Govt Scheme : Lek Ladki yojna દીકરીઓના ખાતામાં પૈસાનો થશે વરસાદ ! સરકારે આ ખાસ યોજના કરી શરૂ, જાણો સમગ્ર વિગત અને જરૂરી દસ્તાવેજ વિશે
Lek Ladki Schem: દેશભરની વિવિધ રાજ્ય સરકારો તેમના રાજ્યોની મહિલાઓ અને દીકરીઓને સશક્ત બનાવવા માટે વિવિધ પ્રકારની યોજનાઓ લાવી રહી છે. તાજેતરમાં મહારાષ્ટ્ર સરકારે આ કર્યું છે. કુલ મળીને જોઈએ તો આ રમકમ અંદાજે રૂ. 1 લાખ છે. જે સહાય દીકરીઓને સરકાર ચૂકવશે. મહિલાઓના સારા ભવિષ્યને ધ્યાનમાં રાખીને વિવિધ રાજ્ય સરકાર દ્વારા નવી નવી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે.

મહારાષ્ટ્ર સરકારે એક નવી યોજના શરૂ કરી છે જે હેઠળ ઓછી આવક ધરાવતા પરિવારોની દીકરીઓને જન્મ બાદના તમામ તબક્કામાં ચૂકવણી કરવામાં આવશે. જ્યારે તેઓ 18 વર્ષની થશે ત્યારે પાત્ર પ્રાપ્તકર્તાઓ માટે કુલ રકમ 1 લાખ રૂપિયા સુધી પહોંચશે.
પીળા અને કેસરી રેશનકાર્ડ ધરાવતા પરિવારની દીકરીઓને જન્મ સમયે રૂ. 5,000, ધોરણ 1માં દાખલ થવા સમયે રૂ. 6,000, ધોરણ 6માં રૂ. 7,000, ધોરણ 11માં રૂ. 8,000 અને 18 વર્ષની વયે પહોંચવા પર રૂ. 75,000 આપવામાં આવશે.
આ તમામ બાબતોનો અર્થ એ કે જો આપણે કુલ મળીને જોઈએ તો આ રમકમ અંદાજે રૂ. 1 લાખ છે. તમને જણાવી દઈએ કે મહિલાઓના સારા ભવિષ્યને ધ્યાનમાં રાખીને વિવિધ રાજ્ય સરકાર દ્વારા નવી નવી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. તાજેતરમાં મધ્યપ્રદેશમાં લાડલી બહેન યોજના શરૂ કરવામાં આવી છે.
આ કારણસર સરકારે આ યોજના અમલમાં મૂકી હતી
Lek Ladki’ ને ગુજરાતીમાં પ્રિય દીકરી કહે છે. આ યોજના 1 એપ્રિલ, 2023 પછી જન્મેલી દીકરીઓ માટે ઉપલબ્ધ હશે, અને આ વર્ષની શરૂઆતમાં નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી, જેઓ તે સમયે નાણા મંત્રાલય પણ સંભાળતા હતા. આ યોજનાનો ઉદ્દેશ્ય મહિલાઓનું પ્રમાણ વધારવા, તેમના શિક્ષણને પ્રોત્સાહિત કરવાનો અને કુપોષણ અને બાળ લગ્નને દૂર કરવાનો છે.
આ વાતની આપવામાં આવશે ગેરંટી
શાસક શિવસેનાના પ્રવક્તા મનીષા કાયંદેએ કેબિનેટના નિર્ણયને આવકારતા કહ્યું કે આ યોજના બાંહેધરી આપશે કે દીકરીઓને જન્મથી જ આર્થિક મદદ મળશે અને સ્ત્રી ભ્રુણ હત્યા ઘટાડવામાં મદદ મળશે.
Lek Ladki યોજના 2023 માટે પાત્રતા
- મહારાષ્ટ્ર લેક લડકી યોજનાના લાભો મેળવવા માટે, અરજદાર મહારાષ્ટ્રનો વતની હોવો આવશ્યક છે.
- લેક લડકી યોજના રાજ્યની માત્ર દીકરીઓ જ પાત્ર બનશે.
- રાજ્યના પીળા અને નારંગી રેશનકાર્ડ ધરાવનાર કન્યાઓના પરિવારો જ આ યોજના માટે પાત્ર બનશે.
- લેક લડકી યોજનાના લાભો મેળવવા માટે, લાભાર્થી પાસે બેંક ખાતું હોવું આવશ્યક છે.
- આ યોજનાનો લાભ 18 વર્ષની ઉંમર સુધી આપવામાં આવશે.
Lek Ladki યોજના 2023 માટે જરૂરી દસ્તાવેજો
- માતા-પિતાનું આધાર કાર્ડ
- બાળકીનું જન્મ પ્રમાણપત્ર
- પીળા અને નારંગી રેશન કાર્ડ
- ઓળખ પ્રમાણપત્ર
- જાતિ પ્રમાણપત્ર
- રહેઠાણનો પુરાવો
- મોબાઇલ નંબર
- બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટ
- પાસપોર્ટ સાઇઝનો ફોટો
સરકારની આવી જ અન્ય યોજના જાણવા માટે આપ અહીં ક્લિક કરો