Coal Crisis in Maharashtra: કોલસાની અછત વચ્ચે મહારાષ્ટ્રના ઉર્જા મંત્રીએ કહ્યુ, રાજ્યમાં નહીં થાય લોડ શેડિંગ

TV9 GUJARATI

|

Updated on: Oct 12, 2021 | 11:14 PM

ઉર્જા મંત્રીએ કહ્યું "કોલ ઈન્ડિયા કંપની આ કટોકટીને યોગ્ય રીતે મેનેજ કરી શકી નથી, તેથી ભારતમાં આવી સ્થિતિ સર્જાઈ છે. આબોહવા પરિવર્તનને કારણે પરિસ્થિતિ પણ વધુ વણસી ગઈ. ખાસ કરીને પૂરને કારણે કોલસો પૂરો પાડી શકાયો નથી."

Coal Crisis in Maharashtra: કોલસાની અછત વચ્ચે મહારાષ્ટ્રના ઉર્જા મંત્રીએ કહ્યુ, રાજ્યમાં નહીં થાય લોડ શેડિંગ
Maharashtra Energy Minister Nitin Raut

Follow us on

મહારાષ્ટ્રના ઉર્જા મંત્રી નીતિન રાઉતે (Nitin Raut) મંગળવારે ખાતરી આપી હતી કે દેશમાં ચાલી રહેલા કોલસા સંકટને કારણે રાજ્યમાં કોઈ લોડ શેડિંગ નહીં થાય. રાઉતે કહ્યું કે રાજ્યમાં કોલસાની અછત હોવા છતાં મહારાષ્ટ્ર સરકારે સુનિશ્ચિત કર્યુ છે કે વીજ પુરવઠો ખોરવાય નહીં.

તેમણે કહ્યું “કોલસાની કટોકટી હોવા છતાં અમે અમારા નાગરિકોને વીજળી આપવાનો પ્રયાસ કર્યો છે. રાજ્યમાં કોલસાની અછત પછી પણ 27 માંથી માત્ર ચાર વીજ ઉત્પાદક એકમો બંધ છે. મીડિયા સાથેની વાતચીત દરમિયાન તેમણે કહ્યું કે, એક મંત્રી તરીકે, હું ખાતરી આપી શકું છું કે કોલસાની કટોકટીને કારણે લોડ શેડિંગ નહીં થાય.

કોલસાની અછત અંગે કરવામાં આવી હતી બેઠક

તેમણે કહ્યું, “મને એવી કલ્પના હતી જ કે રાજ્યમાં આવી સ્થિતિ આવી શકે છે. આગમચેતી રૂપે અમે ચોમાસા પહેલાથી આવી બેઠકો યોજી રહ્યા છીએ, જેથી વરસાદને કારણે કોલસાના પુરવઠામાં કોઈ અછત ન સર્જાય. અમારી પાસે 3 મહિનાનો સ્ટોક હતો, પરંતુ જ્યારે વચ્ચે વરસાદ બંધ થયો, ત્યારે વીજળીનો વધુ ઉપયોગ કરવામાં આવ્યો. તેના કારણે રાજ્યમાં કોલસાનો વપરાશ પણ વધ્યો.

તેમણે આગળ કહ્યું “મેં દિલ્હીમાં કેન્દ્ર સરકાર સાથે તે સમયે પણ વાત કરી હતી. આજે સવારે આ અંગે ઉર્જા મંત્રી સાથે પણ વાત કરી હતી. જ્યાં પણ આપણી પાસે ખાણો છે, ત્યાં અમે અમારા અધિકારીઓને કોલસા સંબંધિત માહિતી મેળવવા મોકલ્યા છે અને અમે જે કરી શકીએ તે કરી રહ્યા છીએ.

‘મહારાષ્ટ્રમાં કોલસાની અછત કેમ ઉભી થઈ’

ઉર્જા મંત્રીએ કહ્યું “કોલ ઈન્ડિયા કંપની આ કટોકટીને યોગ્ય રીતે મેનેજ કરી શકી નથી, તેથી ભારતમાં આવી સ્થિતિ સર્જાઈ છે. આબોહવા પરિવર્તનને કારણે પરિસ્થિતિ પણ વધુ વણસી ગઈ. ખાસ કરીને પૂરને કારણે કોલસો પૂરો પાડી શકાયો નથી.”તેમણે કહ્યું, “મારો સવાલ એ છે કે ગુજરાત અને ગોવામાં જરૂર કરતા વધારે કોલસો છે અને મહારાષ્ટ્રમાં અછત છે, આવું કેમ?”

આ પણ વાંચો :  Aryan Khan Drugs Case: તપાસ અધિકારી સમીર વાનખેડેની જાસૂસી થઈ રહી છે! જાણો NCB અધિકારીએ મહારાષ્ટ્ર DGPને શું કરી ફરિયાદ

આ પણ વાંચો :  અર્થતંત્ર માટે ચિંતાના સમાચાર : ક્રૂડ 7 વર્ષની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યું તો રૂપિયો 15 મહિનાની નીચી સપાટીએ સરક્યો,શું છે નિષ્ણાંતોનું અનુમાન?

Latest News Updates

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati