મહારાષ્ટ્રના પૂર્વગૃહપ્રધાન અનિલ દેશમુખને ફરી રાહત ન મળી, વિશેષ PMLA કોર્ટે 13 મે સુધી ન્યાયિક કસ્ટડી વધારી

|

Apr 29, 2022 | 9:19 PM

વિશેષ પીએમએલએ કોર્ટે (Special PMLA Court) અનિલ દેશમુખની (Anil Deshmukh) ન્યાયિક કસ્ટડી (Judicial Custody) 13 મે સુધી લંબાવી છે. એટલે કે તેમને આગામી 14 દિવસ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં રહેવું પડશે.

મહારાષ્ટ્રના પૂર્વગૃહપ્રધાન અનિલ દેશમુખને ફરી રાહત ન મળી, વિશેષ PMLA કોર્ટે 13 મે સુધી ન્યાયિક કસ્ટડી વધારી
Anil Deshmukh (File Image)

Follow us on

મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખને (Anil Deshmukh) ફરી રાહત મળી નથી. વિશેષ પીએમએલએ કોર્ટે તેમની ન્યાયિક કસ્ટડી 13 મે સુધી લંબાવી છે. એટલે કે તેમને હવે આગામી 14 દિવસ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં રહેવું પડશે. અનિલ દેશમુખ ઉપરાંત બરતરફ કરાયેલા પોલીસ અધિકારી સચિન વાજે, અનિલ દેશમુખના અંગત સચિવ સંજીવ પલાંડે અને તેમના અંગત સહાયક કુંદન શિંદેની ન્યાયિક કસ્ટડી પણ લંબાવવામાં આવી છે. 100 કરોડના રિકવરી કેસ અને અન્ય મની લોન્ડરિંગ કેસમાં CBI અને ED દ્વારા તપાસના સંદર્ભમાં ED દ્વારા દેશમુખની ધરપકડ કરવામાં આવી હતી. અનિલ દેશમુખને સીબીઆઈ દ્વારા મુંબઈની આર્થર રોડ જેલમાંથી કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. CBI કસ્ટડીમાં તેની પૂછપરછ પૂર્ણ થયા બાદ હવે તેમને ફરી એકવાર ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે.

આજે (29 એપ્રિલ, શુક્રવાર) અનિલ દેશમુખને કસ્ટડીની મુદત પૂરી થતાં સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે તેની જ્યુડિશિયલ કસ્ટડી 14 દિવસ માટે વધારી દીધી છે. દેશમુખ ઉપરાંત સચિન વાજે, સંજીવ પલાંડે અને કુંદન શિંદેને પણ 13 મે સુધી ન્યાયિક કસ્ટડીમાં રહેવું પડશે.

100 કરોડની રિકવરી અને મની લોન્ડરિંગ સંબંધિત કેસમાં અત્યાર સુધીના અપડેટ્સ

અનિલ દેશમુખ પર આરોપ છે કે ગૃહમંત્રીના પદ પર રહીને તેમણે મુંબઈના પોલીસ અધિકારીઓને રેસ્ટોરન્ટ અને બારમાંથી 100 કરોડની વસૂલાત કરવા માટે રોક્યા હતા. આ આરોપ મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પત્ર લખીને લગાવ્યો છે. આ આરોપ બાદ અનિલ દેશમુખે ગૃહમંત્રી પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

આ પછી હાઈકોર્ટે સીબીઆઈને આ મામલાની તપાસ કરવાનો નિર્દેશ આપ્યો હતો. આ તપાસ દરમિયાન મની લોન્ડરિંગના અન્ય કેસ પણ ખુલતા ગયા. મની લોન્ડરિંગ કેસની તપાસ માટે EDની એન્ટ્રી થઈ હતી. આ પછી અનિલ દેશમુખના ઘણા સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા.

ચાંદીવાલ કમિશને ક્લીનચીટ આપી, પરંતુ દેશમુખની મુશ્કેલી ઓછી થઈ નહીં

આ દરમિયાન, રાજ્ય સરકારે આ મામલાની તપાસ માટે નિવૃત્ત ન્યાયાધીશ ઉત્તમચંદ ચાંદીવાલની અધ્યક્ષતામાં ચાંદીવાલ કમિશનની રચના પણ કરી હતી. મંગળવારે ચાંદીવાલ કમિશને પોતાનો રિપોર્ટ મુખ્યમંત્રીને સોંપ્યો હતો. ચાંદીવાલ પંચે પોતાના રિપોર્ટમાં અનિલ દેશમુખને ક્લીનચીટ આપી છે.

આ પણ વાંચો :  ભાજપના ધારાસભ્યનો શિવસેના પર ઈલેક્ટ્રિક બસ ટેન્ડરમાં ગોટાળાનો આરોપ, કહ્યું- વિદેશી કંપનીને ફાયદો કરાવવાનો પ્રયાસ

Next Article