મહારાષ્ટ્ર સંકટ વચ્ચે ટ્વિટર પર ટ્રેન્ડ થયા #SanjayRaut, મીમ્સ વાયરલ કરી લોકોએ કહ્યું કંગનાનો શ્રાપ ઉદ્ધવ પર ભારે પડ્યો !

મહારાષ્ટ્ર સંકટ વચ્ચે ટ્વિટર પર ટ્રેન્ડ થયા #SanjayRaut, મીમ્સ વાયરલ કરી લોકોએ કહ્યું કંગનાનો શ્રાપ ઉદ્ધવ પર ભારે પડ્યો !
મહારાષ્ટ્ર સંકટ વચ્ચે ટ્વિટર પર ટ્રેન્ડ થયા #SanjayRaut, મીમ્સ વાયરલ કરી લોકોએ કહ્યું કંગનાનો શ્રાપ ઉદ્ધવ પર ભારે પડ્યો
Image Credit source: Twitter

Maharashtra Political Crisis:મહારાષ્ટ્ર (Maharashtra)માં રાજકીય સંકટની સ્થિતિ છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ બુધવારે કહ્યું કે, બળવાખોર ધારાસભ્યોએ તેમની પાસે આવવું જોઈએ અને જો તેમને કહેવામાં આવે તો તેઓ રાજીનામું આપવા તૈયાર છે.

TV9 GUJARATI

| Edited By: Nirupa Duva

Jun 23, 2022 | 5:56 PM

Maharashtra Political Crisis: મહારાષ્ટ્રમાં રાજકારણ ગરમાયું છે (Maharashtra Political Crisis) ગરમાયેલા રાજકારણ વચ્ચે શિવસેનાને એક બાદ એક ઝટકા લાગી રહ્યા છે, હવે સમાચાર એ છે કે ધારાસભ્યો બાદ હવે સાંસદોએ પણ બળવાખોર વલણ અપનાવ્યું છે.શિવસેના નેતા અને મંત્રી એકનાથ શિંદે (Eknath Shinde)ના સમર્થનમાં થાણે સાંસદ રાજન વિચારે અને રામટેકના સાંસદ કૃપાલ તુમાન સહિત 17 સાંસદ સામેલ થયા હોવાના માહિતી સામે આવી રહી છે. એક બાજુ મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackarey) પોતાનો સરકારી બંગલો ખાલી કરી નાંખ્યો છે , તો બીજી બાજુ એકનાથ શિંદે પોતાની વાત પર અડગ રહ્યા છે, ત્યારબાદ ટ્વિટર પર હૈશટેગ #MaharashtraPoliticalCrisis, #SanjayRaut, #UddhavThackarey અને મહારાષ્ટ્ર ટ્રૈંડ થઈ રહ્યા છે,

આ સાથે મહારાષ્ટ્રમાં આવેલા રાજકીય હડકંપ બાદ સોશિયલ મીડિયા પર મીમ્સ વાયરલ થઈ રહ્યા છે

તમને યાદ હશે વર્ષ 2020માં અભિનેત્રી કંગના રનૌતના મુંબઈ સ્થિત ઓફીસ બીએમસીને બુલડોઝર ચલાવ્યું હતુ, ત્યારે અભિનેત્રીએ મહારાષ્ટ્ર સરકાર, ઉદ્ધવ ઠાકરે અને સંજય રાઉત પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો, કંગનાએ ટ્વિટ કર્યું હતુ એક દિવસ ઉદ્ધવ ઠાકરેનો અંહકાર તૂટશે. આજે મારું ઘર તૂટ્યું છે કાલે તેનો ધમંડ તુટશે.

હાલમાં ઉદ્ધવ ઠાકરેની સરકાર પર સંકટના વાદળો ધેરાયેલા છે, સોશિયલ મીડિયા યુઝર્સ અભિનેત્રીના આ નિવેદનને શેર કરી કહી રહ્યા છે કે, લાગે છે કે, ઉદ્ધવ ઠાકરે ને કંગનાનો શ્રાપ ભારે પડ્યો છે આ સિવાય યૂઝર્સ સંજય રાઉતને ટ્રોલ કરી રહ્યા છે, કેટલાક ફની કોમેન્ટ કરી રહ્યા છે ચાલો નજર કરીએ કેટ્લાક ટ્વિટ પર

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati