને કહ્યું કે સંત રોહિદાસ, તુલસીદાસ, કબીર, સુરદાસ કરતાં ઉચ્ચ હતા. તેથી જ સંત શિરોમણી હતા. સંત રોહિદાસ વાદવિવાદમાં બ્રાહ્મણો પર જીત મેળવી શક્યા ન હતા, પરંતુ તેમને લોકોના મનને સ્પર્શી લીધું અને તેમને વિશ્વાસ અપાવ્યો કે ભગવાન છે.

પહેલા સત્ય, કરુણા, અંતર પવિત્ર, સતત પરિશ્રમ અને ચેષ્ટા આ 4 મંત્ર સંત રોહિદાસે સમાજને આપ્યા હતા. સંત રોહિદાસે કહ્યું છે કે ધર્મ અનુસાર કર્મ કરો. સમગ્ર સમાજને જોડો, સમાજની પ્રગતિ માટે કામ કરો. આ ધર્મ છે. તેમને આ વાત કહી. માત્ર પોતાના વિશે વિચારીને પેટ ભરવું એ જ ધર્મ નથી.

આ પણ વાંચો : Mumbai News: ભારતને ઈસ્લામિક રાષ્ટ્ર બનાવવાની યોજના ! PFI આરોપીની મુંબઈમાંથી ધરપકડ, વાંચો શું છે ‘ઓપરેશન બુકલેટ’?

ભારતને જ્ઞાનવાન લોકોનો દેશ બનાવીશું

તમને જણાવી દઈએ કે આ પહેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે ગણતંત્ર દિવસ પર બોલતા કહ્યું હતું કે એક ગણરાજ્ય તરીકે આપણે આપણા દેશને જ્ઞાનવાન લોકોનો દેશ બનાવીશું. ત્યાગી લોકોનો દેશ અને દુનિયાના હિતમાં સતત કર્મશીલ રહેનાર લોકોનો દેશ બનાવીશું. અમે અમારા સાર્વભૌમ પ્રભુસત્તાના પ્રતીક તરીકે ઉત્સાહ, આનંદ અને અભિમાન સાથે ત્રિરંગો ફરકાવીએ છીએ. ત્રિરંગામાં જ આપણું લક્ષ્ય છે, આપણે ભારત તરીકે તેને દુનિયામાં મોટું બનાવવાનું છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati