મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકની તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ, વકીલે આરોગ્ય રિપોર્ટ માગ્યો

|

May 03, 2022 | 9:38 AM

મલિકના વકીલ કુશલ મોરે પણ કોર્ટને જણાવ્યું હતું કે, મલિક (Nawab Malik) છેલ્લા ત્રણ દિવસથી બીમાર હતા અને તેમની હાલત નાજુક છે. સાથે જ વકીલે વિનંતી કરી હતી કે મલિકને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે, કારણ કે જેજે હોસ્પિટલમાં તબીબી તપાસની ઘણી સુવિધાઓ ઉપલબ્ધ નથી.

મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકની તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ, વકીલે આરોગ્ય રિપોર્ટ માગ્યો
Maharashtra Minister Nawab Malik

Follow us on

મની લોન્ડરિંગ કેસમાં (Money Laundering) એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ધરપકડ કરાયેલ મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકની (Nawab Malik)  તબિયત લથડતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમના વકીલ દ્વારા આ માહિતી આપવામાં આવી છે. મુંબઈની આર્થર રોડ જેલમાં બંધ મલિકએ ગયા અઠવાડિયે વિશેષ અદાલતને તબીબી આધાર પર વચગાળાના જામીન આપવા વિનંતી કરી હતી. કેસની સુનાવણી દરમિયાન, મલિકના વકીલ કુશલ મોરે કોર્ટને કહ્યું કે જ્યારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતાના પરિવારના સભ્યો તેમને ઘરે બનાવેલું ભોજન પીરસવા ગયા ત્યારે તેમને કહેવામાં આવ્યું કે તેમને સરકારી જેજે હોસ્પિટલમાં (JJ Hospital) ખસેડવામાં આવ્યા છે.

મલિકના વકીલે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવાની માગ કરી

મલિકના વકીલ કુશલ મોરે પણ કોર્ટને જણાવ્યું હતું કે, મલિક છેલ્લા ત્રણ દિવસથી બીમાર હતા અને તેમની હાલત નાજુક છે. સાથે જ વકીલે વિનંતી કરી હતી કે મલિકને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે, કારણ કે જેજે હોસ્પિટલમાં તબીબી તપાસની ઘણી સુવિધાઓ ઉપલબ્ધ નથી. સર જેજે હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ સંજય સુરાસેએ જણાવ્યું હતું કે મલિકે પેટમાં ખરાબીની ફરિયાદ કરી હતી અને તેનું બ્લડ પ્રેશર સ્થિર નથી. તેઓ આઈસીયુમાં નિરીક્ષણ હેઠળ છે અને હાલ તેમની સ્થિતિ સ્થિર છે.

આ કેસની આગામી સુનાવણી 5 મેના રોજ થશે

સ્પેશિયલ જજ આરએન રોકડેએ જેલ સત્તાવાળાઓ દ્વારા મલિકની સ્થિતિ વિશે કોર્ટને જાણ ન કરવા અને તેને હોસ્પિટલમાં લઈ જવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ન્યાયાધીશે હોસ્પિટલ પાસેથી રિપોર્ટ માંગ્યો અને આ મામલે સુનાવણીની આગામી તારીખ 5 મે નક્કી કરવામાં આવશે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે જામીનની જરૂર નથી

EDએ તેના જવાબમાં જણાવ્યું હતું કે આરોપીએ અગાઉ વચગાળાની રાહત માટે બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી હતી, પરંતુ તેની અરજી ફગાવી દેવામાં આવી છે. એજન્સીએ કહ્યું કે તે નોંધવું યોગ્ય છે કે અરજદારને આવી વચગાળાની રાહતમાં કોઈ તબીબી આધાર દેખાતું નથી. તેમણે કહ્યું કે ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે મલિક માટે વચગાળાના જામીનની જરૂર નથી. તમને જણાવી દઈએ કે, મલિકે કિડનીની બિમારી અને પગમાં સોજા સહિતની અનેક બિમારીઓને ટાંકીને તબીબી આધાર પર છ અઠવાડિયા માટે વચગાળાના જામીન માંગ્યા હતા.

Next Article