AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra: નિતિન ગડકરીએ કહ્યું- નાગપુરમાં હવામાં ઉડશે બસ ! જાણો શું છે સમગ્ર મામલો

માર્ગ નિર્માણને લઈને નવા-નવા રેકોર્ડ બનાવવાના કારણે રોડકરી તરીકે જાણીતા કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ નાગપુરમાં એર ફ્લાઈંગ બસ ચલાવવાનો સંકેત આપ્યો છે.

Maharashtra: નિતિન ગડકરીએ કહ્યું- નાગપુરમાં હવામાં ઉડશે બસ ! જાણો શું છે સમગ્ર મામલો
Union Minister for Road Transport and Highways Nitin Gadkari (File photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 06, 2022 | 9:53 PM
Share

હવે મહારાષ્ટ્રના નાગપુરમાં બસ હવામાં ઉડવા જઈ રહી છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ (Nitin Gadkari) આ સંકેત આપ્યા છે. રવિવારે પીએમ નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) પુણેના લોકોને મેટ્રો ભેટ આપી. પીએમ મોદી દ્વારા પુણે મેટ્રોનું ઉદ્ઘાટન અને 100 ઈલેક્ટ્રિક બસોની શરૂઆત કરવામાં આવ્યા બાદ હવે નાગપુરને પણ મોટી ભેટ મળવા જઈ રહી છે. ટૂંક સમયમાં અહીં જમીન પર નહીં પરંતુ હવામાં ઉડતી બસ શરૂ થવા જઈ રહી છે. માર્ગ નિર્માણને લઈને નવા-નવા રેકોર્ડ બનાવવાના કારણે રોડકરી તરીકે જાણીતા કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ નાગપુરમાં એર ફ્લાઈંગ બસ ચલાવવાનો સંકેત આપ્યો છે.

દક્ષિણ નાગપુરના ધારાસભ્ય મોહન મતેએ નીતિન ગડકરીને સાર્વજનિક વાહનવ્યવહારની સારી વ્યવસ્થા ગોઠવવા અનુરોધ કર્યો હતો. કેન્દ્રીય મંત્રીએ ઉત્તર પ્રદેશમાં પ્રયાગરાજ બાદ નાગપુરમાં પણ એર ફ્લાઈંગ બસ એટલે કે કેબલ બસ શરૂ કરવાનું આશ્વાસન આપ્યું છે.

ફિલિપાઈન્સમાં દોડે છે આવી બસો, હવે નાગપુરમાં જોવા મળશે ઉડતી બસો

નીતિન ગડકરીએ અધિકારીઓને આ અંગે પ્લાન તૈયાર કરવાનો આદેશ પણ આપ્યો છે. 35 થી 40 સીટર આ કેબલ બસ હાલમાં ફિલિપાઈન્સમાં ચલાવવામાં આવે છે. ફિલિપાઈન્સની ધરતી પર દોડતી બસના આધારે નાગપુરમાં પણ કેબલ બસ શરૂ કરવામાં આવશે. આ દાવો કેન્દ્રીય મંત્રી ગડકરીએ કર્યો છે. નાગપુરમાં, આ કેબલ બસો પારડીથી રિંગરોડ થઈને લંડન સ્ટ્રીટ સુધી જશે. ત્યાં હિંગણા ટી પોઈન્ટ, ડિફેન્સવાડીથી વેરાયટી ચોક સુધી જશે. આવો દાવો તેમણે કર્યો છે.

ઉત્તર પ્રદેશમાં પણ આપ્યું વચન, એર બસ દ્વારા દિલ્હીથી પ્રયાગરાજ ઉતરવાનો દાવો

નાગપુરમાં કેબલ બસ ચલાવવાનું વચન આપતા પહેલા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ઉત્તર પ્રદેશમાં પણ એર બસ ચલાવવાની જાહેરાત કરી હતી. એક પ્રચાર સભાને સંબોધતા તેમણે કહ્યું હતું કે પ્રયાગરાજમાં હવામાં ઉડતી બસો દોડશે. આ માટે વિસ્તૃત યોજના તૈયાર કરવામાં આવી રહી છે. દિલ્હીથી પ્રયાગરાજ સુધી સી-પ્લેનમાં બેસીને આવવું અને ત્રિવેણીમાં આવીને ડુબકી લગાવવાની અનેક લોકોની ઈચ્છાને તેઓ પુરી કરવા જઈ રહ્યા છે. ગડકરીએ વચન આપ્યું છે કે 2024માં ઉત્તર પ્રદેશના લોકોને ઉડતી બસો જોવા મળશે.

આ પણ વાંચો :  PM Modi in Pune: યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓના પરત આવવા પર PM મોદીએ કહ્યું, ‘અન્ય દેશો જે ન કરી શક્યા, તે ભારતે ઓપરેશન ગંગાથી કર્યું’

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">