AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra : જે ગર્લફ્રેન્ડને સોના ડાર્લિંગ કહીને બોલાવતો, બ્રેકઅપ બાદ બોયફ્રેન્ડે કરી તેના જ ઘરમાં ‘સોના’ની ચોરી

જે ગર્લફ્રેન્ડને તે સોના ડાર્લિંગ, સોના ડાર્લિંગ કહીને બોલાવતો હતો, તેણે જ 28 તોલા સોનુ ચોરી લીધું હતું. પોલીસ પૂછપરછમાં આરોપી સુમિતે પોતાનો ગુનો કબૂલી લીધો છે.

Maharashtra : જે ગર્લફ્રેન્ડને સોના ડાર્લિંગ કહીને બોલાવતો, બ્રેકઅપ બાદ બોયફ્રેન્ડે કરી તેના જ ઘરમાં 'સોના'ની ચોરી
Maharashtra Police (File Image )
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 08, 2022 | 8:25 AM
Share

જ્યારે ગર્લફ્રેન્ડ (Girlfriend )સાથે બ્રેકઅપ થયું ત્યારે મહારાષ્ટ્રના(Maharashtra ) પુણેનો એક પ્રેમી એટલો ગુસ્સે થયો કે તેણે પોતાની ગર્લફ્રેન્ડને સબક શીખવવા માટે અલગ રીતે વિચાર કર્યો. પરંતુ તેના કારણે તેને લોક અપના સળિયા ગણવાનો વારો આવી ગયો. તેના આ કારનામાના કારણે તેની ગર્લફ્રેન્ડ પણ ગઈ અને તેની ચોરી પણ પકડાઈ ગઈ. હકીકતમાં બ્રેક અપ બાદ તેના બોયફ્રેન્ડે તેની ગર્લફ્રેન્ડને સબક શીખવાડવા માટે તેના ઘરમાંથી 27 તોલા સોનું ચોરી લીધું હતું. તેની સાથે કેટલીક રોકડ રકમ પણ ચોરી લીધી હતી. મહારાષ્ટ્ર પુણેના અંબેગાંવની લક્ષ્મી ગાર્ડન સોસાયટીમાં રહેતી એક ગર્લ ફ્રેન્ડે આ અંગે ફરિયાદ નોંધાવી હતી. આ પછી ભારતી વિદ્યાપીઠની પોલીસે ચોરને શોધવાની તપાસ શરૂ કરી હતી.

જ્યારે પોલીસે સ્થળ અને તેની આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ કરી તો તેમાં એક શંકાસ્પદ વ્યક્તિ જોવા મળ્યો. જ્યારે પોલીસે શંકાસ્પદ વ્યક્તિને શોધવાનું શરૂ કર્યું, તો તે યુવતીનો પૂર્વ બોયફ્રેન્ડ હોવાનું બહાર આવ્યું. ચોરી કર્યાના થોડા દિવસ પહેલા જ ગર્લ ફ્રેન્ડનું બ્રેકઅપ થઈ ગયું હતું.

દિલને ચોરી જનાર દાગીના ચોરી ગયો, પુણે પોલીસના હાથે ઝડપાઈ ગયો

ભારતી વિદ્યાપીઠ પોલીસે ચોર પ્રેમીની ધરપકડ કરી છે. તેની પાસેથી 28 તોલા સોનું પણ મળી આવ્યું છે. આ સાથે 14 લાખ 67 હજાર રૂપિયાની રોકડ અને વસ્તુઓ પણ મળી આવી છે. બ્રેકઅપ બાદ બોયફ્રેન્ડ ખૂબ ગુસ્સે હતો. તે તેની ગર્લફ્રેન્ડને પાઠ ભણાવવા માંગતો હતો. જેથી તેણે વેશપલટો કરી રાત્રિના અંધારામાં ગર્લફ્રેન્ડના ઘરે ઘુસીને ચોરી કરી હતી.

ગર્લફ્રેન્ડને સોના ડાર્લિંગ કહીને બોલાવતો હતો, અને સોનુ લઈને રફુચક્કર

આરોપી નજીકના પદ્માવતી વિસ્તારનો રહેવાસી છે. તેનું નામ સુમિત બાબુ પરદેસી છે. તેણે 2 ઓક્ટોબરની રાત્રે આ ઘટનાને અંજામ આપ્યો હતો. જે ગર્લફ્રેન્ડને તે સોના ડાર્લિંગ, સોના ડાર્લિંગ કહીને બોલાવતો હતો, તેણે જ 28 તોલા સોનુ ચોરી લીધું હતું. પોલીસ પૂછપરછમાં આરોપી સુમિતે પોતાનો ગુનો કબૂલી લીધો છે.

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">