Maharashtra MLC Election: રાજ્યસભા બાદ હવે રસપ્રદ બની મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણી, ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધો જંગ

મહારાષ્ટ્ર(Maharashtra) વિધાન પરિષદની દસ બેઠકોની ચૂંટણી માટે ભાજપમાંથી 5, શિવસેનાના 2, કોંગ્રેસમાંથી 2 અને NCPના 2 ઉમેદવારો મેદાનમાં ઉતરશે.

Maharashtra MLC Election: રાજ્યસભા બાદ હવે રસપ્રદ બની મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણી, ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધો જંગ
Maharashtra MLC Election (Symbolic Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 08, 2022 | 11:35 PM

મહારાષ્ટ્રમાંથી (Maharashtra) રાજ્યસભાની 6 બેઠકો માટે 10 જૂને ચૂંટણી યોજાવાની છે. મહારાષ્ટ્ર વિધાન પરિષદની 10 બેઠકો માટે 20 જૂને ચૂંટણી યોજાવાની છે. રાજ્યસભા માટે ભાજપે બેને બદલે ત્રણ અને શિવસેનાએ એકને બદલે બે ઉમેદવારો ઉભા રાખીને ચૂંટણીને રસપ્રદ બનાવી છે. વિધાન પરિષદમાં પણ ભાજપે ચારને બદલે પાંચ ઉમેદવારો અને કોંગ્રેસે એકને બદલે બે ઉમેદવારો ઉભા રાખીને એમએલસીની ચૂંટણીને (MLC Election) રસપ્રદ બનાવી છે. હવે રાજ્યસભાની છઠ્ઠી બેઠક માટે ભાજપ અને શિવસેના વચ્ચે મુકાબલો છે અને વિધાન પરિષદની દસમી બેઠક માટે ભાજપ અને કોંગ્રેસ (BJP vs Congress) વચ્ચે સીધો મુકાબલો છે.

મહારાષ્ટ્ર વિધાન પરિષદની 10 બેઠકો માટે 20 જૂને ચૂંટણી યોજાઈ રહી છે. 9 એમએલસીની મુદત પૂરી થઈ ગઈ છે અને 1નું અવસાન થયું છે. આ દસ બેઠકો પર ભાજપ તરફથી 5, શિવસેનાના 2, કોંગ્રેસમાંથી 2 અને એનસીપીના 2 ઉમેદવારો ચૂંટણી લડશે. નંબર ગેમની વાત કરીએ તો ભાજપના ચાર ઉમેદવારો સરળતાથી જીતી શકે છે. આ સાથે શિવસેના અને એનસીપીમાંથી બે-બે ઉમેદવારોનું જીતવાનું લગભગ નિશ્ચિત છે. કોંગ્રેસના ઉમેદવાર સરળતાથી જીતી શકે છે. પરંતુ કોંગ્રેસે એકને બદલે બે અને ભાજપે ચારને બદલે પાંચ ઉમેદવારો ઉભા રાખ્યા છે. અને દસ બેઠક પરની ચૂંટણી રસપ્રદ બની છે.

કોંગ્રેસે મુંબઈથી બંને ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા, શિવસેનાએ બંને નવા ચહેરાઓને મેદાનમાં ઉતાર્યા

ભાજપ અને તેના અપક્ષ સમર્થકો સહિત 113 ધારાસભ્યો છે. મહા વિકાસ અઘાડી પાસે કુલ 169 ધારાસભ્યો છે. આવી સ્થિતિમાં મહા વિકાસ અઘાડીના કુલ પાંચ ઉમેદવારોની જીત નિશ્ચિત છે. દરેક ઉમેદવારને જીતવા માટે 27 મતની જરૂર છે. વોટ ઓછા હોવા છતાં કોંગ્રેસે પોતાનો બીજો ઉમેદવાર પણ ઉતાર્યો છે. કોંગ્રેસના બંને ઉમેદવારો મુંબઈકર છે. મુંબઈ કોંગ્રેસ પ્રમુખ ભાઈ જગતાપ અને પૂર્વ મંત્રી ચંદ્રકાંત હંડોરને કોંગ્રેસે ઉમેદવાર બનાવ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

2019ની વિધાનસભા ચૂંટણી દરમિયાન NCPને બાય-બાય કહીને શિવસેનામાં જોડાનાર અને આદિત્ય ઠાકરેને મુંબઈની વરલી સીટ પરથી જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવનાર સચિન અહિરને શિવસેનાએ ઉમેદવારી આપી છે. સચિન અહિર ઉપરાંત શિવસેનાએ આદિવાસી નેતા આમશા પાડવીને ઉમેદવાર બનાવ્યા છે.

ભાજપના પાંચ ઉમેદવારો, નામ ક્રમિક રીતે જાણો

ભાજપે પણ પાંચ ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. આ ઉમેદવારોમાં વર્તમાન વિધાન પરિષદમાં વિપક્ષી નેતા પ્રવીણ દરેકર, દેવેન્દ્ર ફડણવીસના ખાસ શ્રીકાંત ભારતીય અને પ્રસાદ લાડ, રામ શિંદે અને મહિલા વિંગના પ્રમુખ ઉમા ખાપરેના નામ સામેલ છે. પંકજા મુંડેને ન તો રાજ્યસભામાં ઉમેદવારી મળી છે કે ન તો વિધાન પરિષદમાં.

Latest News Updates

રાજકોટના ગોખલાણા ગામમાં 400થી વધુ લોકોને પોઈઝનિંગની
રાજકોટના ગોખલાણા ગામમાં 400થી વધુ લોકોને પોઈઝનિંગની
PM Modi Gujarat Visit : જામનગરમાં 2 મેના રોજ PM મોદીની જાહેરસભા
PM Modi Gujarat Visit : જામનગરમાં 2 મેના રોજ PM મોદીની જાહેરસભા
Weather News : કાળઝાળ ગરમીથી નહીં મળે રાહત, હીટવેવની આગાહી
Weather News : કાળઝાળ ગરમીથી નહીં મળે રાહત, હીટવેવની આગાહી
આ રાશિના જાતકોને ધનલાભની મોટી શક્યતા
આ રાશિના જાતકોને ધનલાભની મોટી શક્યતા
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">