Maharashtra : રાજ ઠાકરે મળ્યા એકનાથ શિંદેને, રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ

|

Sep 07, 2022 | 8:54 AM

ડેપ્યુટી સીએમ ફડણવીસે જાહેરાત કરી છે કે શિવસેના અને બીજેપી સાથે મળીને ચૂંટણી લડશે. તેમણે કહ્યું હતું કે ભાજપે મિશન ઈન્ડિયા અને મિશન મહારાષ્ટ્ર બનાવ્યું છે.

Maharashtra : રાજ ઠાકરે મળ્યા એકનાથ શિંદેને, રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ
Raj Thackrey meets Eknath Shinde (File Image )

Follow us on

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ની ચૂંટણીને લઈને મહારાષ્ટ્રના(Maharashtra ) રાજકારણમાં હલચલ ચાલુ છે. એક તરફ, ડેપ્યુટી સીએમ ફડણવીસે જાહેરાત કરી છે કે એકનાથ શિંદેના નેતૃત્વમાં શિવસેના (શિંદે જૂથ) અને ભાજપ સાથે મળીને ચૂંટણી લડશે. બીજી તરફ, મંગળવારે રાત્રે લગભગ 7 વાગ્યે, MNS પ્રમુખ રાજ ઠાકરે ગણેશજીના દર્શન કરવા માટે મુંબઈમાં સીએમ એકનાથ શિંદેના સત્તાવાર નિવાસસ્થાન ‘વર્ષા’ પહોંચ્યા હતા. રાજ ઠાકરેની સીએમ શિંદે સાથેની મુલાકાત બીએમસી ચૂંટણીને લઈને હોવાની ચર્ચા રાજકીય વર્તુળોમાં થઈ રહી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ પહેલા પણ ડેપ્યુટી સીએમ ફડણવીસે જાહેરાત કરી છે કે શિવસેના અને બીજેપી સાથે મળીને ચૂંટણી લડશે. તેમણે કહ્યું હતું કે ભાજપે મિશન ઈન્ડિયા અને મિશન મહારાષ્ટ્ર બનાવ્યું છે. બારામતી મહારાષ્ટ્રમાં હોવાથી તે સ્પષ્ટપણે મિશન મહારાષ્ટ્ર હેઠળ આવે છે. તમને જણાવી દઈએ કે BMC ચૂંટણી 2022 માટે કોઈ તારીખોની જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ વર્ષના અંતમાં નવેમ્બર મહિનામાં ચૂંટણી થઈ શકે છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

ઠાકરે પત્ની અને પુત્ર સાથે મુખ્યમંત્રી આવાસ પહોંચ્યા

MNS પ્રમુખ રાજ ઠાકરે પત્ની શર્મિલા અને પુત્ર અમિત સાથે ગણેશજીના દર્શન કરવા મુંબઈ સ્થિત સીએમ એકનાથ શિંદેના સત્તાવાર નિવાસસ્થાન ‘વર્ષા’ પહોંચ્યા હતા. આ દરમિયાન તેમનું મુખ્યમંત્રી નિવાસસ્થાને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ઠાકરેએ શિંદે સાથે પણ મુલાકાત કરી હતી. જે તસ્વીરો સામે આવી છે તેમાં રાજકારણને એક અલગ જ રસ્તો આપતી ઝલક સ્પષ્ટપણે જોવા મળી રહી છે.

Next Article