Maharashtra : ભિવંડીના બંધ કાપડના કારખાનામાં ભીષણ આગ, કરોડોની સંપત્તિ બળીને ખાખ
ભિવંડીના કાઝી કમ્પાઉન્ડમાં ભીષણ આગ લાગતા કરોડોની સંપત્તિ બળીને ખાખ થઈ ગઈ હતી.
મહારાષ્ટ્રના થાણેના ભિવંડી વિસ્તારના કાઝી કમ્પાઉન્ડમાં (Kazi compound) બંધ કાપડના કારખાનામાં રવિવારે રાત્રે આગ લાગી હતી. આગમાં કરોડોની સંપત્તિ બળીને ખાખ થઈ ગઈ હતી. આગની જાણ થતાં જ અનેક ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આગ કયા કારણોસર લાગી તે અંગે હજુ સ્પષ્ટપણે કંઈ જાણવા મળ્યું નથી. આ અકસ્માતમાં હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી.
#WATCH| Maharashtra: Property worth crores gutted in a massive fire that broke out in a closed cloth factory last night in Kazi compound, Bhiwandi. Cause behind fire not yet clear; fire brigades reached the spot at earliest. No casualties reported yet: Thane Municipal Corporation pic.twitter.com/GasV8QPYO7
— ANI (@ANI) January 17, 2022
ઉલ્લેખનીય છે કે, ગયા અઠવાડિયે થાણેના ભિવંડી વિસ્તારમાં સ્થિત એક ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. આ અકસ્માતમાં ત્રણ લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. આગ એટલી ગંભીર હતી કે તેને કાબૂમાં લેવા માટે પાંચ ફાયર ટેન્ડર ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે ભિવંડી થાણેનો ગીચ વસ્તી ધરાવતો વિસ્તાર છે, અહીં મોટી સંખ્યામાં ગોડાઉન છે.
28 નવેમ્બર, 2021 ના રોજ, થાણેને અડીને આવેલા ભિવંડી વિસ્તારમાં લગ્ન સમારોહ દરમિયાન આગ ફાટી નીકળી હતી. આગ વધુ ફેલાય તે પહેલા મહેમાનોને બહાર કાઢી લેવામાં આવ્યા હતા. આગના કારણે ગભરાટનો માહોલ સર્જાયો હતો. આ ઘટના ભિવંડી સ્થિત મોહમ્મદ અલી વેડિંગ હોલની છે, જે તૈયબ મસ્જિદ વિસ્તારની સામે સ્થિત છે. આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અહીં પણ કોઈ જાનહાનિના અહેવાલ નથી. રસોઈ બનાવતી વખતે આગ લાગી હતી.