AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra: એકનાથ શિંદેએ PFI પરના પ્રતિબંધને આવકાર્યો, કહ્યુ- દેશવિરોધી પ્રવૃતિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે

સીએમ એકનાથ શિંદેએ (Eknath Shinde) આજે નાસિકમાં મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું, મેં અગાઉ પણ કહ્યું હતું કે 'પાકિસ્તાન ઝિંદાબાદ'ની ભાષા બોલનારાઓ માટે આ દેશમાં અને મહારાષ્ટ્રમાં કોઈ સ્થાન નથી. આવી રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ લોકોને બિલકુલ સાંખી લેવામાં આવશે નહીં.

Maharashtra: એકનાથ શિંદેએ PFI પરના પ્રતિબંધને આવકાર્યો, કહ્યુ- દેશવિરોધી પ્રવૃતિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે
Eknath Shinde
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 28, 2022 | 12:49 PM
Share

પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના (PFI) દેશભરમાં અલગ-અલગ સ્થળો પર કેન્દ્રીય તપાસ એજન્સીઓ દ્વારા એક સપ્તાહ સુધી દરોડા પાડ્યા બાદ કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા સંગઠન પર 5 વર્ષ માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. PFIને ગેરકાયદેસર સંગઠન જાહેર કર્યા બાદ દેશભરમાંથી અલગ-અલગ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ (Eknath Shinde) આ નિર્ણયને આવકાર્યો છે. મુંબઈ ભાજપના ધારાસભ્ય રામ કદમ અને નેતા કિરીટ સોમૈયાએ પણ PFI પર પ્રતિબંધના નિર્ણયને આવકાર્યો છે.

સીએમ એકનાથ શિંદેએ આજે નાસિકમાં મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું, મેં અગાઉ પણ કહ્યું હતું કે ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ની ભાષા બોલનારાઓ માટે આ દેશમાં અને મહારાષ્ટ્રમાં કોઈ સ્થાન નથી. આવી રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ લોકોને બિલકુલ સાંખી લેવામાં આવશે નહીં. જે પણ દેશવિરોધી પ્રવૃતિઓમાં સંડોવાયેલા જણાશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. અમે કેન્દ્ર સરકાર દ્વારા PFI પર લાદવામાં આવેલા નોટબંધીને આવકારીએ છીએ.

આતંકવાદી સંગઠનો સાથે પીએફઆઈની લિંક સામે આવી

PFI પર પ્રતિબંધનો નિર્ણય આજે સવારે જ જાહેર કરવામાં આવ્યો હતો. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, PFIના કેટલાક સ્થાપક સભ્યો સ્ટુડન્ટ્સ ઈસ્લામિક મૂવમેન્ટ ઓફ ઈન્ડિયા (SIMI)ના સભ્ય રહી ચૂક્યા છે. જમાત-ઉલ-મુજાહિદ્દીન બાંગ્લાદેશ (JMB) સંગઠન સાથે PFIના જોડાણની માહિતી પણ સામે આવી છે. આ બંને પ્રતિબંધિત આતંકવાદી સંગઠનો છે.

મુંબઈના ધારાસભ્ય રામ કદમે નિર્ણયને આવકાર્યો

મુંબઈના બીજેપી ધારાસભ્ય રામ કદમે પણ PFI પર પાંચ વર્ષ માટેના પ્રતિબંધને આવકાર્યો છે. રામ કદમે કહ્યું છે કે, આ દેશમાં આતંકવાદને કોઈ સ્થાન નથી. તેને પ્રોત્સાહન આપનારા અને આપણા યુવાનોને ગેરમાર્ગે દોરનારાઓ પર પ્રતિબંધ આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં બદલાયેલા નવા ભારતનો મજબૂત ચહેરો દર્શાવે છે.

PFI સાથે સંકળાયેલા સંગઠનો પર પણ પ્રતિબંધ

પીએફઆઈ ઉપરાંત તેની સાથે સંકળાયેલા અન્ય સંગઠનો પર પણ પાંચ વર્ષ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ સંસ્થાઓમાં રિહેબ ઈન્ડિયા ફાઉન્ડેશન, કેમ્પસ ફ્રન્ટ ઓફ ઈન્ડિયા, ઓલ ઈન્ડિયા ઈમામ કાઉન્સિલ, નેશનલ કોન્ફેડરેશન ઓફ હ્યુમન રાઈટ્સ ઓર્ગેનાઈઝેશન, નેશનલ વુમન્સ ફ્રન્ટ, જુનિયર ફ્રન્ટ, એમ્પાવર ઈન્ડિયા ફાઉન્ડેશન અને રિહેબ ફાઉન્ડેશન (કેરળ)નો સમાવેશ થાય છે.

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">