Maharashtra Monsoon Update: મહારાષ્ટ્રમાં મેઘરાજા મહેરબાન, મુંબઈ સહિત આ વિસ્તારોમાં હવામાન વિભાગે જાહેર કર્યું રેડ એલર્ટ

|

Aug 09, 2022 | 7:36 PM

મહારાષ્ટ્રમાં (Maharashtra) ઘણા દિવસોથી વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે આગામી સમયમાં પણ ભારે વરસાદ ચાલુ રહેશે. આ પહેલા હવામાન વિભાગે મરાઠવાડા, દક્ષિણ મધ્ય મહારાષ્ટ્ર અને દક્ષિણ મહારાષ્ટ્ર માટે પણ ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું હતું. હવે IMD એ ઘણા વિસ્તારો માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે.

Maharashtra Monsoon Update: મહારાષ્ટ્રમાં મેઘરાજા મહેરબાન, મુંબઈ સહિત આ વિસ્તારોમાં હવામાન વિભાગે જાહેર કર્યું રેડ એલર્ટ
Maharashtra Heavy Rain (Symbolic Image)

Follow us on

હવામાન વિભાગ (IMD) એ મંગળવારે ઉત્તર કોંકણ, ઉત્તર મધ્ય મહારાષ્ટ્ર, પૂર્વ અને પશ્ચિમ વિદર્ભ માટે રેડ એલર્ટ (Red Alert) જાહેર કર્યું છે. ચેતવણી જાહેર કરીને હવામાન વિભાગે ભારે વરસાદની (Maharashtra Monsoon) આગાહી કરી છે. આવી સ્થિતિમાં અહીં રહેતા લોકોએ સાવચેત રહેવાની જરૂર છે. માનવામાં આવી રહ્યુ છે કે 12 ઓગસ્ટ પછી રાહત મળી શકે છે. મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં રવિવારથી વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે આગામી સમયમાં પણ ભારે વરસાદ ચાલુ રહેશે. આ પહેલા હવામાન વિભાગે મરાઠવાડા, દક્ષિણ મધ્ય મહારાષ્ટ્ર અને દક્ષિણ મહારાષ્ટ્ર માટે પણ ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું હતું.

મંગળવાર સવારથી જ શરૂ થયો મુશળધાર વરસાદ

IMDએ કહ્યું કે રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે, જ્યારે છૂટાછવાયા સ્થળોએ પણ ભારે વરસાદ પડી શકે છે. મંગળવારે સવારે મુંબઈમાં ભારે પવન સાથે ભારે વરસાદ પડ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે અંધેરી મેટ્રો જેવા કેટલાક નીચાણવાળા વિસ્તારો ડૂબી ગયા હતા, જેના કારણે અધિકારીઓને ટ્રાફિકને વૈકલ્પિક માર્ગો પર વાળવાની ફરજ પડી હતી.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

મુંબઈમાં સોમવારે મધરાતથી ભારે વરસાદ શરૂ થયો હતો અને મંગળવારે સવારે જોરદાર પવન સાથે તેની તીવ્રતા વધી ગઈ હતી. હવામાન વિભાગ વર્તમાન હવામાન પ્રણાલીના આધારે ચાર રંગ-કોડેડ આગાહીઓ જાહેર કરે છે. લીલો રંગ કોઈ ચેતવણી દર્શાવતો નથી, યલો એલર્ટ એટલે પરીસ્થિતી પર સતત નજર રાખવી, ઓરેન્જ એલર્ટ એટલે સતર્ક રહેવું, જ્યારે રેડ એલર્ટ એટલે કે પગલાં લેવાની જરૂર છે.

ધોધ પાસે ફસાયેલા 22 પ્રવાસીઓનો બચાવ

સોમવારે મહારાષ્ટ્રના નાસિકમાં ભારે વરસાદને કારણે ધોધ પાસે ફસાયેલા 22 પ્રવાસીઓને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે એક પ્રવાસી ડૂબી જવાની આશંકા છે. પોલીસના જણાવ્યા અનુસાર ગુમ થયેલા વ્યક્તિની શોધ ચાલુ છે. આ તમામ પ્રવાસીઓ મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના ત્ર્યંબકેશ્વર તાલુકા વિસ્તારમાં રવિવારે સાંજે દુગરા નદી પાસે પ્રખ્યાત દુગરવાડી ધોધ જોવા ગયા હતા.

ત્ર્યંબકેશ્વર પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું કે સ્થાનિક લોકોએ સતત વરસાદને જોતા પાણીના સ્તરમાં વધારો થવાની સંભાવના અંગે પ્રવાસીઓને ચેતવણી આપી હતી, પરંતુ પ્રવાસીઓએ ચેતવણી પર ધ્યાન આપ્યું નહીં અને ધોધ જોવા માટે ખીણમાં ગયા. તેમણે કહ્યું કે ભારે વરસાદને કારણે આ વિસ્તારમાં પાણીનું સ્તર વધવાથી અને અંધકારના કારણે પ્રવાસીઓ ત્યાંથી પાછા ફરી શક્યા ન હતા. આ પછી, રવિવાર અને સોમવારની વચ્ચેની રાત્રે લગભગ 1.30 વાગ્યે 23 માંથી 22 પ્રવાસીઓને બચાવી લેવામાં આવ્યા હતા, એમ તેમણે જણાવ્યું હતું.

Next Article