AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ વિભાગની મોટી કાર્યવાહી, 25 કરોડના હેરોઈન સાથે માતા-પુત્રીની ધરપકડ

મુંબઈ એરપોર્ટ (Mumbai Airport) પરથી ધરપકડ કરવામાં આવેલા માતા-પુત્રી બંને જોહાનીસબર્ગથી મુંબઈ આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર ફેફસાના કેન્સરની સારવારના નામે તેઓ દેશમાં આવ્યા હતા.

મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ વિભાગની મોટી કાર્યવાહી, 25 કરોડના હેરોઈન સાથે માતા-પુત્રીની ધરપકડ
Mumbai Airport (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 22, 2021 | 6:01 PM
Share

Maharashtra: મહારાષ્ટ્રની આર્થિક રાજધાની મુંબઈ એરપોર્ટ (Mumbai Airport) પર કસ્ટમ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. કસ્ટમ વિભાગના જણાવ્યા અનુસાર માતા-પુત્રીની જોડી જોહાનિસબર્ગથી ભારત આવી હતી. હાલ તેમની પાસેથી 4.95 કિલો હેરોઈન જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરીછે.

જપ્ત કરવામાં આવેલા હેરોઈનની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 25 કરોડ રૂપિયા!

પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ જપ્ત કરવામાં આવેલી હેરોઈનની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં લગભગ 25 કરોડ રૂપિયા હોવાનું કહેવામાં આવી રહ્યુ છે. અહેવાલો અનુસાર આ અત્યાર સુધીની સૌથી મોટી જપ્તી માનવામાં આવે છે. થોડા દિવસો પહેલા ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI)એ ગુજરાતના મુંદ્રા બંદરેથી આશરે 3000 કિલો હેરોઈન જપ્ત કર્યું હતું.

તસ્કરો કેન્સરની સારવારના નામે ભારતમાં આવ્યા હતા

મળતી માહિતી અનુસાર કતાર એરલાઈન્સમાં (Qatar Airlines) મુસાફરી કરતી આ માતા-પુત્રીની જોડી જોહાનીસબર્ગથી મુંબઈ આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર આ બંને માતા અને પુત્રી ફેફસાના કેન્સરની સારવારના નામે ભારત દેશમાં આવ્યા હતા. આ દરમિયાન આ તસ્કરોએ હેરોઈનને ટ્રોલી બેગમાં સંતાડી રાખ્યું હતું. પરંતુ કસ્ટમ અધિકારીઓની (Custom Officers) કામગીરી દ્વારા આ તસ્કરોનો પર્દાફાશ થયો.

માતા અને પુત્રીને ટ્રીપ દીઠ 5 હજાર ડોલર મળતા હતા

નોંધનીય બાબત એ છે કે કસ્ટમ અધિકારીઓના જણાવ્યા અનુસાર બંને તસ્કરોની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કે હેરોઈન ભારતમાં લાવવા માટે આ તસ્કરોને ટ્રીપ દીઠ 5 હજાર ડોલર આપવામાં આવતા હતા. હાલ, બંને આરોપીઓને સ્થાનિક કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં કોર્ટે તેમને 5 ઓક્ટોબર સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં (Judicial Custody) મોકલવા આદેશ કર્યો છે. અધિકારીએ જણાવ્યું હતું કે કસ્ટમ દ્વારા આ રેકેટમાં સંડોવાયેલા અન્ય લોકોને શોધવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે.

DRIએ ગુજરાતમાં સૌથી મોટી કાર્યવાહી કરી હતી

તમને જણાવી દઈએ કે તાજેતરમાં DRIએ ગુજરાતના મુન્દ્રા એરપોર્ટ પર બે કન્ટેનરમાંથી 2,922.22 કિલો હેરોઈન પકડ્યુ હતુ. આ કેસમાં બે લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી અને કેટલાક અફઘાન નાગરિકોની (Afghan Civilian) પણ તપાસ કરવામાં આવી રહી છે. DRIને આ કન્સાઈનમેન્ટ સંબંધિત ગુપ્ત માહિતી મળી હતી. બાદમાં એજન્સીએ શંકાના આધારે આ બે કન્ટેનરને અટકાવ્યા હતા અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી, ગાંધીનગરના નિષ્ણાતોની હાજરીમાં કન્ટેનરની શોધખોળ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: દિલ્હીમાં અમિત શાહ અને ઉદ્ધવ ઠાકરેની થશે મુલાકાત, બેઠક પહેલા રાજકીય ચર્ચાઓએ પકડ્યુ જોર

આ પણ વાંચો:  ગઢચિરોલીમાં આદમખોર વાઘનો આતંક, અત્યાર સુધીમાં 15 લોકોનુ કર્યુ ભક્ષણ ! વિશેષ ટીમ જોતરાઈ આદમખોરની શોધમાં

Follow Us
મહેસાણાના પાંચોટમાં ઢોર ડબ્બા અને પંચાયત ઘર મુદ્દે ઘમાસાણ- Video
મહેસાણાના પાંચોટમાં ઢોર ડબ્બા અને પંચાયત ઘર મુદ્દે ઘમાસાણ- Video
મહેસાણા: પાંચોટમાં પંચાયત ઘરના નિર્માણ સામે ગ્રામજનોનો મોરચો
મહેસાણા: પાંચોટમાં પંચાયત ઘરના નિર્માણ સામે ગ્રામજનોનો મોરચો
અમદાવાદ: બાળકીઓના મોત મામલે FSLનો ચોંકાવનારો ખુલાસો, હત્યા કે આપઘાત?
અમદાવાદ: બાળકીઓના મોત મામલે FSLનો ચોંકાવનારો ખુલાસો, હત્યા કે આપઘાત?
કેસરના રસીયાઓ માટે માઠા સમાચાર, આ વર્ષે ઓછી ખાવા મળશે કેરી- Video
કેસરના રસીયાઓ માટે માઠા સમાચાર, આ વર્ષે ઓછી ખાવા મળશે કેરી- Video
ગુજરાતમાં વધતી ગરમીનો કહેર: તાપમાન 46°C સુધી પહોંચવાની શક્યતા
ગુજરાતમાં વધતી ગરમીનો કહેર: તાપમાન 46°C સુધી પહોંચવાની શક્યતા
સ્થાનિક સ્વરાજની ચૂંટણી રોકવા પાટીદાર નેતાએ સુપ્રીમ કોર્ટમાં કરી અરજી
સ્થાનિક સ્વરાજની ચૂંટણી રોકવા પાટીદાર નેતાએ સુપ્રીમ કોર્ટમાં કરી અરજી
સુરત-રાજકોટને લઈને બેઠક પૂર્ણ, વડોદરાને લઈને ચર્ચા શરૂ
સુરત-રાજકોટને લઈને બેઠક પૂર્ણ, વડોદરાને લઈને ચર્ચા શરૂ
સેવ-ખમણી ખાધા પછી 60થી વધુ લોકોની તબિયત લથડી
સેવ-ખમણી ખાધા પછી 60થી વધુ લોકોની તબિયત લથડી
24 કલાકમાં 2 વખત પક્ષ પલટો ! ભાજપથી કોંગ્રેસ ફરી પાછા ભાજપમાં જોડાયા
24 કલાકમાં 2 વખત પક્ષ પલટો ! ભાજપથી કોંગ્રેસ ફરી પાછા ભાજપમાં જોડાયા
તમારા વજન પર નજર રાખો, અણધાર્યા નફાનો લાભ થશે
તમારા વજન પર નજર રાખો, અણધાર્યા નફાનો લાભ થશે
g clip-path="url(#clip0_868_265)">