કેરીના રસીકો માટે ખરાબ સમાચાર, આ વર્ષે વાતાવરણે બગાડી કેરીની મજા

વલસાડ જિલ્લામાં કેરીની ખેતી કરતા ખેડૂતો ઉપર ફરી વાર આફત તોળાઈ રહી છે. છેલ્લા અઠવાડિયાથી વાતાવરણમાં પલટાની સાથે ગઈકાલે કપરાડામાં વરસાદ.

  • tv9 webdesk39
  • Published On - 16:45 PM, 19 Feb 2021
Bad news for mango enthusiasts, last year Corona spoiled the atmosphere this year.

વલસાડ જિલ્લામાં કેરીની ખેતી કરતા ખેડૂતો ઉપર ફરીવાર આફત તોળાઈ રહી છે. છેલ્લા અઠવાડિયાથી વાતાવરણમાં પલટાની સાથે ગઈકાલે કપરાડામાં વરસાદ અને કરા પડતા ઝાડ ઉપર લાગેલા કેરીના મોર બગડી રહ્યા છે. તેવામાં આ વર્ષે પણ કેરીની મજા બગડવાની ભીતી ઉભી થઇ રહી છે.

કેરી માટે જાણીતા વલસાડ જિલ્લામાં છેલ્લા કેટલાક વર્ષોથી કેરીના પાકને નુક્શાન થઇ રહ્યુ છે. આમ તો વલસાડી હાફૂસની વિદેશમાં જબરદસ્ત માંગ હોવાથી અહીંના ખેડૂતો કેરી એક્સપોર્ટ કરીને તગડી કમાણી કરતા હતા. જોકે છેલ્લા ઘણા વર્ષોથી કેરીના પાક માટે અનુકૂળ વાતાવરણના અભાવે કેરી પકવતા ખેડૂતો નુકસાનીનો સામનો કરી રહ્યા છે.આ વર્ષે ઠંડી સારી પડી હતી અને ઝાડ ઉપર મબલખ મોર હતા. જોકે જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં પલટાના કારણે મોર ખરી પડતા કેરીના પાકને નુકસાન થઇ રહ્યું છે.

છેલ્લા કેટલાક વર્ષોથી કેરીના પાકને અસર થઇ રહી છે. કેરીનો પાક સારો અને મબલખ ઉતરે એ માટે ખેડૂતો ભારે મહેનત કરતા હોય છે. સમયસર પાણીથી માંડીને દવા-ખાતરનો નિયમીત ઉપયોગ કરીને દિવસ રાત મહેનત કરતા હોય છે. પરંતુ છેલ્લા સમયે વાતાવરણ ખેડૂતોને દગો દેતા તેમની કમાણીની આશા ઉપર પાણી ફરી વળે છે. ગત વર્ષે કેરીનો પાક સારો ઉતાર્યો હતો. તો કોરોનાએ તેમની આશા ઉપર પાણી ફેરવી દીધું હતું. તો આ વર્ષે વાતાવરણના પલટાએ ફરીથી ખેડૂતોની આંખોમાં આસુ લાવી દીધા છે અને નફો તો દૂર પણ તેમનો ખર્ચો પણ નીકળે કે કેમ એ તેમને ચિંતા સતાવી રહી છે.