Mumbai: ગણપતિ વિસર્જન દરમિયાન વર્સોવા બીચ પર ડૂબેલા ત્રણ બાળકોમાંથી બેના મળ્યા મૃતદેહ, એક હજી પણ ગુમ
રવિવારે ગણેશ મૂર્તિ વિસર્જન દરમિયાન 5 બાળકો ડૂબી ગયા હતા. ઘટના દરમિયાન બીચ પર હાજર લોકોએ 2 બાળકોને બચાવી લીધા હતા. જ્યારે ત્રણ બાળકો ગુમ થયા હતા.
ગણેશ મૂર્તિ વિસર્જન (Ganpati Visarjan 2021) દરમિયાન રવિવારે મુંબઈમાં (Mumbai) એક મોટી દુર્ઘટના બની હતી. અહીં વર્સોવા બીચ (Versova beach Drowning) પર ગણેશ મૂર્તિનું વિસર્જન કરતી વખતે 5 બાળકો દરિયામાં ડૂબી ગયા હતા. ઘટના દરમિયાન બીચ પર હાજર લોકોએ 2 બાળકોને બચાવી લીધા હતા. તે જ સમયે અન્ય ત્રણ ગુમ થયેલા બાળકોમાંથી બેના મૃતદેહ આજે (સોમવારે) મળી આવ્યા છે અને હજી પણ એક બાળક ગુમ છે.
રવિવારે મુંબઈના વર્સોવા બીચ પર ગણેશ મૂર્તિ વિસર્જન દરમિયાન પાંચ બાળકો ધોવાઈ ગયા હતા. જે બાદ બેને સ્થળ પરથી બચાવી લેવામાં આવ્યા હતા, જ્યારે ત્રણ બાળકો ગુમ હતા. ઘટનાસ્થળેથી બચાવેલા બે બાળકોને સારવાર માટે કૂપર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જે બાદ ત્રણ ગુમ થયેલા બાળકોની શોધમાં લાઈફ બોય અને મનીલા રોપ ફ્લડ રેસ્ક્યુ ટીમે એલઈડી લાઈટો દ્વારા ઘટનાસ્થળે અને આસપાસના ક્ષેત્રના ફેરી બોટનો ઉપયોગ કરીને બચાવ અભિયાન ચલાવ્યું હતું.
Maharashtra | Four children drowned, two rescued and two missing following Ganpati immersion at Versova beach, earlier in the day. Rescue operation underway: Brihanmumbai Municipal Corporation
— ANI (@ANI) September 19, 2021
ત્રીજા બાળકની શોધ ચાલુ છે
બીએમસીના જણાવ્યા અનુસાર ત્રણમાંથી બે બાળકોના મૃતદેહ આજે (સોમવારે) મળી આવ્યા છે. જ્યારે હજુ એક બાળક ગુમ છે, જેની શોધ ચાલુ છે. આ વખતે વહીવટીતંત્ર દ્વારા વિસર્જન સરઘસને મંજૂરી આપવામાં આવી ન હતી, પરંતુ તેમ છતાં મોટી સંખ્યામાં લોકો ગણેશ વિસર્જન માટે બહાર નિકળ્યા હતા. વર્સોવા બીચ પર પણ વિસર્જનની મંજૂરી આપવામાં આવી નહોતી. મુંબઈના રાજા તરીકે જાણીતા ગણેશ ગલીના ગણપતિ બાપ્પાનું પણ મુંબઈના ગિરગાંવ ચોપાટી ખાતે વિસર્જન કરવામાં આવ્યું હતું.
મૂર્તિઓની ઉંચાઈ પણ ઓછી રાખવામાં આવી હતી
મુંબઈમાં ગણેશ ઉત્સવના છેલ્લા દિવસે રવિવારે બપોર સુધી શહેરના વિવિધ સ્થળોએ ગણપતિ અને ગૌરીની 2,185 જેટલી મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. કોરોનાને ધ્યાનમાં રાખીને આ વર્ષે મહારાષ્ટ્રમાં જાહેર મંડળોના ગણપતિની મહત્તમ ઉંચાઈ ચાર ફૂટ રાખવામાં આવી હતી અને સરઘસને મંજૂરી નહોતી આપવામાં આવી હતી. આને ધ્યાનમાં રાખીને ગણેશ ગલીથી લાલબાગના રાજાની મૂર્તિની ઉંચાઈ પણ ચાર ફૂટથી વધુ રાખવામાં આવી ન હતી.