RTPCR Test Price: મહારાષ્ટ્રમાં RTPCR ટેસ્ટના ભાવમાં વધુ ઘટાડો, હવે 500ને બદલે 350 રૂપિયામાં મળી જશે કોરોના રિપોર્ટ

પહેલા ટેસ્ટ માટે 500 રૂપિયા લેવામાં આવતા હતા, હવે રિપોર્ટ 350 રૂપિયામાં મળશે. એટલે કે તમારે કોઈપણ ખાનગી લેબમાં RTPCR ટેસ્ટ માટે આનાથી વધુ પૈસા ચૂકવવા પડશે નહીં.

RTPCR Test Price: મહારાષ્ટ્રમાં RTPCR ટેસ્ટના ભાવમાં વધુ ઘટાડો, હવે 500ને બદલે 350 રૂપિયામાં મળી જશે કોરોના રિપોર્ટ
File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 06, 2021 | 11:30 PM

કોરોના ટેસ્ટ કરાવવો હવે સસ્તો થઈ ગયો છે. મહારાષ્ટ્ર (Maharashtra)ના આરોગ્ય વિભાગે RTPCR ટેસ્ટના દરમાં ઘટાડો કર્યો છે. પહેલા ટેસ્ટ માટે 500 રૂપિયા લેવામાં આવતા હતા, હવે રિપોર્ટ 350 રૂપિયામાં (corona report) મળશે. એટલે કે તમારે કોઈપણ ખાનગી લેબમાં RTPCR ટેસ્ટ માટે આનાથી વધુ પૈસા ચૂકવવા પડશે નહીં. મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ આ માહિતી આપી છે. એ જ રીતે N95 માસ્કના દર પણ નક્કી કરવામાં આવ્યા છે. તેના રેટ 14 રૂપિયાથી 49 રૂપિયા સુધી નક્કી કરવામાં આવ્યા છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

રાજ્ય સરકારે સમયાંતરે ખાનગી લેબમાં કોરોના ટેસ્ટના દરને નિયંત્રિત કર્યા છે. અત્યાર સુધીમાં કોરોના ટેસ્ટના દરમાં પાંચથી છ વખત ઘટાડો કરવામાં આવ્યો છે. આરટીપીસીઆર ટેસ્ટ જે અગાઉ 2400 રૂપિયામાં કરવામાં આવતો હતો, તેને ઘટાડીને 500 રૂપિયા કરવામાં આવ્યા છે. હવે ઓમિક્રોનના (Omicron) ખતરાને જોતા રાજ્ય સરકારે RTPCR ટેસ્ટના દરમાં વધુ ઘટાડો કર્યો છે.

હવે તેનો રિપોર્ટ માત્ર 350 રૂપિયામાં મળશે. રાજ્ય પ્રશાસન દ્વારા આ આદેશ સંબંધિત (Government Resolution) એક ઠરાવ પણ જાહેર કરવામાં આવ્યો છે. આ આદેશ હેઠળ કોઈપણ ખાનગી લેબ RTPCR ટેસ્ટ માટે વધુ પૈસાની માંગ કરી શકશે નહીં.

જાણો ક્યારે, ક્યાં અને શા માટે તમારે હજુ પણ 500 અને 700 રૂપિયા ખર્ચવા પડશે?

કોરોના ટેસ્ટ માટે કોઈપણ ખાનગી લેબમાં સ્વેબ આપવા માટે માત્ર 350 રૂપિયા લેવામાં આવશે. કોવિડ કેર સેન્ટર, હોસ્પિટલ, ક્લિનિક્સ, ક્વોરેન્ટાઈન સેન્ટરમાં સ્વેબ આપવા માટે 500 રૂપિયા ચાર્જ કરવામાં આવશે. ઘરે આવ્યા પછી સ્વેબ એકત્ર કરવા પર 700 રૂપિયા વસુલવા સુધીની છૂટ છે. આ નવા નિર્ણયથી સામાન્ય લોકોને ઘણી રાહત મળી છે. સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ ટ્વિટ કરીને આ જાણકારી આપી છે.

એન્ટિબોડી અને રેપિડ એન્ટિજેન ટેસ્ટની કિંમત પણ જાણો

એન્ટિબોડી (સાર્સ કોવિડ માટે ELISA) ટેસ્ટની કિંમત 200, 250 અને 350 રૂપિયા નક્કી કરવામાં આવી છે. સીએલઆઈએ (CLIA) ટેસ્ટ માટે 200, 250 અને  350 રૂપિયાનો દર નક્કી કરવામાં આવ્યો છે. સીએલઆઈએ ફોર સાર્સ કોવિડ એન્ટીબોડી ટેસ્ટ માટે 300, 400, 500નો દર નક્કી કરવામાં આવ્યો છે. જો કોઈ દર્દી લેબમાં આવીને રેપિડ એન્ટિજેન ટેસ્ટ કરાવે છે તો તેના માટે 100, 150 અને 250 રૂપિયાનો દર નક્કી કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો :  ફેસબુકના સીઈઓની સુરક્ષામાં ખર્ચ થાય છે આટલા અરબ રૂપિયા, પણ તેમનો પગાર સાવ આટલો ! જાણીને નવાઈ લાગશે

g clip-path="url(#clip0_868_265)">