મહારાષ્ટ્ર : સમીર વાનખેડે કેસમાં નવો વળાંક, ઉત્પીડનના દાવા અંગે NCSC એ રાજ્ય સરકાર પાસેથી માંગ્યો રિપોર્ટ
અનુસૂચિત જાતિ રાષ્ટ્રીય આયોગના સભ્ય સુભાષ રામનાથ પારધીએ જણાવ્યુ હતુ કે, સમીર વાનખેડે દ્વારા તૈયાર કરાયેલા દસ્તાવેજો અને અધિકારીઓ દ્વારા તૈયાર કરાયેલા દસ્તાવેજોમાં રહેલી ખામીઓને સુધારવા માટે રાજ્ય સરકારના અધિકારીઓને આદેશો આપવામાં આવ્યા છે.
Maharashtra: અનુસૂચિત જાતિ માટેના રાષ્ટ્રીય આયોગે (National Commission for Scheduled Caste) મહારાષ્ટ્ર સરકારના અધિકારીઓને ભૂતપૂર્વ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ના અધિકારી સમીર વાનખેડે (Sameer Wankhede) દ્વારા કરવામાં આવેલા ઉત્પીડનના દાવા અંગે એક સપ્તાહની અંદર રિપોર્ટ મોકલવા જણાવ્યુ છે. આ સાથે પંચે વાનખેડે કેસમાં એસસી-એસટી એક્ટ (SC ST atrocities act) ઉમેરવાના નિર્દેશ પણ આપ્યા છે. તમને જણાવી દઈએ કે, આ કેસની આગામી સુનાવણી 7 માર્ચે થશે.
નેશનલ કમિશન ફોર શેડ્યુલ્ડ કાસ્ટ્સ (NCSC)ના ઉપાધ્યક્ષ અરુણ હલદરે જણાવ્યુ હતુ કે, સમીર વાનખેડે મુદ્દે સોમવારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.વધુમાં તેમણે કહ્યું કે આ મામલામાં પંચની બેઠક સ્પીકરે કરવાની હતી, પરંતુ તેઓ પંજાબથી વિધાનસભાની ચૂંટણી લડી રહ્યા હોવાથી આ મામલાની જવાબદારી મને આપવામાં આવી છે. ઉપરાંત અરુણ હલદરે કહ્યુ કે, અમે મહારાષ્ટ્ર સરકાર પાસેથી જે રિપોર્ટ માંગ્યો હતો, તેઓ તેને યોગ્ય રીતે મોકલી શક્યા નથી. તેથી હવે અમે આ મામલે આગામી સુનાવણી માટે 7 માર્ચની તારીખ નક્કી કરવામાં આવી છે.
આયોગે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી
નેશનલ કમિશન ફોર શેડ્યુલ્ડ કાસ્ટ્સ (NCSC) ના ઉપાધ્યક્ષ અરુણ હલદરે વધુમાં જણાવ્યુ હતુ કે, “મહારાષ્ટ્ર સરકારે આ મામલે સૌથી મોટી ભૂલ કરી છે તે એ છે કે ફરિયાદના આધારે, તેઓએ SC/ST એટ્રોસિટી એક્ટનો આગ્રહ રાખવો જોઈતો હતો, પરંતુ તેમણે કર્યું નહિ. આ એક મોટી ભૂલ છે જે રાજ્ય સરકારે કરી છે. આથી તેણે સમીર વાનખેડે દ્વારા કરવામાં આવેલા ઉત્પીડનના દાવા પર એટ્રોસિટી એક્ટ ઉમેર્યા બાદ 7 દિવસમાં કમિશનને રિપોર્ટ મોકલવા જણાવવામાં આવ્યુ છે. અન્યથા અમે કડક કાર્યવાહી કરીશું.
સમીર વાનખેડેની ફરિયાદમાં SC-ST એક્ટનો ઉપયોગ કરવામાં આવ્યો નથી
અનુસૂચિત જાતિ માટેના રાષ્ટ્રીય આયોગના સભ્ય સુભાષ રામનાથ પારધીએ જણાવ્યુ હતુ કે, સમીર વાનખેડે દ્વારા તૈયાર કરાયેલા દસ્તાવેજો અને અધિકારીઓ દ્વારા તૈયાર કરાયેલા દસ્તાવેજોમાં રહેલી ખામીઓને સુધારવા માટે રાજ્ય સરકારના અધિકારીઓને આદેશો આપવામાં આવ્યા છે. મહારાષ્ટ્ર સરકારની સ્ક્રુટિની કમિટી સમીર વાનખેડેની જાતિની ઓળખની તપાસ કરી રહી છે, જે પણ તથ્યો બહાર આવશે તે તપાસનો વિષય છે, પરંતુ મુખ્ય વાત એ છે કે અધિકારીઓએ એ સાબિત કર્યું નથી કે તે અનુસૂચિત જાતિના છે કે નહીં.
આ પણ વાંચો : Maharashtra Corona Rules: કોરોના પ્રતિબંધો થયા હળવા, 50 ટકા ક્ષમતા સાથે ખુલ્યા સ્પા, સલુન, સ્વીમીંગ પુલ