AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra : અનિલ દેશમુખને લઈને લુક આઉટ નોટીસ જાહેર, હવે દેશ છોડી નહી શકે

ED દ્વારા અનિલ દેશમુખ સામે લુક આઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે. એટલે કે જ્યાં પણ અનિલ દેશમુખને જોવામાં આવશે ત્યાં જ તેમની ધરપકડ કરવામાં આવશે.

Maharashtra : અનિલ દેશમુખને લઈને લુક આઉટ નોટીસ જાહેર, હવે દેશ છોડી નહી શકે
અનિલ દેશમુખ (ફાઈલ ઈમેજ)
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 05, 2021 | 11:02 PM
Share

100 કરોડની વસૂલાતના કેસમાં મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખની મુશ્કેલીઓ વધી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ-ઇડી દ્વારા તેમની સામે લુક આઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે. આ સાથે, હવે તેઓ દેશ છોડી શકશે નહીં. ટૂંક સમયમાં તેની ધરપકડ પણ થઈ શકે છે.

ED એ અત્યાર સુધી અનિલ દેશમુખને પાંચ વખત સમન્સ પાઠવ્યું છે. પરંતુ અનિલ દેશમુખ પૂછપરછ માટે એક વખત પણ હાજર થયા ન હતા. હવે ED તેમને છઠ્ઠુ સમન્સ મોકલવાની તૈયારી કરી રહ્યું છે. પરંતુ તે પહેલા તેઓ દેશ છોડીને જઈ ન શકે એટલા માટે, ઇડીએ હવે તેની સામે લુક આઉટ નોટિસ જાહેર કરી છે.

ઇડીના સૂત્રોના જણાવ્યા અનુસાર, લુકઆઉટ નોટિસ જાહેર થયા બાદ ઇડીને સમગ્ર દેશમાં અનિલ દેશમુખને શોધવાનો અધિકાર મળી ગયો છે. આ સિવાય દેશભરના એરપોર્ટને પણ આ અંગે જાણ કરવામાં આવી છે. જેથી જો દેશમુખ દેશ છોડવા માગે તો તેને એરપોર્ટ પર જ રોકી શકાય.

ઇડી દ્વારા અનિલ દેશમુખ સાથે જોડાયેલા અનેક સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે

મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે અનિલ દેશમુખ પર પોલીસ અધિકારીઓનો ઉપયોગ કરીને 100 કરોડની ઉચાપત કરવાનો આરોપ લગાવ્યો હતો. સીબીઆઈ આ કેસની તપાસ કરી રહી હતી ત્યારે ઈડીએ મની લોન્ડરિંગ કેસમાં અનિલ દેશમુખ સામે તપાસ શરૂ કરી હતી.

અનિલ દેશમુખને શોધવા માટે ઇડીએ અત્યાર સુધીમાં 12 થી 14 અલગ અલગ જગ્યાએ દરોડા પાડ્યા છે. ED ની ત્રણ ટીમો એક સમયે સમગ્ર મહારાષ્ટ્રમાં દેશમુખની શોધમાં લાગેલી છે. હવે લુકઆઉટ જાહેર થયા પછી, ઇડી દ્વારા અન્ય રાજ્યોમાં પણ દેશમુખની શોધ શરૂ કરવામાં આવશે. આ સમાચાર સુત્રો દ્વારા જાણવા મળેલા છે.

ઇડીની તપાસમાં એ વાત સામે આવી છે કે તેણે નકલી કંપની મારફતે શૈક્ષણિક સંસ્થાઓમાં વસૂલાતની સાડા ચાર કરોડની રકમ નાખવામાં આવી  હતી. આ કેસમાં ED એ દેશમુખના પીએસ અને પીએની ધરપકડ કરી છે.

આ સિવાય અનિલ દેશમુખના વકીલ આનંદ ડાગાની પણ CBI અધિકારી અભિષેક તિવારી પાસેથી રિપોર્ટ લીક કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. અભિષેક તિવારીની પણ ધરપકડ કરવામાં આવી છે. તેથી માનવામાં આવે છે કે અનિલ દેશમુખની ધરપકડ નજીક છે.

આ પણ વાંચો : New Wage Code : કર્મચારીઓ માટે અગત્યના સમાચાર , 1 ઓક્ટોબરથી નોકરીના સમયથી લઈ પગાર સુધી આ થશે ફેરફાર, જાણો તમને શું થશે અસર

આ પણ વાંચો :  Maharashtra : ‘તમારી રાજનીતિ ચાલે છે, લોકો મરે છે’, મંદિર ખોલવાનો આગ્રહ કરનારાઓને CM ઉદ્ધવ ઠાકરેનો જવાબ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">