Maharashtra : નવા મંત્રીમંડળમાં એક પણ મહિલાનો સમાવેશ નહીં, જાણો કોણ છે સૌથી અમીર મંત્રી

શિંદેની કેબિનેટના (Cabinet ) તમામ મંત્રીઓ કરોડપતિ છે. જેમાં ભાજપના ધારાસભ્ય મંગલ પ્રભાત લોઢા પાસે સૌથી વધુ સંપત્તિ છે. સૌથી ઓછી સંપત્તિ પૈઠાણ સીટના ધારાસભ્ય સંદીપન ભુમરે પાસે છે.

Maharashtra : નવા મંત્રીમંડળમાં એક પણ મહિલાનો સમાવેશ નહીં, જાણો કોણ છે સૌથી અમીર મંત્રી
મહારાષ્ટ્રમાં મંત્રીમંડળનું વિસ્તરણ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 09, 2022 | 3:30 PM

મહારાષ્ટ્રના (Maharashtra ) મુખ્યમંત્રી તરીકે શપથ (Oath ) લીધાના 41 દિવસ બાદ એકનાથ શિંદેએ તેમના મંત્રીમંડળનું (Minister ) વિસ્તરણ કર્યું છે. દક્ષિણ મુંબઈમાં રાજભવનમાં ભાજપના રાજ્ય એકમના અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ સહિત 18 ધારાસભ્યોએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા છે. જેમાં 18 મંત્રીઓમાંથી 9 મંત્રીઓ ભાજપ અને શિંદે જૂથના છે. આ મંત્રીમંડળમાં  એકપણ મહિલાનો સમાવેશ કરવામાં આવ્યો નથી.શપથ ગ્રહણ થતાની સાથે જ મહારાષ્ટ્ર કેબિનેટમાં સભ્યોની સંખ્યા વધીને હવે 20 થઈ ગઈ છે, જે મહત્તમ 43 સભ્યોની સંખ્યાના અડધા પણ નથી. 30 જૂનના રોજ શિંદેએ મુખ્યમંત્રી તરીકે અને દેવેન્દ્ર ફડણવીસે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.

રાજ્યપાલ બીએસ કોશ્યારીએ તમામ નવા મંત્રીઓને પદના શપથ લેવડાવ્યા હતા. કાર્યક્રમ સવારે 11 વાગ્યે શરૂ થવાનો હતો, પરંતુ 15 મિનિટ મોડો શરૂ થયો હતો. ભાજપ તરફથી કેબિનેટમાં સામેલ કરાયેલા સભ્યોમાં રાધાકૃષ્ણ વિખે પાટીલ, સુધીર મુનગંટીવાર, ચંદ્રકાંત પાટીલ, વિજયકુમાર ગાવિત, ગિરીશ મહાજન, સુરેશ ખાડે, રવિન્દ્ર ચવ્હાણ, અતુલ સેવ અને મંગલપ્રભાત લોઢાનો સમાવેશ થાય છે. ગુલાબરાવ પાટીલ, દાદા ભુસે, સંજય રાઠોડ, સંદીપ ભૂમરે, ઉદય સામંત, તાનાજી સાવંત, અબ્દુલ સત્તાર, દીપક કેસરકર અને શંભુરાજ દેસાઈ શિંદે જૂથમાંથી મંત્રી તરીકે શપથ લેનારા સભ્યોમાં સામેલ છે.

કેબિનેટનું વિસ્તરણ હવે પછી થશે

શિંદેના એક સહયોગીએ કહ્યું કે આજે રાજ્યના કોઈ મંત્રીએ શપથ લીધા નથી. બાદમાં ફરી મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવશે. ભાજપે મુંબઈથી લોઢાનો સમાવેશ કર્યો છે, જ્યારે શિંદે જૂથે ત્યાંના કોઈ ધારાસભ્યને કેબિનેટમાં સામેલ કર્યા નથી. મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી આ વર્ષે યોજાવાની છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

ભાજપના ધારાસભ્ય મંગલ પ્રભાત લોઢા સૌથી અમીર મંત્રી  છે

શિંદેની કેબિનેટના તમામ મંત્રીઓ કરોડપતિ છે. જેમાં ભાજપના ધારાસભ્ય મંગલ પ્રભાત લોઢા પાસે સૌથી વધુ સંપત્તિ છે. તે જ સમયે, સૌથી ઓછી સંપત્તિ પૈઠાણ સીટના ધારાસભ્ય સંદીપન ભુમરે પાસે છે. કેબિનેટમાં આવા 12 મંત્રીઓ પણ છે જેમની સામે ગુનાહિત કેસ નોંધાયેલા છે. આમાંથી કેટલાકમાં ગંભીર કલમો પણ છે.મુખ્યમંત્રી શિંદે વિરુદ્ધ 18 અને નાયબ મુખ્યમંત્રી વિરુદ્ધ 4 ફોજદારી કેસ નોંધાયેલા છે. બીજી તરફ, શિવસેનાના અધિકાર અને 16 બળવાખોર ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા પર સુનાવણી આગળ વધી છે. હવે આ મામલામાં આગામી સુનાવણી 12 ઓગસ્ટે થશે. આ મામલો પાંચ જજોની બેન્ચને મોકલવો જોઈએ કે નહીં? આ અંગે દલીલો પણ સાંભળવામાં આવશે.

Latest News Updates

વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
g clip-path="url(#clip0_868_265)">