મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ હાલ જેલમાં જ રહેશે, 14 દિવસ લંબાવવામાં આવી જ્યુડિશિયલ કસ્ટડી

મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ હાલ જેલમાં જ રહેશે, 14 દિવસ લંબાવવામાં આવી જ્યુડિશિયલ કસ્ટડી
Former Maharashtra Home Minister Anil Deshmukh (File Photo)

મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખની જેલ યાત્રા ચાલુ છે. તેમને આજે રાહત મળી નથી. દેશમુખની જ્યુડિશિયલ કસ્ટડી 14 દિવસ માટે લંબાવવામાં આવી છે. તેમની જ્યુડિશિયલ કસ્ટડી આજે પૂરી થઈ રહી હતી. દેશમુખ મુંબઈની આર્થર રોડ જેલમાં છે.

TV9 GUJARATI

| Edited By: Nidhi Bhatt

Dec 27, 2021 | 6:15 PM

મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખની (Anil Deshmukh) જેલ યાત્રા ચાલુ છે. તેમને આજે રાહત મળી નથી. દેશમુખની જ્યુડિશિયલ કસ્ટડી (Judicial Custody) 14 દિવસ માટે લંબાવવામાં આવી છે. તેમની જ્યુડિશિયલ કસ્ટડી આજે પૂરી થઈ રહી હતી. અનિલ દેશમુખ હાલ મુંબઈની આર્થર રોડ જેલમાં છે. દેશમુખની 2 નવેમ્બરે મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. આ પહેલા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ-ઈડીએ (Enforcement Directorate-ED) તેમની 12 કલાક પૂછપરછ કરી હતી. આ પહેલા મહારાષ્ટ્ર સરકાર દ્વારા રચવામાં આવેલા ચાંદીવાલ કમિશને પણ અનિલ દેશમુખ પર 50,000 રૂપિયાનો દંડ લગાવ્યો હતો.

આ દંડ એટલા માટે લાદવામાં આવ્યો હતો કારણ કે દેશમુખના વકીલ બરતરફ કરાયેલા પોલીસ અધિકારી સચિન વાજેની પૂછપરછ દરમિયાન દલીલો માટે હાજર ન થયા. આ દંડ સીએમ રિલીફ ફંડમાં જમા કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.

આ રીતે અનિલ દેશમુખની ધરપકડ કરવામાં આવી હતી

ધરપકડ બાદ દેશમુખને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે તેમને ED કસ્ટડીમાં મોકલી દીધા હતા. અગાઉ, ED દ્વારા તેમને પાંચ વખત સમન્સ મોકલવા છતાં તેઓ પૂછપરછ માટે હાજર થયા ન હતા. એક અથવા બીજા કારણોસર તેઓ પૂછપરછ કરવાનું ટાળી રહ્યા હતા. તેમણે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટમાં તેમની સામે ED અને CBI દ્વારા કરવામાં આવી રહેલી પૂછપરછ પર સવાલો ઉઠાવ્યા હતા.

પરંતુ કોર્ટે તેમને પૂછપરછમાં સહકાર આપવાનો નિર્દેશ આપ્યો હતો. આ પછી અનિલ દેશમુખ ઈડી ઓફિસમાં પૂછપરછ માટે હાજર થયા હતા. અનિલ દેશમુખની ધરપકડ કરતા પહેલા EDએ તેમના ઘણા સ્થળો પર દરોડા પણ પાડ્યા હતા. સીબીઆઈ દ્વારા પણ દરોડા પાડવામાં આવ્યા હતા.

100 કરોડની વસુલી અને મની લોન્ડરિંગ કેસમાં CBI અને ED કરી રહી છે તપાસ 

તમને જણાવી દઈએ કે મુંબઈમાં પ્રખ્યાત ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાની બહાર વિસ્ફોટકોથી ભરેલી કાર મળી આવી હતી. આ પછી તે કારના માલિક મનસુખ હિરેનની હત્યા કરવામાં આવી હતી. આ ઘટના બાદ તત્કાલિન મુંબઈ પોલીસ કમિશનર પરમબીર સિંહની બદલી કરવામાં આવી હતી. પોલીસ કમિશનર પદ પરથી હટાવવામાં આવ્યા બાદ પરમવીર સિંહે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને મોકલેલા મેઈલમાં અનિલ દેશમુખ પર મુંબઈના બાર અને રેસ્ટોરન્ટમાંથી 100 કરોડની ઉચાપત કરવા માટે પોલીસ અધિકારીઓનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો.

આ પછી દેશમુખે ગૃહમંત્રી પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું. બાદમાં દેશમુખના મની લોન્ડરિંગ સાથે જોડાયેલા મામલા પણ સામે આવ્યા હતા. 100 કરોડની વસૂલાત કેસની તપાસ CBI દ્વારા કરવામાં આવ્યા બાદ કેન્દ્રીય તપાસ એજન્સી EDએ પણ તેમની સામે તપાસ શરૂ કરી હતી. અનિલ દેશમુખ હાલ આર્થર રોડ જેલમાં બંધ છે.

આ પણ વાંચો :  શું મંદિરોમાં ફરી લાગશે તાળા ? મહારાષ્ટ્રમાં વધતા કોરોના કેસને લઈને કેન્દ્રીય મંત્રીએ આપ્યુ મોટુ નિવેદન

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati