પૂણેમાં હાફુસ કેરીની એન્ટ્રી : હરાજીમાં 31,000માં વેચાયુ એક કેરેટ, છેલ્લા 50 વર્ષોમાં સૌથી મોંઘી ખરીદીનો દાવો

|

Feb 12, 2022 | 4:33 PM

હાફુસ કેરીનો ભાવ ભલે ચોંકાવનારો હોય, પરંતુ લોકોનું તેના પ્રત્યેનું આકર્ષણ પણ ખુબ છે. બજારમાં થયેલી હરાજી દરમિયાન હાફુસ કેરીની એક ટોપલી 31,000 રૂપિયાની ભારે કિંમતમાં વેચાઈ હતી.

પૂણેમાં હાફુસ કેરીની એન્ટ્રી : હરાજીમાં 31,000માં વેચાયુ એક કેરેટ, છેલ્લા 50 વર્ષોમાં સૌથી મોંઘી ખરીદીનો દાવો
Mangoes (File Photo)

Follow us on

Maharashtra : મહારાષ્ટ્રના હાફૂસ કેરીના (Mango) શોખીન માટે ખૂબ જ સારા સમાચાર છે. માહિતી અનુસાર પુણે જિલ્લાના (Pune District) એક બજાર વિસ્તારમાં હાફૂસ કેરીની એન્ટ્રી થઈ ચૂકી છે. જો કે, આ વખતે કોરોના મહામારી અને અન્ય સમસ્યાઓને કારણે કેરીના ભાવ આસમાને પહોંચી ગયા છે. અહેવાલો અનુસાર પૂણેના એક બજારમાં હરાજી દરમિયાન હાફૂસ કેરીની ટોપલી 31,000 રૂપિયામાં વેચાઈ હતી અને આ સાથે વેપારીએ દાવો કર્યો હતો કે તે 50 વર્ષમાં “સૌથી મોંઘી” ખરીદી હતી. જો કે, બજારમાં કેરીઓ આવવાની શરૂઆત થતાં જ ફળોની ટોપલીઓને ફૂલોના હાર પહેરાવીને વધાવવામાં આવ્યા હતા, ઉપરાંત કેરીની સિઝનમાં (Mango Season) સારો ધંધો થાય તે માટે વેપારીઓ પ્રાર્થના કરતા પણ જોવા મળ્યા હતા.

એક હરાજીનું આયોજન કરવામાં આવ્યુ

ઉલ્લેખનીય છે કે, દેવગઢ રત્નાગિરીથી પ્રખ્યાત હાફુસ કેરીનું પહેલું બોક્સ શુક્રવારે પુણેના APMC માર્કેટમાં આવ્યુ હતુ. આ દરમિયાન APMC માર્કેટના વેપારી યુવરાજ કાચીએ જણાવ્યુ હતુંકે, ‘આ સીઝનની પ્રથમ શરૂઆતની કેરીઓ છે. દર વર્ષે આ વહેલી કેરીની એક ધાર્મિક વિધિ તરીકે હરાજી કરવામાં આવે છે કારણ કે તે આગામી બે મહિના માટે વ્યવસાયનું ભાવિ નક્કી કરે છે.’

તમને જણાવી દઈએ કે, કેરીની આ ટોપલી ખરીદવા માટે એક હરાજીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 5,000 રૂપિયાથી 31,000 રૂપિયા સુધીની બોલી લાગી હતી. વેપારીએ જણાવ્યુ કે પૂણેના બજારમાં આવતી કેરીની પ્રથમ બોલી 18,000, બીજી 21,000, ત્રીજી 22,500 અને ચોથી 31,000ની હતી.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

છેલ્લા 50 વર્ષમાં સૌથી વધુ બોલી લાગી

કેરીના વેપારી યુવરાજ કાચીનું કહેવું છે કે પૂણેના બજારમાં આ પાંચમો કેરેટ છે જેની હરાજી કરવામાં આવી હતી. આ દરમિયાન હરાજી દરમિયાન તેને બજારમાં 31,000 રૂપિયામાં વેચવામાં આવી હતી. જેની છેલ્લા 50 વર્ષમાં પુણેના માર્કેટમાં લાગેલી સૌથી વધુ બોલી છે. વેપારીએ જણાવ્યું હતુ કે, કોરોનાને કારણે વ્યવસાય ઠપ હતો અને વેપારીઓને ઘણુ નુકસાન થયુ હતુ. પરંતુ હવે સ્થિતિ સામાન્ય થઈ રહી છે, તેથી અમે શક્ય તેટલી વહેલી તકે વ્યવસાય ફરી શરૂ કરવા માંગીએ છીએ, તેથી જ અમે આ દરે કેરી ખરીદી છે.

 

આ પણ વાંચો : Maharashtra: મહિનાના અંત સુધીમાં મહારાષ્ટ્ર થશે સંપૂર્ણ અનલોક, નાયબ મુખ્યપ્રધાને આપ્યા આ સંકેત

Published On - 4:32 pm, Sat, 12 February 22

Next Article