Maharashtra: મહારાષ્ટ્રના થાણે જિલ્લાના ભિવંડીમાં રવિવારે મોડી રાત્રે અન્સારી મેરેજ હોલમાં (Ansari Marriage Hall) આગ લાગી હતી. થાણે મ્યુનિસિપલ કોર્પોરેશને (Thane Municipal Corporation) જણાવ્યું કે, ફાયર બ્રિગેડની ચાર ગાડીઓ ઘટનાસ્થળે છે. જો કે સદનસીબે ઘટનામાં કોઈ જાન હાનિ થઈ હોવાના કોઈ અહેવાલ નથી. ઉલ્લેખનીય છે કે, મેરેજ હોલમાં લાગેલી આગના કારણે આસપાસના કેટલાક વાહનો પણ બળીને ખાખ થઈ ગયા હતા.હાલ આગને કાબુ કરવા ફાયર બ્રિગેડની ટીમ જોતરાઈ છે.
Maharashtra | Fire breaks out at Ansari marriage hall in Bhiwandi, Thane. Four fire tenders at the spot: Thane Municipal Corporation pic.twitter.com/K9X51YCO7k
આ પહેલા થાણેના મુરબાડ વિસ્તારની તહેસીલ ઓફિસ પાસે ફર્નિચર બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. આ આગ રાત્રે આઠ વાગ્યાની આસપાસ શરૂ થઈ હતી. આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પરંતુ આગની જ્વાળાઓ ખૂબ જ ઉંચી હોવાથી ફાયર બ્રિગેડની (Fire Brigade) ટીમને આગ ઓલવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.આ આગમાં કોઈ જાનહાની થઈ નહોતી.પરંતુ આ આગમાં સંપૂર્ણ ફેક્ટરી બળીને ખાખ થઈ ગઈ હતી.
મહારાષ્ટ્રના અહમદનગરમાં 6નવેમ્બરના રોજ સિવિલ હોસ્પિટલના ICU વોર્ડમાં ભીષણ આગ લાગી હતી, જેમાં કોરોનાનાં 10 દર્દીઓના મોત થયા હતા, જ્યારે આ આગમાં અનેક લોકો ઘાયલ થયા. આ ઘટના અંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.ત્યારે રાજ્યમાં વારંવાર આગને લઈને હાલ તંત્રની કામગિરી પર સવાલ ઉભા થઈ રહ્યા છે.