Maharashtra : મુખ્યપ્રધાનની આગેવાનીમાં આજે મળશે કેબિનેટ બેઠક, શું શાળાઓને ફરી લાગશે તાળા ?

|

Dec 08, 2021 | 3:42 PM

કેબિનેટ બેઠક પહેલા NCP કોંગ્રેસ પાર્ટીની અલગ બેઠક બોલાવવામાં આવી છે. આજની બેઠકમાં ત્રણ મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરીને નિર્ણય લેવાય તેવી શક્યતા સેવાઈ રહી છે.

Maharashtra : મુખ્યપ્રધાનની આગેવાનીમાં આજે મળશે કેબિનેટ બેઠક, શું શાળાઓને ફરી લાગશે તાળા ?
CM Uddhav Thackeray

Follow us on

Maharashtra : આજે મુખ્યપ્રધાનની આગેવાનીમાં રાજ્ય કેબિનેટની બેઠક (Cabinet meeting)યોજાવા જઈ રહી છે. આ બેઠકમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા હાજરી આપવાના છે. ત્યારે કેબિનેટ બેઠક પહેલા એનસીપી કોંગ્રેસ(NCP-Congress Party) પાર્ટીની અલગ બેઠક બોલાવવામાં આવી છે. આજની બેઠકમાં ત્રણ મોટા નિર્ણયો લેવામાં આવે તેવી શક્યતા છે.

શાળા શરૂ કરવાના નિર્ણય પર આજે પુનર્વિચાર કરવામાં આવશે

ઓમિક્રોનના જોખમ વચ્ચે પ્રાથમિક શાળા શરૂ કરવાના નિર્ણય પર આજે બેઠકમાં પુનર્વિચાર કરવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે, દેશમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનથી 23 દર્દીઓ સંક્રમિત મળી આવ્યા છે. તેમાંથી મહારાષ્ટ્રના 10 દર્દીઓ સામેલ છે. આવી સ્થિતિમાં, શાળાઓ ખોલવાના (School Reopen) નિર્ણયમાં ફેરફાર થઈ શકે છે. આ અંગે શાળા શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડે (Varsha Gaikwad) કહ્યું હતુ કે, સ્થાનિક સ્તરે સ્થિતિને જોતા શાળા ખોલવા સંબંધિત નિર્ણય લેવામાં આવશે.

3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024

મુંબઈ અને પુણેમાં આ તારીખથી શાળાઓ ખુલશે

મુંબઈ અને પુણેમાં 15 ડિસેમ્બરથી શાળાઓ ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલમાં, ઓમિક્રોનની જોખમનું(Omicron Variant)  મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. ટાસ્ક ફોર્સ સાથે ચર્ચા કર્યા બાદ શાળાઓને લગતી માર્ગદર્શિકા પણ બનાવવામાં આવી છે.હાલની પરિસ્થિતિને જોતા સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા આ નિર્ણયો બદલાય શકે છે.

રાજ્ય વાહનવ્યવહાર નિગમના કર્મચારીઓની હડતાળને એક માસ પૂર્ણ થયો

રાજ્ય પરિવહન નિગમ (MSRTC)ના કર્મચારીઓની હડતાલને આજે એક મહિનો પૂર્ણ થઈ રહ્યો છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં એસટી બસો પણ શરૂ થઈ ગઈ છે. ઘણા કર્મચારીઓ કામ પર પાછા ફર્યા છે. પરંતુ હજુ પણ ઘણા કામદારો આંદોલન ચાલુ રાખી રહ્યા છે. ત્યારે આ બેઠકમાં આ અંગેનો ઉકેલ શોધવાના પ્રયાસો કરવામાં આવશે.

OBC અનામત પર સુપ્રીમ કોર્ટના સ્ટે પર ચર્ચા

સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીમાં OBC અનામત પર સુપ્રીમ કોર્ટના(Supreme Court)  સ્ટે બાદ ઉભી થયેલી પરિસ્થિતિ અંગે પણ ચર્ચા કરવામાં આવશે અને રાજ્ય સરકારની આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે. આ સિવાય મહા વિકાસ અઘાડીના નેતાઓ પર EDની વધતી કાર્યવાહી, ખેડૂતો સાથે જોડાયેલા મહત્વના મુદ્દાઓ પર પણ ચર્ચા થવાની શક્યતા છે.

 

આ પણ વાંચો : Omicron: મુંબઈ માટે રાહતના સમાચાર ! ઓમિક્રોન સંક્રમિતના સંપર્કમાં આવેલા 40 અને અન્ય 314 લોકો કોરોના નેગેટિવ

આ પણ વાંચો : મહારાષ્ટ્ર : વિરોધ પક્ષના નેતા બનશે વેવાઈ ! આ ભાજપના નેતાની પુત્રી બનશે ઠાકરે પરિવારની વહુ

Next Article