Maharashtra Rain: મુંબઈમાં 23 સપ્ટેમ્બર સુધી વધશે વરસાદ, મહારાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં પણ પડશે મુશળધાર વરસાદ
સ્કાયમેટની આગાહી મુજબ 23 સપ્ટેમ્બર પછી હવામાન સાફ થઈ જશે. પશ્ચિમ કિનારે સક્રિય ચોમાસાને કારણે 23 સપ્ટેમ્બર સુધી વરસાદ પડશે.
મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોથી ફરી એકવાર વરસાદે જોર પકડ્યું છે. સ્કાયમેટ (Skymet Weather) દ્વારા 23 સપ્ટેમ્બર સુધી મુંબઈ અને મુંબઈના ઉપનગરીય વિસ્તારોમાં (Rain in Mumbai) મુશળધાર વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગઈકાલે રાત્રે મુંબઈમાં ભારે વરસાદ પડ્યો હતો. પશ્ચિમ દરિયાકાંઠાના વિસ્તારોમાં ચોમાસું સક્રિય થવાની ધારણા છે. સ્કાયમેટ દ્વારા આપવામાં આવેલા અંદાજ મુજબ મુંબઈમાં વરસાદના કારણે સ્થળોએ પાણી ભરાવાની સ્થિતિ રહેશે. સ્કાયમેટ સાથે સંકળાયેલા નિષ્ણાંત મહેશ પલાવતે જણાવ્યું હતું કે ગત રાત્રે સાંતાક્રુઝ વિસ્તારમાં 71 મીમી વરસાદ નોંધાયો હતો. લોઅર પરેલમાં પણ સવારે ભારે વરસાદ પડ્યો હતો.
મુંબઈ જ નહીં પુરા મહારાષ્ટ્રમાં ચોમાસાનું જોર યથાવત રહેવાનું અનુમાન સ્કાયમેટના નિષ્ણાત મહેશ પલાવત દ્વારા લગાવવામાં આવ્યું છે. તેના કારણે 23 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની સંભાવના છે. આ સિવાય વિદર્ભ પ્રદેશના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વિદર્ભ ક્ષેત્રના ડેમમાં પાણીની સપાટી વધી છે. નદી કિનારે રહેતા લોકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે.
મુંબઈમાં તૂટક તૂટક વરસાદ થશે તેથી ગભરાવાની જરૂર નથી
સ્કાયમેટની આગાહી મુજબ 23 સપ્ટેમ્બર પછી હવામાન સાફ થઈ જશે. પશ્ચિમ કિનારે સક્રિય ચોમાસાને કારણે 23 સપ્ટેમ્બર સુધી વરસાદ પડશે. સ્કાયમેટના જણાવ્યા અનુસાર વરસાદ તૂટક તૂટક રહેશે, સતત વરસાદ નહીં પડે. તેથી ગભરાવાની જરૂર નથી.
ગોંદિયામાં મુશળધાર વરસાદ યથાવત
ગોંદિયા જિલ્લામાં સોમવારે સવારથી જોરદાર વરસાદ યથાવત છે. દેવરી આમગાંવ રોડ પરથી ડવકી ગામ પાસેના પુલ ઉપર અડધો ફૂટ સુધી પાણી આવી ગયું છે. આ પુલ તાત્કાલિક માટે બનાવવામાં આવ્યો છે. લોકો પોતાનો જીવ જોખમમાં મુકીને આ પુલ પરથી મુસાફરી કરી રહ્યા છે.
આ બ્રિજ પરથી નેશનલ હાઈવે પર જતા અને નેશનલ હાઈવે પરથી આમગાવ અને ગોંદિયા તરફ આવતા ભારે વાહનો અને લોકોની અવરજવર ચાલુ છે. જો પાણીનો પ્રવાહ વધે તો મોટી દુર્ઘટના થવાની સંભાવના છે.
ચંદ્રપુર જિલ્લામાં વરસાદ યથાવત
ચંદ્રપુરમાં પણ વરસાદ ચાલુ છે. ગણેશ વિસર્જન દરમિયાન ગઈકાલે ઘણો વરસાદ પડ્યો હતો. પરંતુ ચંદ્રપુર માટે વરસાદની સુચના એક સારા સમાચાર છે. કારણકે અહીં અત્યાર સુધીમાં તળાવો અને ડેમોમાં પૂરતા પ્રમાણમાં પાણી એકઠું થયું નથી. તેથી અહીં આગામી બે-ત્રણ દિવસ વરસાદની આગાહીથી લોકો ખુશ દેખાઈ રહ્યા છે.
આ પણ વાંચો : Mumbai: ગણપતિ વિસર્જન દરમિયાન વર્સોવા બીચ પર ડૂબેલા ત્રણ બાળકોમાંથી બેના મળ્યા મૃતદેહ, એક હજી પણ ગુમ