Karnataka Election Result: ‘કર્ણાટકમાં કોંગ્રેસની જીત ઝાંખી, મહારાષ્ટ્ર અને દેશ હજુ બાકી’, સંજય રાઉતે કહ્યું ‘મોદી લહેર હવે ખત્મ’

Karnataka Election Result: સાંસદ સંજય રાઉતે કહ્યું કે કર્ણાટકે દેશમાં નફરતના બજારોને બંધ કરવાના દરવાજા ખોલી દીધા છે. કર્ણાટકની જનતાએ બતાવ્યું છે કે સરમુખત્યારને કેવી રીતે હરાવી શકાય છે.

Karnataka Election Result: 'કર્ણાટકમાં કોંગ્રેસની જીત ઝાંખી, મહારાષ્ટ્ર અને દેશ હજુ બાકી', સંજય રાઉતે કહ્યું 'મોદી લહેર હવે ખત્મ'
Sanjay Raut
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 14, 2023 | 4:15 PM

કર્ણાટકમાં કોંગ્રેસની જીત પર કોંગ્રેસ કરતા વિરોધ પક્ષો વધુ ખુશ છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ બાદ હવે શિવસેનાના (Shivsena) ઉદ્ધવ જૂથના રાજ્યસભા સાંસદ સંજય રાઉતે ભાજપ પર નિશાન સાધ્યું છે. સંજય રાઉતે (Sanjay Raut) કહ્યું કે તમે લોકો હવે રાહ જુઓ. ભાજપને વધુ ને વધુ આંચકા મળવાના છે. સંજય રાઉતે કહ્યું, “કર્ણાટકમાં કોંગ્રેસની જીત માત્ર એક ઝાંખી છે, મહારાષ્ટ્ર અને દેશ બાકી છે.”

સાંસદ સંજય રાઉતે કહ્યું કે કર્ણાટકે દેશમાં નફરતના બજારોને બંધ કરવાના દરવાજા ખોલી દીધા છે. કર્ણાટકની જનતાએ બતાવ્યું છે કે સરમુખત્યારને કેવી રીતે હરાવી શકાય છે. અમે કર્ણાટકના લોકોનો આભાર માન્યો છે. સંજય રાઉતે કહ્યું કે બજરંગબલીએ કર્ણાટકમાં પ્રચારમાં ચોક્કસ ભાગ લીધો છે, પરંતુ તેમનું અભિયાન જનતા સાથે રહ્યું.

સંજય રાઉતે કહ્યું કે કોંગ્રેસ જીતી ગઈ, મતલબ કે બજરંગબલી ભાજપ સાથે નહીં, કોંગ્રેસ સાથે હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રચારમાં બજરંગબલીને લઈને આવ્યા હતા. આપણા દેશના ગૃહમંત્રી અમિત શાહ કહેતા હતા કે કર્ણાટકમાં ભાજપ હારશે તો રમખાણો થશે, પરંતુ જીત બાદ કર્ણાટક સંપૂર્ણપણે શાંત છે અને ઉજવણી કરી રહ્યું છે. શું દેશના ગૃહમંત્રી અમિત શાહ આપી રહ્યા હતા ધમકી? સંજય રાઉતે કહ્યું કે ભાજપના દિગ્ગજ નેતાઓ ત્યાં ધામા નાખતા હતા, પરંતુ જનતાના જનાદેશે તમને ઝુકાવી દીધા.

IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા

આ પણ વાંચો: Breaking News: IPS પ્રવીણ સૂદ બન્યા CBIના નવા ડિરેક્ટર, સુબોધ કુમાર જયસ્વાલનું લેશે સ્થાન

2024માં યોજાનારી ચૂંટણી માટે તૈયાર

સંજય રાઉતે કહ્યું કે 2024ની લોકસભાની અમારી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને આજે મહારાષ્ટ્રમાં શરદ પવારના નેતૃત્વમાં બેઠક બોલાવવામાં આવી છે. અમે આ બેઠકમાં 2024 વિશે ચર્ચા કરીશું. અમે ચૂંટણીની તૈયારી કરીશું. સંજય રાઉતે કહ્યું કે દેશમાંથી મોદી લહેર ખતમ થઈ રહી છે. દેશભરમાં એક નવી લહેર દોડવા જઈ રહી છે અને તે લહેર આપણી હશે.

શિંદે જૂથના ધારાસભ્ય અને મંત્રીઓ ઉદય સામંત અને સંજય શિરસાટે અમારી સહયોગી ચેનલ TV9 ભારતવર્ષને જણાવ્યું હતું કે NCP, કોંગ્રેસ અને ઉદ્ધવ જૂથના ધારાસભ્યો અમારા સંપર્કમાં છે. આ સવાલના જવાબમાં સંજય રાઉતે કહ્યું કે ચાલો જોઈએ કે કેટલા લોકો તેમના સંપર્કમાં છે. જેટલા લોકો આવે તેટલા લો. કેટલા લોકો તમારો સાથ છોડશે, તે આવનારા દિવસોમાં સમજાશે. તેઓ કોને ધમકી આપી રહ્યા છે? આ બધા ભ્રષ્ટ લોકો છે. મહારાષ્ટ્રને ભ્રષ્ટ બનાવી દેવામાં આવ્યું છે. મહારાષ્ટ્રને લૂંટવાનું કામ ભાજપ કરી રહી છે. તેઓ માત્ર મોટી વાતો કરે છે.

મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડી! બોગસ તબીબ સામે શરૂ કરી
પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડી! બોગસ તબીબ સામે શરૂ કરી
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓના નામે ડિજિટલ એરેસ્ટ કરનાર 4 આરોપીની ધરપકડ
પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓના નામે ડિજિટલ એરેસ્ટ કરનાર 4 આરોપીની ધરપકડ
રાજકોટની 20 સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની ભારે અછત
રાજકોટની 20 સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની ભારે અછત
અમદાવાદના SG હાઈવે અને કલોલમાં હિટ એન્ડ રનની ઘટના, એકનું મોત
અમદાવાદના SG હાઈવે અને કલોલમાં હિટ એન્ડ રનની ઘટના, એકનું મોત
રાજ્યમાં ઠંડીને લઈને હવામાન વિભાગની આગાહી, ઠંડીમાં થશે આંશિક ઘટાડો
રાજ્યમાં ઠંડીને લઈને હવામાન વિભાગની આગાહી, ઠંડીમાં થશે આંશિક ઘટાડો
g clip-path="url(#clip0_868_265)">